________________
૪૭૦
જૈનહિતેચ્છુ.
જૈન ગુરૂકુળ, જૈન અપાસરા, જૈન દેરાસર, જન હાઈસ્કુલો, જેન્ટ કોલેજે, જૈન સભાઓ, જેને પિલીટીકલ કોન્ફરન્સો ( * જૈન રાજ્ય ” રહી ગયું !) વગેરે કે જેમાંની કેટલીક સંસ્થાઓ તો અમને દરેક પ્રાંતમાં–રે દરેક શહેર અને ગામડાંમાં પણ સ્થાપવાનો ઉપદેશ આજકાલ થયા કરે છે–આ સર્વ માટે પણ કરોડ રૂપિયાની રકમ જોઈએ તે વળી જૂદી ! આ હિસાબે હારે અમો એક અબજ રૂપિયાનું ફંડ કરી શકીએ હારે જ વિધવાઅમો - લવાને વારે આવે અને સહારે જ વિધવાઓના ઉદરનિર્વાહને રસ્તો કરી શકીએ. ત્યહાં સુધી ૧ લાખ વિધવાઓએ હવા ખાઈને રહેવું !..અને અમે એ પણ ( મનમાં તે ) સારી પેઠે જાણીએ છીએ કે, કદાચિત અમારા આકાશમાં રહેતા દેવે અમારા નીતિપરાયણ આશ્વાસન ( ! ) ના પુણ્યના બદલામાં અબજો રૂપિયાને વરસાદ વરસાવે અને હેમાંથી અમે પુરૂષ વર્ગ માટે બધી સંસ્થાઓ ખેલી ચૂક્યા પછી વિધવાશ્રમો ખેલીએ પણ ખરા અને તે સાથે નીતિ-ધર્મ અને શીલનો ઉપદેશ કરવાનો ખાસ બંદોબસ્ત પણ કરી તો પણ, સ્ત્રીસંજ્ઞા અને પુરૂષસંજ્ઞા જે સંયોગ માટે કુદરતી રીતે જ તરસ્યાં કરે છે ( પશુ-પક્ષી–મનુષ્ય સર્વમાં ) તે તે અટકવાનું નથી જ. અમને ખબર છે કે, અમારા મહાપવિત્ર મહાનિશીથ સૂત્રમાં લક્ષ્મણ સાધ્વીનો અધિકાર વર્ણવ્યો છે, જેમાં લખ્યું છે કેડ-લમણે સાધ્વી સર્વ આચાર-જ્ઞાન પ્રમુખની જાણ થઈ. તેણે એક દિવસ ચકલા-ચકલીને મૈથુન સેવતાં દીઠાં. તે પક્ષોઆનો કામક્રીડા જોઇને તે સાવીનાં લક્ષણ ભંગ થયાં ! પાપ-કર્મના ઉદયે કરીને તેણુએ મનમાં ચિન્તવ્યું કે, “ આ ચકલીએ શું સુકૃત્ય કર્યો હશે કે જેથી પિતાના ભર્તાર સાથે સ્વેચ્છામુજબ નિરંતર અનેક પ્રકારનાં સુખવિલાસ ભોગવવા પામે છે. આમને વિલાસમાં જોઈને મને પણ એવો જ હર્ષ થાય છે....સાધુ-સાધ્વીને પક્ષીનું મૈથુન જેવાની શ્રીજિનેશ્વરે મના કરેલી છે, પણ તે કેમ ના કરે ? તેઓ તો વીતરાગ હોવાથી વેદવિકાર સર્વ ક્ષય થયેલા છે તેથી તેઓ સંવેદી જીવનાં દુઃખની કદર ન જ જાણી શકે. '..આ દોષ માટે તેણીએ ૫૦ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી તે પણ મરીને વેશ્યાપુત્રી તરીકે જન્મ પામી અને હેના ગુહ્ય સ્થાનમાં ધખધખતે લોખંડનો સળીઓ નાખવામાં આવ્યો અને તેણી મારીને છઠ્ઠી નરકે ઉપજી. હવે, અમો સમજીએ છીએ કે, સર્વ આચાર અને જ્ઞાનની