________________
- સમયના પ્રવાહમાં.
૪૫૭
જીવતી શ્રદ્ધા” (Living Faith)ને પરિણામે વિદ્વાને, વેપારીઓ અને સાધુઓ દરેકનાં લક્ષબિંદુ જ બદલાઈ જશે; વિદ્યાર્થીઓ હાદા અને માનચાંદ મેળવવા ખાતર કે ભાષણોના આડંબર કરવા ખાતર કે એશઆરામનાં સાધનો મેળવવા ખાતર નહિ પણ વિદ્યાથી આત્મપ્રકાશ વધારી તે વધેલી શક્તિ વડે વધારે આબાદ રીતે સમાજને સહીસલામત રસ્તે દેરવા ખાતર જ વિઘાભ્યાસ કરશે; વેપારીઓ સોનારૂપાના ઢગલા એકઠા કરી ખુશી થવા માટે નહિ પણ પિતાના અને સમાજના આત્માને વિકસા-- વવાનાં સાધન મેળવવા માટે જ વ્યાપાર કરશે; અને મુનિરાજે
એક ગચ્છ કરતાં બીજે ગ૭ કે એક સાધુ કરતાં બીજા સાધુ - અહડીઆતા છે એવો દેખાવ કરવા માટે નહિ, પણ “ આત્માની
અનંત શક્તિઓનું એકીકરણ કરવાને ત્યાગી આશ્રમ મદદગાર છે, એમ જાણું એકીકરણ કરાયેલી શક્તિઓ વડે સમાજને ઉંચે લઇ જવા ખાતર જ સાધુ બનશે.”
પ્રમુખ મહાશય કહે છે તેમ “જે હમને આ જાતના જ સ્સા (Spirit) ની–આ જાતની જીવતી શ્રદ્ધાની-કિંમત હમજાય તે કૅન્ફરન્સની અને તે દ્વારા જૈન સમાજની ઉન્નતિને મુદલ વિલંબ. લાગે નહિ; કારણ કે તે શ્રદ્ધાને પરિણામે સમાજમાં વાનપ્રસ્થાશ્રમનો પુનરૂદ્ધાર થશે.” -હાં, અહીં જ પ્રમુખ મહાશયની “કલાનું. લક્ષબિંદુ છે. ભાષણે, ફડે, મેલાવડા, ધૂમધામ વગેરે કશાથી પ્રમુખ મહાશયનું દિલ ખુશ થાય તેવું નથી, (એ બાળકના ખેલ” “બાળકો”ને હળ ઘેલા કરી શકે; વ્યાપારી:બચ્ચો નગદ નફા–Solid profit–વિના પ્રસન્ન થઈ શકે જ નહિ અને ત્યારે પણ પ્રસન્નતાનાં બ્યુગલ આજના વિદ્વાન વક્તાઓની માફક ઝુકવા નવરો હેય નહિ. હેમનું સઘળું લક્ષ વાનપ્રસ્થાશ્રમને પુનરૂદ્ધાર કરવા તરફ છે, કે જે આશ્રમ સિવાય કોઈ પણ સમાજ આગળ વધી શકે નહિ કે બચી શકે નહિ. જે સમાજની બધી વ્યક્તિઓ નોકરી કે ધંધામાં જ મશગુલ હય, જે સમાજના વૃદ્ધો પણ દુનીઆદારીનાં ચામડાં ચુંથવાથી છૂટી શકતા ન હોય, તેવા સમાજને બચાવવાને કોન્ફરન્સ ભાષણે અને ફડેમાં કાંઈ તાકાદ નથી. અને એટલા જ માટે તેઓએ સઘળા ઇલાજોને એક ઇલાજa Master Key) બતાવ્યો છે અને વાનપ્રસ્થાશ્રમની જરૂર તથા સ્વરૂપેપર વિસ્તારથી વિવેચન કર્યું છે,