________________
-
જૈનહિત છુ.
*
.
.
.
(૨) બેડીંગના ઘણાખરા વિદ્યાર્થી દશાશ્રીમાળી જ્ઞાતિના હતા તેમજ ઉપરીઓ પણ: ( ૩ ) અને વળી પોતે જોખમદા૨ હૈદેદાર હતા; ત્રણ ત્રણ ફરજેને જેને હિસાબ નહે તે હવે દશાશ્રીમાળી કોમ તરફની એકલી ફરજ બજાવવામાં નીમકહલાલ રહેશે !
મુંબઈનિવાસી એક આબરૂદાર ગૃહસ્થ કે જેમને આ હીલચાલમાં આગળ પડતો ભાગ લેતા બનાવવામાં આવ્યા છે હેમને એક રાત્રીએ હું મળે અને ખુલ્લા દીલથી વસ્તુ સ્થિતિ હમજાવી. તેમણે કહ્યું કે, તેઓ તે દશ વર્ષથી દશાશ્રીમાળીની જૂદી કૉન્ફરન્સ અને દશાશ્રીમાળી બોર્ડીંગ માટે વિચાર કરતા હતા અને તેથી આજે કરાતું ફંડ કાંઈ ઇર્ષો તરીકે નહોતું. હે કહ્યું: એ વાત ઉલટી ઇર્ષાની વધારે પ્રબળ સાબીતી છે. જે દશ વર્ષથી આ વિચાર હતો તે આજથી છ મહીના પહેલ–સાડાનવ વર્ષ સુધીમાં-કાંઈ દંડ કરવાનું સૂઝયું નહિ અને “સંયુક્ત વિદ્યાર્થીગૃહસ્થપાયા પછી તુરતમાંજ ફુડ કરવાનું–ઘેરઘેર દબાણ કરવાનું-મુહુર્ત કહાંથી આવ્યું? અગર છ મહીના પછી શું મૂહર્ત નહોતું આવતું? મારા તરફથી બહારથી સ્કોલરશીપ મેળવવાની તજવીજ શરૂ થઈ એ જ ક્ષણે આ હોલચાલ કરવાનું સૂઝે એને બીજો કયે અર્થ હોઈ શકે? સંભવ છે કે, હમે પોતે ઈર્ષાથી પ્રેરાયલા નથી; પણ શું એ સંભવિત નથી કે ઇર્ષાથી પ્રેરાયલી કોઈ વ્યક્તિ હમારી અહીંની લોકપ્રિયતાને હથી આરભૂત બનાવી, હમને દશાશ્રીમાળી કોમના ત્રાતા-દાદાદેવદૂત તરીકે જાહેરમાં આવવાની લાલચ આપી, આ કામમાં હમને ‘મુખી’ બનાવવામાં ફતેહમંદ થઈ હોય ? એક તરફથી હમારા મુખેથી દેશાશ્રીમાળી જ્ઞાતિના હિતની દલીલ કરાવી લોકોને તે તરફ ખેંચવામાં આવે છે, અને બીજી તરફથી હમને cat's paw બનાવનારી વ્યકિત મહારાપર અંગત તહોમતો ફેલાવી લોકોને વિદ્યાર્થીગહ ” થી દૂર રાખવા મથે છેઃ આ પ્રમાણે હમારી દશાશ્રીમાળી હીલચાલ બેધારી તલવારનું કામ કરી રહી છે. મહારી દયા ખાતા હોય તેમ તે ગૃહસ્થ લુખા ચહેરે કહ્યું: “ભાઈ.....જે હ. મારી ઈજજત પર હાથ નાખવા જેવી વાતો ફેલાવતા હોય તો તે ખોટું કહેવાય અને હું મળીશ હારે કહીશ કે એમ ન કરવું. બાકી હમારે અમારી હીલચાલ બાબત લક્ષ આપવું જ નહિ. હ