________________
૪૫૬
- જૈનહિતેચ્છ.
જા પડીને–કેમ અને કૅન્ફરન્સ સંબંધી ખરી સ્થિતિની હકીકતો અને આંકડાને અભ્યાસ કરી તે ઉપરથી પિતાને લાગતો ભય જાહેર કરવામાં શરમ રાખી નથી, જો કે તે ભય હેમણે બહુ સાવચેતીભર્યા શબ્દોમાં જાહેર કર્યો છે, કે જેથી નાજુક લાગણીવાળાઓનાં દીલની ઓળી ચામડી દુખાઈ જાય નહિ અને તેઓ નકામો ખળભળાટ કરી ઐક્યને સ્થળે કલહની પધરામણું કરી બેસે નહિ. તેઓએ ખુશામત કે ખાટી શરમને પસંદ કરી નથી, તે સાથે નિરર્થક કુસંપ થવા ન પામે એવી વ્યવહારૂ કાળજી રાખવા પણ ચુકયા નથી. હેમણે કોન્ફરન્સની અને કામની ભયંકર બીમારી સાબીત કરી આપી છે, અને તે સાથે જ તે નિરાશાજનક સત્યકથનથી લેકો હતાશ ન બને એટલા માટે ઉત્સાહપ્રેરક શબ્દો રૂપી art ( કલા )ને પણ હેમણે સ્થળે સ્થળે છૂટથી ઉપયોગ કર્યો છે. આ “કલા” ને સૈથી વધારે લક્ષ ખેંચ નારો ભાગ “ પ્રગતિને મૂળ મંત્ર–“જીવતી શ્રદ્ધા ” ” એ મથાળાવાળે પેરેગ્રાફ છે. તેઓ કહે છે: “માન્યતાની નહિ, પણ જી. વતી શ્રદ્ધાની તરફ હું હમારું ધ્યાન ખેંચું છું.”...“આપણા શરીર, ઘરસંસાર, વ્યાપાર, રાજકીય પ્રવૃત્તિ, સંધ, ગુરૂ આદિ દરેક બાબત પર વિચારવા કે કામ કરવાનો પ્રસંગ આવતાં આ શ્રદ્ધા આપણા હદયમાં જીવતી જાગતી બેઠેલી હેવી હેઈએ.”...“જે ઘરસંસારથી, જે વ્યાપારથી, જે મેળાવડાથી, જે સુધારાથી, જે ગુરૂથી, જે ક્રિયાકાંડથી, જે રાજકીય હીલચાલથી આપણે આપણું અને આપણી આસપાસના આત્માને જરા પણ વિકસાવી ન શકીએ તે ઘરસંસાર, તે વ્યાપાર, તે મેળાવડે, તે સુધારે, તે ગુરૂ, તે ક્રિયાકાંડ અને તે રાજકીય હીલચાલ નકામી છે, નહિ ઇરછવા જોગ છે, જડવાદ છે–પછી ભલે હેને બાહ્ય દેખાવ ગમે તેટલે મોહક હોય અને દેખીતે લાભ ગમે તેટલો મોટો હોય.” “ જીવતી શ્રદ્ધાના આ એકજ પાયા ઉપર આપણું વ્યક્તિગત તેમજ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ છે. ” આ શબ્દોના આત્મામાં જે મહત્તા છુપાયેલી છે હેની કિંમત આંકવા લેખિનીમાં તાકાદ નથી, વાંચનારે એ વાક્યની અકેક શબ્દની પાછળ રહેલે ભાવ કલ્પનામાં મૂર્તિમાન કરવા કોશીશ કરવી જોઈએ છે, કે જેથી તેનામાં નૂતન શકિત ઉપન થશે.