SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જેનહિ , ગાડીગ બાઇ તૈયાર થઈ! હું હાં જઉં ત્યહાં જવાબ મળતા કે, હમારો આશય ઉંચામાં ઉગે છે એ ખરું, હમે બહારની હાની રકમ અને પિતાની હેટી રકમથી મહાભારત કામ કરે છે એ વાત પણ ખરી, હમે જાતિ દેખરેખ રાખે છે તેવી રાખવા બીજું કોઈ નવરું નથી એ વાત પણ સત્ય ! પરન્ત મહેતા ધમાલાવાળા શેઠીઆ બીજ મોટરવાળા શેઠીઆઓને લઇને અમારા ઘેર આવે હેને લાજે શરમે પણ અમારે સારી રકમ આપ્યા વગર ચાલે નહિ, માટે હમને શું આપી શકીએ ! ચાર જગાથી એ જવાબ મળ્યા અને મહે સ્કોલરશીપ માટે ફરવાનું છોડી દીધું. એક શ્વેતામ્બર મૂર્તિપૂજક ગૃહસ્થ મહને કહ્યું કે હું હમારી સંસ્થાને રૂ. ૨૫૦૦૦ આપવા ખુશી છું. હેં કહ્યુંઃ રૂપિયા જાળવવા મહારે ત્યાં મહેદી તીજોરી નથી. હેને બૅન્કમાં મૂકી વ્યાજ માત્ર મ્હારા વિદ્યાર્થીબંધુઓને આપે. હેમણે હા કહી, અને ત્રીજે આ દિવસે દેવદુત પહોંચી ગયા અને પુનર્લગ્નના હિમાયતીની સંસ્થામાં દાન આપશો તો છોકરા વંઠી જશે” વગેરે કહી ભડકાવ્યા ! પાંચ દિવસ પછી આ વાતની મહને કોઈ રસ્તે ખબર મળી. જાતે નહિ મળવા જતાં હે “વિદ્યાથગ્રહ 'ના નોટપેપર ઉપર ફિશ્યલ પત્ર લખ્યા, જેમાં વસ્તુસ્વરૂ૫ ખુલ્લા શબ્દોમાં જણાવ્યું અને મહારે કોઈ જાતને આગ્રહ નથી એમ પણ લખી છેવટનો જવાબ પત્રધારા મંગાવ્યો. હેમણે લખ્યું કે તેઓ હારી યોજના અને હારા વિચારને ઘણું પસંદ કરે છે અને “ગૃહ” ને સ્કોલરશીપ જરૂર આપશે. થોડા દિવસ પછી રૂબરૂમાં મળવાનું બન્યું; હેમણે ઠેકી ઠેકીને કહ્યું કે હમે નિશ્ચિંત રહે, આખી રકમનું વ્યાજ હમારી સંસ્થાને જ આપીશું. પછી પાછે દોરીસંચો ફર્યો અને રંગ બદલાયે. છેલ્લી મુલાકાત વખતે શેઠ સાહેબે કહ્યું: “હું તો ગભરાઉં છું કે શું કરવું? હમે મળેછો હારે હમારી યોજનાની ઉત્તમતા, હમારી પ્રમાણિકિતા, હમારા આશયની ઉગ્રતા અને હમારી રાત્રીદિવસની જાતમહેનત મહારી આંખ આગળ ખડી થાય છે અને હમને જ સહાય કરવી એમ થાય છે, પરંતુ પાછળથી તેઓ મળે છે. અને મન મુંઝાઈ જાય છે. આ મહે કહ્યું: “ કાંઈ નહિ, શેઠજી ! રૂપિયા ખર્ચવા અને મનને મુંઝાવવું એવા શા દેવામાં છો ? એ વાત એટથી જ રહેવા દો.
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy