________________
, જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઈલાજ. ૪૫૩ ઈત્યાદિ અનેક બાબતો પર બોલવાની જૈન કૅન્ફરન્સના પ્રમુખોની રૂઢિ છે, કે જે રૂઢિને હું માન આપી શકે નથી. પરંતુ હું “ઉપયોગિતા” ( Utility ) ના સિદ્ધાન્તને શ્રદ્ધાળુ હોઈ તાત્કાલિક જરૂરીઆતેને જ વળગી રહ્યો છું અને તેમ કરવામાં કોઈને મહારી ભૂલ થતી જણાતી હોય તો ક્ષમા ચાહી માત્ર બે જ મુદ્દા પર થોડું બોલી હારૂં કથન ખતમ કરીશ.
હિન્દુ યુનીવર્સીટી અને જૈને. કેળવણીના ક્ષેત્રમાં એક આવકારદાયક પ્રગતિ-હિન્દુ યુનિવસિટી'ના રૂપમાં–કરી શકવા માટે હું સમસ્ત હિન્દુ કેમને મુબારક બાદી આપું છું અને દેશકાળને અનુસરતી એ શરૂઆતને હું સંપૂર્ણ વિજય ઈચ્છું છું; તે સાથે વખતસરની સૂચના કરી લેવાની મારી ફરજ અદા કરીશ કે, બીજી હિંદુ કોમોની સાથે જૈન સમાજે પણ એ સંસ્થાને પોતાની માની ગર્વ લેવો જોઈએ છે, અને હેને પુરતી સહાય આપવી જોઈએ છે; તેમજ એ યુનીવર્સીટીએ પણ બુદ્ધિબળ અને હૃદયબળના ચમત્કારિક ખજાના તુલ્ય જન સાહિત્યના અભ્યાસ માટે કરવી જોઈતી દરેક સગવડ ખરા દીલથી કરવી જોઈએ છે. જૈન વફાદારી અને પંડિત અજીનલાલજી શેઠી.
જે પ્રતાપી સામ્રાજ્યની શીતલ છાયા નીચે આપણે વસીએ છીએ હેને હમણું ભયંકર યુદ્ધમાં જોડાવું પડયું છે. આખા હિદે પિતાના રાજ્યકર્તાઓ તરફ વફાદાર રહી જે મદદ કરી છે તે માટે નામદાર શહેનશાહ પણ પિતાને હાર્દિક સંતેષ બતાવી ચુક્યા છે. હિંદની સાથે હિંદની એક નહાની પણ ઉપયોગી વ્યાપારી કામે– અર્થાત જન કોમે-પણ કરોડો રૂપિયાની સહાયતા આ કટોકટીના પ્રસંગે કરીને પિતાની વફાદારી બતાવી આપી છે. આપણા સ્વધકર્મબંધુ દાનવીર શેઠ હુકમચંદજીએ એકલાએ જ એક કેડ રૂપિયાની વરલેન લઈ આખા દેશમાં જૈન વફાદારીનું ઉંચું ઘેરણ સાબીત કરી આપ્યું છે. એવા પ્રસંગે આપણું એક અર્ધસાધુ (Missionary) અથવા પંડિત-શેઠી અજુન લાલજી બી. એ–ને કોઈ. પણ જાતના આરોપ કે તપાસ વગર વર્ષો સુધી જેલમાં પુરી રખાયા છે તે માટે સમસ્ત જૈન કેમનું હૃદય બહુ પીડાય છે. નામદાર