________________
જૈનાહતેચ્છુ.
સ્થળે સ્થળે સ્થાપવામાં આપણે મદદગાર થવું જોઈએ છે, અને તે ઉપરાંત આપણું પિતાનું લાખ્ખો રૂપિયાનું ફંડ કરીને જૈન વિદ્યાથઓને સ્કોલરશીપ આપી અભ્યાસ કરવાની સગવડ કરી આપવી જોઈએ છે.
(૬) તમામ મોટાં મહેટાં શહેરમાં જનના ત્રણે ફીરકાના વિદ્યાર્થીઓને સાથે રહીને અભ્યાસ કરવાની સવડ મળે એવાં વિદ્યાર્થીગૃહે અથવા બેડીંગ હાઉસ સ્થાપવાં જોઈએ છે.
(૭) હાલ ચાલતાં સઘળાં બોર્ડિગ હાઉસો સઘળા ફીરકા માટે ખુલ્લા મુકાવાં જોઈએ છે, તેમજ સઘળાં બેડિગ હાઉસની સુંદર વ્યવસ્થા માટે એક સુશિક્ષિત અનુભવી ઈન્સ્પેકટર નીમાવો જોઈએ છે.
(6) મહને ભય છે કે, પશ્ચિમના જડવાદની અસર આપણું યુવાનોને પોતાના ધર્મ તથા જ્ઞાતિ તરફ બેદરકાર બનાવવામાં ૫રિણમી છે અને હજી જે આપણે તે યુવાનને મદદ કરવા બહાર નહિ પડીએ તો આપણી સાથે જોડાઈ રહેવાને હેમને મુદલ આ કર્ષણ થશે નહિ. હમે હમારા તાનમાં મસ્ત રહી હેમને વિસારશે, તે સ્વાભાવિક રીતે જ તેઓ હમને અને પરિણામે હમારા સમાજ તથા ધર્મને પણ વિચારશે જ.
(૯) શું જન વ્યાપારીઓ, ધારાશાસ્ત્રીઓ, જામેલા ડાકટરે અને મહેટા પગારના અમલદારે અકેક બબે જૈન વિદ્યાર્થીને ન નિભાવી શકે ? અને એમ થાય તો શું દર વર્ષે હજાર વિદ્યા થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનું મુશ્કેલ છે ?
આગળ ચાલતાં પ્રમુખમહાશય વિદ્યા પ્રચાર મહાટે જોઇતી મહટી રકમને પહોચી વળવા માટે ચાર આના ફંડ, શારદાપૂજન અને મહાવીર જયતિની ખુશાલીમાં મળવા સંભવતી ભેટે, ઈત્યાદિ રસ્તા સૂચવે છે, જે સઘળા વ્યવહારૂ અને ઉપયોગી છે અને વિનાવિલંબે અમલમાં મૂકવા ઘટે છે. પરંતુ ગમે તેટલા વ્યવહારૂ અને ઉપયોગી એ રસ્તા હોવા છતાં, રસ્તાને ઉપયોગ કરનાર એક કુશળ અને ભારે પગારને એંસીસ્ટંટ સેક્રેટરી રોકવો એ પહેલામાં પહેલી જરૂરીઆત છે, એમ પ્રમુખનું કહેવું છે, જે તદ્દન સાચું છે. ધામધુમોમાં લાખેનું અચ કરનારી એકંદરજન કેમ લાભકારી તત્વ પાછળ ખર્ચ ક.