________________
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
વિરોધ શરૂ થયો તેની તે લોકોને ખબર પડી. અમે તો શ્વેતાંબરમાં વિરોધ કરનારા; મૂર્તિપૂજક સંઘમાં વિરોધ શરૂ થયો એટલે આગેવાનને લાગ્યું કે વિરોધ અટકે તેનો પ્રયત્ન કરવાનો, જો વિરોધ ન અટકે તો અમારૂં (આગેવાનોનું) સ્થાન ન રહે.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૨૮/૨૯ ૭ તા. ૬-૩-૨૦૦૧ જૈન સંસ્કૃતિને નીચે ઉતારી છે. આમ વાત મને તે આગેવાને કરી એટલે મને થયું કે જૈનશાસન સમજેલા છે.
સમિતિ પર ઠરાવ તાર જવા માંડયા એટલે તેમને આગેવાનને પૂછ્યુ કે આ શું છે ? આગેવાન કહે એક બે ચક્રમ સાધુ પાકયા તે આ વિરોધ કરે છે. આવો મોટો માણસ વાત કરે એટલે તે માની લે તે સ્વાભાવિક છે કેમ કે સમિતિ વાળાતો તેમને ઓળખતા હતા, વિરોધ કરનારાને ઓળખતા ન હતા એટલે વાત શમી ગઈ.
વિરોધ વિસ્તૃત રૂપ લે તેમ થાય માટેનો પ્રયત્ન ર્યો. તે પ્રયત્નમાં તેમના (ગણાતા આગેવાન) પર વિશ્વાસ રાખવાથી અમે લોકો ફસાયા. આજે જે આગેવાન ગણાતાં ત્યાં બેઠી ગયા છે તેમને જે જાહેરાત કરી તે તમે પેપરોમાં વાંચી છે તે તમને કહેવી છે. આપણો વિરોધ કરવાના વાસ્તવિક કારણો ધ્યાનમાં આવે તે જણાવવું છે.
આજકાલ વિરોધ કાગળિયાથી (પેપરોથી) કરવાનો; તે માટે ધનનો છૂટથી ઉપયોગ કરવાનો છે. બે હાથ વગર તાલી ન પડે તેમ એકલા સાધુ કે એકલા શ્રાવકથી કામ થાય નહિ. વિરોધ વિસ્તાર ન પામે તે મટિના પ્રયત્ન કરવામાં ગણાતા આગેવાન મને મલ્યા અને મને કહે આપ પણ વિરોધ કરો છો કેમ કે વિરોધ કરનારાઓમાં મારું નામ પણ બોલાતું.
મને કહે આપ શા માટે વિરોધ કરો છો ?
મેં કહ્યું કે ભગવાન અરિહંતોની, ભગવાનના શાસનની અને સિદ્ધાંતોની અવગણના થાય માટે હું વિરોધ કરું છું.
એટલે મને કહે કે હું ગેરંટી આપું છું કે ભગવાનની, ભગવાનના શાસનની અને સિદ્ધાંતોની અવગણના થાય તેમ નહિ થવા દઉં.
પછી કહે ઇન્દિરાજીના ઉપપ્રમુખપણાં નીચે સમિતિની એક બેઠક મલી. દિગંબર આચાર્ય શ્રી દેશભૂષણજીએ હાજરી આપી તે ઇન્દિરાજીને ન ગમ્યું પણ સ્થાનકવાસી સાધુએ વિરોધ કર્યો કે તે (દિગંબરો) ન આવે તે ન ચાલે. તેરાપંથી, દિગંબર અને સ્થાનકવાસી સાધુઓએ અમારી સભામાં હાજરી આપી
સાધુઓને અતિથિ તરીકે બેસાડનારા તેજ છે. અતિથિ તરીકે બેસાડયા પછી મીટીંગમાં હાજર ન રહે તે યોજના છે.
૪૬૦
જેને અતિથિ નીમે જેની સમિતિ નીમી. મીટીંગ મલે ત્યારે અતિથિ હાજર રહે તેટલી વ્યસ્થા ન કરે. ઇન્દિરાજીને જણાવે નહિ કે સાધુઓ ત્યાગી છે, જગતના જીવો કરતાં સાધુનું સ્થાન ઊંચુ છે. તેમા (સાધુઓ) માટે તેમના મોભાને શોભે તેમ બેઠક કરાવી.
ઉત્સવ ભગવાન મહાવીરનો ભગવાન મહાવીર કોના ? આપણા.
આપણા ભગવાન મહાવીર તેમના નહિ છતાં ભગવાન મહાવીરનો ઉત્સવ રાષ્ટ્ર ઉજવે આપણે બધા અતિથિ આમાં તમને અયોગ્ય નથી લાગતું ? સાધુઓને પૂતળા તરીકે બેસાડવા પડે માટે બેસાડયા છે. જે સાધુઓ અતિથિ બન્યા છે તે સમજતા નથી તેમ નથી પણ તેમને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ જોઈએ છે એટલે બોલે છે કે આવો યુગ ન હતો. આવુ રાજ જીવતું હોય.
તેમને ચક્રવર્તીના, વાસુદેવો, પ્રતિવાસુદેવોના રાજની નામાંકિત રાજા મહારાજાના રાજ્યોની ખબર નથી. જૈન શાસનની વાત ભૂલી ગયા છે.
આજે સેન્ટ્રલનો હુકમ બધા રાજ્યો મંજુર કરે છે ? સરકારની હાલત શું છે ? પ્રાંતિક સરકારો કેટલું માને છે ? તમે તો છાપા વાંચનારા એટલે જાણકાર છો ને ? (આગેવાન) તેમની સાથે વાતચીત થયેલ કે ભગવાન મહાવીરની કે ભગવાનના માર્ગની લઘુતા થાય તેવું કોઈ કાર્ય નહિ થાય.
તમને ખબર નહિ હોય કે રાષ્ટ્રિય સમિતિ અને નિર્વાણ સમિતિ જુદી છે. નિર્વાણ સમિતિમાં જેને મેમ્બર થવું તે બધાને લેવાનું રાખ્યું છે. નિર્વાણ સમિતિ કાયમી થવાની છે. રાષ્ટ્રિય સમિતિ પણ કાયમી ન થાય તેમ કહી શકાય નહિ. ભવિષ્યમાં ધર્મની દરવણી આ સમિતિ જ આપશે.
મને કહેલ કે લેખકો પાંચ પુસ્તકો તૈયાર કરાવી છપાવવાના છે. મેં કહ્યું કે આ લેખકો જૈન શાસનને કદી