SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ########################## આત્મપરિગતિ આદરો, પપરિગતિ ટાળો Moo Moor શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક૩૮ ૩૯ * તા. ૨૨-૫-૨૦૦૧ તેવું નથી. તે ન માને એટલે શોક આવી ગયો. બધાએ બધું જ મારું માનવું આ આગ્રહ આપ્યો, તેમાં પાછી અપેક્ષા ભળે અને અધિકારપણાનો અજગર ફૂંફાડા મારે પછી દુ:ખ-પીડાશોક ન થાય તો શું થાય ? સંયોગો અને પરિસ્થિતિ બદલ્હી આપણને આધીન નથી પણ આપણા મનને ગમે તેવા સંયોગો-પરિસ્થિતિને આધીન ન બનાવવું તે આપણા હાથની વાત છે. ‘જ્ઞાનસાર’હું કહ્યું કે- ‘પરસ્પૃહા મહાદુ:ખમ્’, નિસ્પૃહત્વ મહાસુખમાં સ્પૃહા પેદા થઇ એટલે આત્માએ દુ:ખને આમંત્રણપત્રિકા આપી. પછી તે ગમે તે રૂપે પેદા થાય. પહેરવા, ઓઢવા, અનુકૂળતા, મોજ-મજા અનેક રૂપાળા નામે તે આપણને વશ કરી જાય. રોગનું મૂળ ન પકડે ય ત્યાં સુધીના બધા જ ‘અખતરા’ તે ‘ખતરા’ ખાવા-પીવા, આદિ ૩પ જ બને. આજે આટલા આટલા દવાખાના-ડોકટર-દવા વધવા છતાં રોગો વધે છે કેમ અને નિર્મૂળ કેમ થતા નથી ? રોગનું જ્ઞાન છું પણ તે કેમ થાય છે તે અજ્ઞાન પણ સાથે જ વધ્યું છે. જો મૂળ જ નિર્મૂળ કરાય તો પછી વસ્તુની ઉત્પત્તિ કયાંથી થાય . જેમ ચાણકયે કાંટાના વૃક્ષને મૂળ સાથે જ ઉખેડી નાંખ્યું તો પછી કાંટાની ઉત્પત્તિ કયાંથી થાય ? આપણે ત્યાં ‘મંડુકર્ણ’ અને ‘મંડૂક ભસ્મ’ ની વાત સુપ્રસિદ્ધ છે. દેડકા લોકોના પગ - વાહન આદિ નીચે ચગદાઇને મરી જાય પણ પાછા તેને “પત્તિ યોગ્ય સહકારી સામગ્રી મલી જાય તો પાછા તેમાંથી દંડક ઉત્પન્ન થઇ જાય. પણ જો તે અગ્નિથી બળી જાય તો તેને ગમે તેટલી સહકારી સામગ્રી મળે તો પણ ફરીથી તેમાંથી દેડક ની ઉત્પત્તિ ન થાય. તેમ ડોક કોને કહેવાય તે આપણે બધા જાણીએ અને અનુભવીએ છીએ પણ શોક કેમ થાય છે તેનું આપણને વાસ્તવિક જ્ઞાન-ભાન નથી. ભૂખના દુ:ખનો અનુભવ છે. પણ કાયમની ભુનુંદુ:ખ મટે તે માટે ભગવાને કહેલ તપનો અનુભવ નથી. સારી રીતે ખવાય-પીવાય, મોજ-મજાદિ થાય તે માટે તપ કરનારો વર્ગ હશે પણ કાયમની ભુખને દૂર કરવા માટે તપ કરનારા વિર । હશે ! દુ:ખ, પીડા, પ્રતિકૂળ લાગણી તે બધા શોકને પેદા કરનારા છે. મને કંટાળો આવે છે, મારો મુડ નથી, મને કશું ગમતું નથી' આ બધા શોક નક વાકયો છે. પણ આ કંટાળો · કેમ થાય તેનું મૂળ ન તપાસે તો પછી કંટાળાથી શી રીતે બચે ? માટે જ્ઞાની હે કે શોકની ઉત્પત્તિ આ સ્પૃહયાલુતામાંથી થાય. કોઇપણ ચીજ-વસ્તુ-વ્યક્તિની ઇચ્છા થઇ, તેની પ્રાપ્તિ ન થાય એટલે બેચેની અનુભવાય, પછી ખેદ જન્મે, તેમાંથી આવું અને તે શોકરૂપ બની જાય. શોકને દૂર કરવો તો ચીજ-વસ્તુની આસકિત દૂર કરો. આસકિત જ બધાનું મૂળ છે. તેની પ્રાપ્તિ ન થાય એટલે કશું - કશે પણ ગમે જ નહિ. ઇચ્છિત ૨ જ-વસ્તુ - વ્યક્તિ આપણને આધીન હોય, આપણી માલીકીની હોય તો પણ તે આપણું બધું જ માને કંટાળો જેમ કેટલાક લોકો તીર્થયાત્રાએ જાય અને ત્યાં ભોજનશાળામાં સાંજના સમયે ગરમાગરમ દાળ-ભાત-શાક-રોટલીનું સાદું જમણ મળે તો તે કેવું ઇષ્ટ-નિષ્ટ લાગે છે. તે જ ભાઇઓ જમાઇ રૂપે પોતાના સાસરે જાય અને ત્યાં આવી ગરમાગરમ રસોઇ મલે તો મો કેમ ચઢી જાય છે ? ‘હું અહીંનો જમાઇ ! અહીં મારું માન-સન્માન આમ સચવા વું જ જોઇએ' આ જે સ્પૃહા આવી તેને જ શોક પેદા કર્યો ને ? સ્પૃહા કોને કહેવાય તે આપણે બધા સારી રીતના જાણીએ છીએ પણ આસક્તિના કારણે તેના પંજામાંથી મુક્ત થઇ શકતા નથી. પરાધીન પદાર્થોની પ્રાપ્તિની તીવ્રલાલસા-કામના તેનું નામ જ સ્પૃહા. સંસારના સુખ ની તીવ્ર આસક્તિ કેવા કેવા દુ:ખો, તિરસ્કાર, અપમાન સહન કરાવે છે તે કયા સંસારી જીવના અનુભવમાં નથી ? કમી માણસોની હાલત કેવી છે કે, કામના સાધનની લાત ખાઇને પાછી લાતને પંપાળે છે, તેની માવજત કરે છે. પરાધીન વસ્તુ કયારે દગો દે, વિશ્વાસઘાત કરે, બેવફા-બેવચની બને, સાથ પણ છોડે તે કહેવાય નહિ. આ શરીર તે રોગનું ઘર છે, ઇન્દ્રિયો શિથિલ થનરી છે, ધનની સાથે ભય જોડાયો છે, સ્વજન-સ્નેહી- કુટુંબી સ્વાર્થનાં સગા છે, મોજ-શોખ, કામ-ભોગ- વિલાસના સાધનો પગ । પરિવર્તનશીલ છે. જે આજે ગમે તે કાલે ન ગ્લે, જે ન ગમે તે ગમતું પણ થાય. પરાધીન સંગનો નાશ પામે અને સંગનો રંગ નાશ પામ્યો તેનું નામ જ શોક ! માટે જં જ્ઞાનિો પોકારે છે કે શોકથી બચવું છે તો જડ કે ચેતનપદાર્થો માત્રની સ્પૃહાથી દૂર રહો. જો સ્પૃહા, આકાંક્ષા, અપેક્ષા પેદા થઇ એટલે શોકને આમંત્રણ આપ્યું. જેમ કામ-ભોગના વિલસી જીવો સ્ત્રીની સ્પૃહામાં જ જીવનભર સળગતા સેકાય છે. પછી જેને જેની સ્પૃહા તેમાં બિચારો સળગ્યા કરે છે. શોકાગ્નિથી સંતપ્ત જ રહે છે. સ્પૃહાને જીતી લીધી તે જ સાચો સુખી છે. તે જંગલમાં SOC
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy