SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર 1062 જૈન શાસન વર્ષ: ૧૯૬) વાર્ષિક રૂા. ૧૦૦ (અઠવાડિક) સંવત ૨૦૫૭ જેઠ વદ ૧૩ આજીવન રૂ।. ૧૦૦૦. જૈન શાસન જગતમાં જોમવંતુ છે જગતમાં આજે હિંસાનું ત ડવ, ભોગની ભૂતાવળ, વિષયોની નાગચૂડ, કામાંધતા ! આંધી, પરિગ્રહ અને જજૂઠનો પ્રવાહ વહી રહ્યો છે. ” માં જૈન ધર્મની આગવી પ્રણાલિકા મુજબ મહા વ્રતધારી સાધુ-સાધ્વીજીઓ વ્રત તપ આરાધના અનુષ્ઠાનો દ્વારા જીવનને ધન્ય બનાવતા શ્રાવક-શ્રાવિકાઓ જૈન જગત અને વિશ્વની પણ ત્યાગની કલગી છે. જૈન શાસનની અક દીક્ષાઓ પણ જૈન શાસનના ત્યાગ રૂપ મહાન ધર્મની દુંદુભિ વગાડી રહ્યી છે. યુવાન, બાલ અને ધનપતિએ પણ આ કાળમાં સંયમ પંથે વિચરી જગતના જૈન શાસનની સર્વોપરિતા સમજાવી રહ્યા છે. ધર્મ પ્રભાવના અને આરાધનાના કાર્યોમાં ગજબ બળ દેખાઈ રહ્યું છે. જૈન શાસનની સિદ્ધાંતિક રક્ષામાં તથા જૈન તીર્થોની રક્ષામાં તથા જૈન આચાર્યની તાત્ત્વિક રક્ષામાં હજી વધુ બળની જ. ૨ જણાય છે. જૈન શાસનને વાસ્તવિક નહિ સમજેલા અને લોકમાં માન્ય ગણાતાઓ જ્યારે જૈન શાસનના રતિનિધિઓ બને છે. ત્યારે જૈન શાસનને ઘણી આપત્તિ આવી જાય છે તેઅં. ગોળને ખોળ સરખુ કહે છે. અને સિદ્ધાંતો તીર્થો અને જૈનાચારના બળને નબળું પાડે છે અને પોતેજ તેમાં મુખ્ય હોવાથી સિદ્ધાંતો તીર્થો અને આચારોને તેઓજ નષ્ટ કરે છે. સિદ્ધાંતોની વાતો આવે ત્યારે અમે સમજાવી છીએ. આ કાળમ, આવું ન ચાલે. આગમની વાત આવે ત્યારે મંગળવાર તા. ૧૯-૬-૨૦૦૧ પરદેશ રૂા. ૫૦૦ તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) ૬૪૧ (અંક : ૪૨/૪૩ આજીવન રૂા. opp બલીહારી બધા વાંચી શકે તેવા ભાષાંતર જોઈએ તેમ વાત કરે વાંચે કોણ ? આજે એક કરોડ શ્લોક પ્રમાણ જૈન સાહિત્ય છે તેમાં ૧૦) આગમ ચૂર્ણિ નિર્યુકિત ભાષ્ય ટીકાનું સાહિત્ય છે. જ્યારે બીજું ૯૦ લાખ શ્લોક સાહિત્ય છે. ગુજરાતી કાવ્ય ટબા વિ. સાહિત્ય પણ ૧૫/૨૦ લાખ શ્લોક પ્રમાણ છે. પણ તે વાંચવા જેવું અને આગમ ગુજરાતી વિ. માં જોઈએ. આવી વાત કરીને જૈન આગમ શાસ્ત્રો સિદ્ધાંતોને બીન ઉપયોગી જણાવી. શાસનના મળનેજ હલકા પાડવાનું કરે છે. અને એ રીતે સિદ્ધાંતની બાબતમાં આપણે નિર્બળ છીએ. તીર્થોની રક્ષાની બાબતમાં એક તો કોર્ટોમાં કેસો જાય છે. વળી દિગંબરો આક્રમણ કરીને પગ પેશાની કરે છે. ત્યારે આમાં આપણે કેટલું કરીએ તેમ બતાવી લાચારી બતાવે છે. અને તેઓ પણ જૈનો છે એમ કહી તેમના આક્રમણને આવકાર આપે છે. અને સંઘ શ્રમણ સંઘના બળને ટકરાવે છે. અને ઓછું કરે છે. તીર્થોમાં થતાં પગ પેસારાને તેઓ સહજ નજરે જાએ છે. અને દિગંબરો દ્વારા થતા જાહેર કાર્યોમાં આપણને પાછા રહી જશું અંદર જશું તો બચાવ થશે એમ કરીને અંદર જાય છે. અને સિદ્ધાંતિક દ્રષ્ટિ એ આપણે ખાવાનું જ થાય છે. બહાર રહીને દિગંબરોના તીર્થો મરના આક્રમણ સામે બળ ઉભું કરવાનું ફાવતું નથી. આચારની બાબતમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચારે સંઘમાં જે બળ છે તે ઘણું છે. છતાં સાધુ સાધ્વીમાં શિથિલતા, સ્વચ્છંદતા, ગુરૂઓની અવજ્ઞા, આજ્ઞાની
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy