________________
૩૩૮.
જેનહિતેચ્છુ.
વાચકોને ખબર છે કે “ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ” માટે કુલ તે નહિ ને કુલની પાંખડી હે ખર્ચી હશે પણ હું કાંઈ તે ખર્ચને
અગત્યનો વિષય ગણતો નથી; અગત્યને વિષય છે. મહટી જોખમદારી લેવાનું સાહસ અને વ્યવસ્થાની કડાકુટ. અને તે સર્વ કરવા છતાં ન્હે કાંઈ હારું નામ સંસ્થા સાથે જોડયું નથી. ચાલીસ રૂપિયાની લરશીપ આપનાર ગૃહસ્થની તસબીર “ગૃહમાં મૂકાયા છે, પણ હારી તે તસબીર સરખીએ મહે મૂકી નથી. એટલું જ નહિ પણ કમીટી નીમીને હેમાં જૈનના ત્રણે ફીરકાના અને જૈનેતર વર્ગ પૈકી શ્રીમંત તેમજ કેળવાયેલા ગૃહસ્થની નીમણુક કરી છેમતલબ કે સાર્વભૌમ સત્તા પણ હારા હાથમાં રાખી નથી. આટલી
ખી અને નિઃસ્વાર્થી-નિર્માની ધારણાઓ છતાં રખેને મહારું માન વધી જાય એવો કોઈને બળતરા થતી હોય તે હેને કઇ જાતની ઠંડક આપવી? દવાઓ તો મહારી પાસે ઘણીએ છે, પરંતુ હાલ તે જાહેર પ્રજાને જ વૈદા બનવા દઈશ અને જરૂર પડશે હારી દવા અજમાવીશ. " આ ઈર્ષાગ્નિથી બળતા એક સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન આગેવાને મુંબઈમાં આવીને મહેટા શ્રીમંત અને ઇજજતદાર શેઠીઆએમાં હારી શાખ (અને તેથી મહારા ધંધાને) જબરું નુકસાન થાય એવી અફવા ખાનગી રીતે ઉડાડવા માંડી. એક પ્રસંગે મહને તે શેઠીઆઓની મુલાકાતનો પ્રસંગ બનતાં એ વાત -હેમણે મહને જાહેર કરી અને ઉમેર્યું કે, એ હલકી વાત કહેનાર ગૃહસ્થ હમારે માટે એવું બોલી રહ્યા બાદ અમને કહેવા લાગ્યો કે તેણે દશાશ્રીમાળી બોર્ડીંગ હાઉસ મુંબઇમાં ખોલવાના આશયથી ફંડ કરવા ધાર્યું છે, તેમાં હેમણે હેટી રકમ આપવા કૃપા કરવી. શેઠીઆઓએ કહ્યું કે, હમારી ધારેલી નવી ડગને અને મી. વાડીલાલની શાખને કઈ જાતનો સંબંધ છે કે તમે એની પૂઠ પાછળ આવી ખોટી અફવાઓ ફેલાવે છે ? અમને તે યુવાનને ઘણું વર્ષોનો અનુભવ છે અને તેની પ્રમાણિકતા તથા શુભ આશયો માટે અમે કટી કરી જોયેલી છે. હમે જૂદી બોડીંગ કરવા માગે છે તે માત્ર આને તોડવા માટે જ, અને જે એમ ન હોત તો એના બાબતમાં આવી ખોટી વાત કરવાનું હમને પ્રયજન જ શું હતું? દશાશ્રીમાળી વિદ્યાર્થીઓને “સંયુક્ત વિદ્યા