________________
સમયના પ્રવાહમાં.
૪૫૮
જોઈએ ?” એ મુદા ઉપર આવે છે અને સમાજની સઘળી શક્તિઓને ઉપયોગ હાલમાં તે વિદ્યા પ્રચાર પાછળ કરવા આગ્રહ કરે છે. આ સંબંધમાં બોલતાં તેમના મુખમાંથી નીચેના કિમતી ઉદ્ગાર નીકળે છે –
(૧) રોદણાં રવાં અને પારકી આશા રાખવી એ બને નિ. ઐળતાનાં ચિન્હો છે. સરકારની મદદના અભાવ માટે આપણે જે બુમ પાડીને જ બેસી રહીશું તે, એ વર્ષે પણ ન મળી શકે એવી તક ગુમાવી બેસીશું. આવા વખતે જન કોમે તેમજ દરેક સમઝદાર કામે નાતો, ધર્મપંથ અને લોકરીવાજના ઝગડાને એક બાજુ રાખી પોતપોતાથી બને તેટલા પ્રયત્ન લાખો કરોડો રૂપિયા એકઠા કરી વ્યાપાર-નરની ખીલવટ અને વિદ્યાવૃદ્ધિ પાછળ વગરવિલંબે લાગી પડવું જોઈએ છે.
ર દેખાતી હજારે પ્રકારની ખામીઓ, આપણે સાધારણ રીતે ધારીએ છીએ તેટલી અભેદ્ય નથી. માત્ર એક જ પ્રયાસથીબુદ્ધિના વિકાસ માત્રથી–તે સર્વ અજ્ઞાન જન્ય બલાઓ આપોઆપ દૂર થાય તેમ છે.
(૩) કેળવણીના પ્રચાર પાછળ આપણે સાચા દીલથી કદી લાગ્યા જ નથી ૧૮૬૦ થી ૧૯૭૧ સુધીના ૧૧ વર્ષમાં તે ખાતે આપણે માત્ર ૩૦ હજાર રૂપીઆ જ ખર્ચા છે.
(૪) આ વીસમી સદીમાં હારે યુરોપ વિમાનની ઝડપથી આગળ વધે છે અને આપણી હિંદી કોમો પૈકીની કેટલીક જોડાગાડીની ઝડપથી આગળ વધે છે, હારે આપણે હજી ખટારામાં જ પડયા રહ્યા છીએ અને તે ખટારે પણ આગળ વધે છે કે પાછળ કુચ કરે છે હેનું આપણને ભાન નથી. આપણું ૧૦૦૦ ભાઈઓ પૈકી ૪૮૫ માત્ર લખીવાંચી જાણે છે, અને અંગ્રેજી શિક્ષણ તો ૧૦૦૦ માં ૨૦ ને જ મળે છે, હારે બ્રહ્મસમાજ વર્ગમાં દર ૧૦૦૦ પુરૂષે ૭૩૮ લખી વાંચી જાણે છે અને ૫૮૨ અંગ્રેજી જાણે છે. આપણી આ નામશીભરી અજ્ઞાન દશા તરફ શું આપણું લક્ષ સાથી પહેલાં જેવું જોઈતું નથી ?
(૫) પ્રાથમિક શાળાઓ, સ્કુલ અને કોલેજો આપણે બીજી કેમોથી જુદા પડીને થાપવી એ મહને જરૂરનું લાગતું નથી. હિંદી પ્રજા સાથે મળીને સાર્વજનિક પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલે