________________
તપોવનના શ્રી હંસબોધિ મ. સા. નો વિકૃત આકો તેમનું ‘કરોડો રૂપિયાના બિનજરૂરી અને અતિ ખર્ચાળ દેરાસરો બનાવવા બંધ કરે' એ વિધાન અધર્ય છે
ગાંધીનગર, શુક્રવાર
અમદાવાદ - ગાંધીનગર હાઈવે પર આવેલી તપોવન સંસ્કારપીઠનો હેતુ છોકરાઓને રાતોરાત રાજકારણી, વકીલ, ડોકટર કે ઈજનેર બનાવી દેવાનો તો નથી જ, પરંતુ પહેલા એક સારા માણસ બનાવવાનો છે. જૈનામાં માનવ અને માનવતા હોય. બાળકોની વેકેશન શિબિર લઈ રહેલા હંસબોધિ વિ. મહારાજ સાહેબનું આ કહેવું છે. તેઓનું ચિંતન આક્રોશમાં પરિણમતા એવું પણ કહી ઊઠે છે કે, જૈનોએ હવે કરોડો રૂપિયાના બિનજરૂરી દેરાસરો બનાવવાની જરૂર નથી. તેના બદલે નવી પેઢીના ઉછેર અને રાષ્ટ્રલક્ષી ઘડતરમાં તેનો ઉપયોગ કરવાની વેળા આવી ગઈ છે.
જૈન સમાજમાં આદરણીય ગણાતા પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. ની પ્રેરણાથી સાબરમતીથી ગાંધીનગર માર્ગે અમીયાપુર ગામે અત્યારે વિદ્યાર્થીઓની સંસ્કરણ શિબિર ચાલી રહી છે. વેકેશનનો સદુપયોગ કેવી રીતે થઈ શકે તે અહીંથી ઠેર ઠેર ફૂટલા ફટકણીયા કલાસીસના સંચાલકોએ શિખવાની જરૂર છે. ફકત વેકેશન પૂરતી અને આઠ દિવસ સુધી કિશોરો માટે ચાલી આ શિબિરમાં ધાર્મિક, રમતગમત કે અન્ય સ્પર્ધાઓ સાથે સૌથી મહત્ત્વના પાસા તરીકે પ્રામ ણિકતા, રાષ્ટ્રપ્રેમ અને ચારિત્રના પાઠ ભણાવવામાં આવે છે, જે ગુણો વગર નવી પેઢી માટે દુષ્કર બની રહેવાના છે.
નિર્ધારિત સંખ્યા કરતાં પણ હાઉસફુલ થઈ જતી આ શિબિરોમાં કોઈપણ છોકરો એ રાષ્ટ્રહિતની ચિંતા કરનારાઓનું સાધ્યરૂપ હોય છે. હંસબોધિ મ. સા. કહે છે કે, શિબિરાર્થીઓનો તમામ પ્રત્યે મૈત્રી, દેવ - ગુરુની ભક્તિ અને જાતિની શુદ્ધિ કેવી રીતે રાખવી તેના પર ભાર મૂકવામાં આવે છે અને એ પૈકી પેદા થતા શોખમાંથી જ રાષ્ટ્રની રક્ષા જેવું કામ થઈ શકે છે. હોટલોના ખાસ ખર્ચાઓ અને ફેશનનો ત્યાગ કરવા પર અગ્ન ભાર મૂકાય છે. ,નવી પેઢીની સૌથી વધુ દુર્દશા ટી.વી ચેનલોએ કરી હોવાનું શ્રી હંસાબોધિજી કહે છે કે, ડીશ. કનેકશનોએ બાળકોના હૃદયમાં રહેલી આધ્યાત્મિકતાની ધારાને ડીસકનેકટ કરી નાખી છે.
TAT
MeMoonvoor
ટી.વી. થી બાળક ન શીખવાનું શીખી રહ્યો છે. સૌથી મોટી વાત એ વધી છે કે બાળકોમાંથી કરુ ! અને માનવતાનો ભાવ ગાયબ થઈ રહ્યો છે.
જૈન વિચારોની પરંપરા કરતાં ભિન્ન મત ધરાવતા હંસબોધિ મ. ના મતે ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિના રક્ષણ માટે જે કંઈ કરવું પડે ! હિંસા ગણાય નહીં.
મહાવીર સ્વામીએ અન્યાય થતો હોય તો રાહ જોઈ રહેવું તેવી અહિંસા નહીં શિખવાડી હો નું તેઓ કહે છે. તેમના કહેવા પ્રમાણે જ્યાં જરૂરી છે ત્ય દેરાસરો બંધાતા નથી અને જરૂર નથી ત્યાં હાઈવે પર બિનજરૂરી દેરાસરો બંધાવા લાગ્યાં છે. આવા તીર્થો તૈયા કરવામાં કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ ગરીબોની સેવ કરવા કે વિદ્યાર્થીઓને મદદ કરવા બહુ ઓછા આગળ આવે છે.
તપોવન ખાતે ચાલતી આ શિબિરમાં ો. ૫ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને સ્થાન અપાય છે. કૅમાં દરેક કોમના વિદ્યાર્થીઓ હોય છે. દરેક શિબિર માં હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ જીવન અને ઘડતરનું નવું ભાથું લઈને બહાર પડે છે. શ્રી ભવ્યકીર્તિ વિ. મ. સા. અને રાજરક્ષિત વિ. મ સા. પણ અ. રહેતા શિબિરાર્થીઓને માર્ગદર્શન આપે છે.
સંપાદકીય નોંધ : ૨૮-૪-૨૦૦૧ ના રોજ અમદાવાદ સંદેશની આવૃત્તિમાં આવેલું ઉપરનું લખાણ, વાંચનાર શાસનપ્રેમીના હ્દયનાં પાટિયાં જડબેસલાક કરી દે એવું છે. શાસ્ત્રબોધ વિનાનો, સંવેગ, વૈરાગ્યના રંગથી રંગાયા વિનાનો કોઈ સુધારક વિચ ૨નો સાધુ આવું લખે એ તો સમજ્યા. એ બિચારો બી; લખે પણ શું ? પરંતુ સુવિશુદ્ધ સંયમ અને સુવિશુદ્ધ શ્રદ્ધાના ચોળમજીઠરંગથી રંગાયેલા પૂ. પરમગુરૂદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયના મહાત્મા આવું લખે એ તો ચંદ્રમાંથી અંગારા ખર્યા હોય એવું લાગ્યું. પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનો ઠંડો લઈને ફરનારા સાધુઓ આવું લખે એ અજાયબી જેવું લાગે છે. અનુસંધા ૧ ટાઈટલ – ૩
૫.