________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે–
नीर जैन आ $૩ (ભીલ)
મંગળવાર તા. ૬-૩-૨૦૦૧
પરિમલ
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
♦
૦ અનંતજ્ઞાનીઓ સંસારને દુઃખ દુ:ખ રૂપ, દુ:ખફલક, ખાનુબંધી કહે છે. તે સમજવાની ઈચ્છા જાગે નહિ
સમજવું કે દર્શન અને ચારિત્ર મોહનીય ગાઢ છે. તેથી કષાય પણ ગાઢ છે અને રાગ - દ્વેષે તો માઝા મૂકી દીધી છે. તેને લઈને અનુકૂળ વિષયો પર ભારેમાં ભારે રાગ છે અને પ્રતિકૂળ વિષયો પર ભારેમાં ભારે દ્વેષ છે.
૦ આજે સામાયિક પ્રતિક્રમણ, પૂજા-દાનાદિ કરનારને તે તે ધર્મ પ્રત્યે આદર નથી. અનાદર એ જ મોટું પાપ છે. દેવ - ગુરૂ પ્રત્યે અનાદરવાળા આવે નહિ, આવે તો ટકે નહિ.
♦ ધર્મથી જ સુખ મળે તે વાત સાચી હોવા છતાં પણ સુખ માટે તો ધર્મ થાય જ નહિ ધર્મ તો મોક્ષ માટે જ કરાય. સુખ માટે ય ધર્મ કરાય આવું કહેવું તે મહામિથ્યાત્ત્વનો ઉદય હોય તે જ બોલાવે.
તમે અમને હાથ જોડો તે ધર્મ. પણ તમે અમને નમસ્કાર કરો એમ ઈચ્છીએ તે અધર્મ.
• ઊંધી સમજવાળા ધર્મ કરીને ગાઢ પાપ બાંધીને સંસાર વધારે છે. જેમ અધર્મ કરવાથી સંસાર વધે છે તેમ આજ્ઞાવિરૂદ્ધ વર્તવાથી પણ સંસાર વધે છે. ♦ ધર્મી તેનું નામ કે જેને પોતાના ધર્મની ચિંતા હોય તેમ બીજાના ધર્મની પણ ચિંતા હોય.
પચય ઇન્દ્રિયોના અનુકૂલ વિષયો પર રાગ અને ભવિષયો પર દ્વેષ તેનું નામ અવિરતિ. ♦ ભગવાનની પાસે આવી સંસારની સામગ્રી માંગે તેને પુણ્ય ન હોય તો મલે જ નહિ. પુણ્ય હોય અને મલે તો સાથે મિથ્યાત્ત્વ, અવિરતિ, કષાય એવા ગાઢ બંધાય કે તેમાં એવો લીન થઈ જાય કે અનંતકાળ સુધી ઠેકાણું ન પડે.
રજી. નં. GRJ ૪૧૫
શ્રી ગુણદર્શી
પૈસાના અર્થીપણાએ અને ભોગ, મોજશોખના અર્થીપણાએ તમારી પાસે શું શું કરાવ્યું છેં ? અહીં આટલું ખરાબ થાય છે તો મર્યા પછી કેટલું ખરાબ થશે તેની કલ્પના કરો. એ પૈસાએ અને મોજશોખે તમને અહીં કેવા પાયમાલ કર્યા છે ! તમે કદી જૂઠું નથી બોલ્યા ને ? રાગ - દ્વેષ કેડે પડય છે અને સાચા બોલા રહી શક્યા નથી. ધન – ભોગ કેટલા ભૂંડા છે તે સમજાવવું પડે તેવું છે કે સમક્કાઈ જાય તેવું છે ?
ભગવાન અરિહંત મોક્ષમાર્ગના દર્શક છે. મોક્ષે જવું હોય તેને મોક્ષ માર્ગ જોઈએ મોક્ષમાર્ગે જÇ હોય તો મોક્ષમાર્ગ બતાવનાર ઉપકારી લાગે. સંસા2 ભયંકર અટવી છે તે અટવી લંધાવનાર ભગવાન અરિહંત સાર્થવાહ જેવા છે.
આપણે જો ડાહ્યા થઈ જઈએ તો આપણું ભાવી સારું છે. કોઈ ડહાપણ આપે છતાં તે ન સમજવું કે ભાવી ભૂંડું છે. જ્ઞાનીઓને આમાં પાપ એમ કહેવ નો શોખ ન હતો, તેમને તેમના જ્ઞાનનું અજીર્ણ થયું ન હતું. તેમનો તો એક જ હેતુ હતો કે જે કોઈ સમજે અને જલ્દી આરંભ - સમારંભથી છૂટી જાય અને એવું જીવન જીવે કે ઝટ મોક્ષે પહોંચી જાય.
=
અમે અને તમે અટવી લંઘવા ન નીકળ્યા હોઈએ તો માર્ગ પામ્યા જ નથી, અટવી લંઘવા નીકળ્યા હોઈએ તો માર્ગ પામ્યા છીએ કાં માર્ગ પામવાની તૈયારીમ છીએ. ♦ અનંતાનુબંધી કષાય સમકિતને રોકે. અપ્રત્યાખ્યાની કષાય દેશ વિરતિને રોકે પ્રત્યાખ્યાની કપાય સર્વ વિરતિ રોકે સંજ્વલનના કષાય વિતરાગતા કે.
♦ શાસ્ત્રને અનુસારી જે જ્ઞાન તેનું નામ ધ્યાન
જૈન શાસન અઠવાડિક – માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ ર્યું.