________________
સાચું અર્થશાસ્ત્ર
*
રાસ :
જે હું વાજબી મજૂરી આપું તે મારી પાસે નકામી દલત એકઠી નહિ થાય, હું મેજમજામાં પૈસે નહિ વાપરું ને મારે હાથે ગરીબાઈ નહિ વધે. જેને હું વાજબી દામ આપીશ તે માણસ બીજાને વાજબી આપતાં શી ખશે. ને એમ ન્યાયને ઝરે સુકાઈ જવાને બદલે જેમ આગળ ચાલશે તેમ જોર લેશે. અને જે પ્રજામાં આ પ્રમાણે ન્યાયની બુદ્ધિ હશે, તે પ્રજા સુખી થશે ને ઘટતી રીતે આબાદ થશે.
આ વિચાર પ્રમાણે અર્થશાસ્ત્રીઓ ખોટા પડે છે. તેઓ કહે છે કે જેમ હરીફાઈ વધે, તેમ પ્રજા આબાદ થાય. હકીકતમાં આ વાત ભૂલભરેલી છે. હરીફાઈનો હેતુ મજૂરીનો દર ઘટાડવાનો છે. ત્યાં પૈસાદાર વધારે પૈસા એકઠા કરે છે ને ગરીબ વધારે ગરીબ થાય છે. આવી હરીફાઈથી છેવટે પ્રજાનો નાશ થવા સંભવ છે. આપલેને કાયદો તો એ હેવી જોઈએ કે દરેક માણસને તેની લાયકાત મુજબ દહાડિયું મળ્યા કરે. આમાં હરીફાઈ રહેશે. છતાં પરિણામ એવું આવશે કે માણસો સુખી અને હોશિયાર થશે; કેમ કે પછી તે મજરી મેળવવાને સારુ પિતાનો દર ઓછો કરવો પડશે એમ નહિ, પણું કામ મેળવવાને સારુ હોશિયાર થવું પડશે. આવા જ કારણથી લકે સરકારી નોકરી મેળવવા તૈયાર થાય છે. ત્યાં દરજજા પ્રમાણે દરમાયા બાંધેલા હોય છે. હરીફાઈ માત્ર હોશિયારીની હોય છે. અરજદાર ઓછો પગાર લેવાનું નથી કહેતો, પણ
ગાંધીજી પોતાનામાં બીજા કરતાં વધારે ચાતુરી છે એમ બતાવે છે. નૌકાસૈન્યમાં અને સિપાઈની નોકરીમાં એ જ નિયમ જાળવવામાં આવે છે અને તેથી જ ઘણે ભાગે તેવાં ખાતાંઓમાં ગરબડ અને અનીતિ ઓછી જોવામાં આવે છે. છતાં વેપારમાં જ બેટી હરીફાઈ રહી છે અને તેનું પરિણામ દગો, લુચ્ચાઈ, ચોરી વગેરે અનીતિ વધી પડી છે. બીજી તરફથી, જે માલ તૈયાર થાય છે તે ખરાબ છે ને સડેલ છે; વેપારી જાણે હું ખાઉં, મજૂર જાણે કે હું છેતરું ને ઘરાક જાણે હું વચમાંથી કમાઈ જાઉં!
આમ વહેવાર બગડે છે ને માણુમાં ખટપટ ઊભી થાય છે, ભૂખમરો જામે છે, હડતાળો વધી પડે છે, શાહુકાર લફંગા બને છે ને ઘરકે નીતિ સાચવતા નથી. એક અન્યાયમાંથી બીજા ઘણા પેદા થાય છે ને અંતે શાહુકાર, વાણોતર ને ઘરાક-બધાં દુઃખી થાય છે ને પાયમાલ થાય છે. જે પ્રજામાં આવા રિવાજ ચાલે છે તે પ્રજા અંતે હેરાન થાય છે. પ્રજાને પૈસે જ ઝેર થઈ પડે છે.
ખરું અર્થશાસ્ત્ર તો ન્યાયબુદ્ધિનું છે. દરેક સ્થિતિમાં રહી ન્યાય કેમ કરવો, નીતિ કેમ જાળવવી એ શાસ્ત્ર જે પ્રજા શીખે છે, તે જ સુખી થાય; બાકી તો ફાંફાં છે ને “વિનાશકાળે વિપરીત બુદ્ધિ” જેવું બને છે. પ્રજાને ગમે તેમ કરી પૈસાદાર થતાં શીખવવું તે વિપરીત બુદ્ધિ શીખવવા જેવું છે.
..
અમેરિકાના રાષ્ટ્રપતિ જે વૈશિંગ્ટન પિતાની બેઠકમાં બેઠા હતા. તેમની પીઠ પાછળ સગડી બળતી હતી. ઠંડી ઓછી હતી ને સગડી ભડકે બળતી હતી. તેથી ઉકળાટ થતે હતે. એટલે રાષ્ટ્રપતિ અકળાઈ બેલી ઊઠયા :
અરે ! આ સગડીએ તો શેકી નાખ્યા !” એ સાંભળી પાસે બેઠેલે પોલીસ અમલદાર કહે : “સાહેબ! લડાઈમાં તે જનરલેને ડગલે ને પગલે અંગારા સહેવા પડે અમલદારને બોલતે અધવચ જ રેકીને વૈશિંગ્ટન બોલ્યા : “ખરેખર, પણ સામી છાતીએ. પીઠ પાછળથી નહીં.”