SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પિંડમાં બ્રહ્માંડને અથવા બિંદુમાં વિરાટને દશાવતું જીવની મોક્ષગતિનું રૂપક મહાપ્રયાણ શ્રી “મધ્યબિન્દુ બિંદુમાન પૃથ્વી પરથી ચાલી નીકળ્યો છે. શરીરમાં હતો ત્યારે તે એ બીબામાં ઢળેલું હતો. જાણે પાણીનો બનેલો બરફ પણ હવે તો એ આકાશમાં મળે છે. બરફ અને પાણી કરતાં તો હવે તે કેટલોયે પારદર્શક બન્યો છે. વરાળ કરતાંયે સૂક્ષ્મ બન્યો છે. પૃથ્વી પરનો અવાજ તો ઘરના અને પાડેશન જ સાંભળી શકે છે, ૫ણુ આકારમાં પહોંચેલે અવાજ એક સ મટો દુનિયાના બધાયે રમિ બે તો સંભળાય છે. બિંદુમાન આકાશમાં ચાલ્યો જાય છે. પહાડો, વૃક્ષો અને પૃથ્વીના આત્માઓ તેને વિદાય આપવા હાથ ઊંચા કરે છે. ત્યારે બિંદુમાન બોલ્યો : * “તમે એમ સમજે છે કે હું તમારાથી છૂટે થઈને જાઉં છું? નહીં. તમારી આગળથી બરફ ઓગળી જાય છે અને પાણી સુકાઈ જાય છે ત્યારે તે હવા બની જાય છે જેને પહેલાં તમે તમારી આગળ જઈ શકતા હતા તે જ પાણી અને બરફ તમારી આંખો આગળથી ગુમ થયેલું લાગે છે. પણ જે હવાથી તમારા પ્રાણ ચાલે છે, તમારા શ્વાસોશ્વાસ ચાલે છે, તે જ હવાનો એક પૂલ આકાર એ પાણી અને બર હતી. તમારી નજર આગળથી લુપ્ત બનીને તે હવારૂપ બની ગયાં એથી શું તે નાશ પામ્યાં છે ? એ તો વધુ જીવન્ત સ્થિતિમાં પહોંચ્યા છે અને તમારાથી વિખૂટાં નથી બન્યાં પણ વધુ સૂક્ષ્મ રૂપે એ પહેલેથી જે સ્પિ તમાં તમારી અંદર છે એ રિથતિમાં આવી ગયાં છે. મારા જવાને ખેદ ન કરશો. હું અહીંથી જાઉં છું ૫ણ અહીંથી છૂટીને નથી જતો, અહીંથી વિસ્તરીને જાઉં છું અને વિસ્તાર પણ કેવો ? નથી તેમાં કશું આવતું કે નથી જતું. સરોવરમાં પથ્થર નાખતા થતા તરંગોને તો તમે જોયા છે. એ તરંગ ચોતરફ વિસ્તરતા જાય છે અને ધીમે ધીમે કિનારે પહેચતા અદશ્ય બની જાય છે. તેઓ જળરૂપ હતા અને જળરૂપ બની ગયા. નાના તરંગમાંથી વિસ્તરીને કિનારે પહોંચતા સુધીમાં તેમણે પોતાના જળરૂપની વ્યાપકતાને અનુભવ લીધે. હું પણ અહીંથી ને નથી જતો, પણ અહીંથી વિસ્તરીને જાઉં છું. એટલે હું અહીંથી ગમે તેટલે દૂર જાઉં તોયે અહીં તે છું જ. તમારી બધી અવરાઓ મારી નજર તળે જ પાંગરતી, પટાતી અને લુપ્ત થતી રહેશે. અને તમે પણ જો એ અવસ્થામાં જ તમારા સ્વરૂપને જોશો, એ અવસ્થાઓને જ તમારું રવરૂપ માનશે તે તમને વારંવાર મૃત્યુનો અનુભવ થશે. અને એ ‘અવસ્થાઓને પોતાના સ્વરૂપ તરીકે જોતા રહેવાથી, એ અવસ્થામાં પિતાનું સ્વરૂપ માનતા-સમજતા રહેવાથી તમારું સૂમ સ્વરૂપે તો તમારી સમજમાં આવતું રહી જ જશે. જેમાંથી તમારા વિચારો સ્કુર છે, જે તમારી બુદ્ધિને સમજે છે, જે તમારા હદયને જાણે છે, તેની સૂક્ષમતામાં તમે બેસતા થશે ત્યારે તમારી બધી અવસ્થાઓ અને બધા સંજોગો પાણી ઉપર આવતા-જતા તરંગે સમાન તમને સમજાશે ખરી રીતે મૃત્યુ જેવી કોઈ વસ્તુ નથી. પણ સ્થળ અવસ્થામાં જ કેવળ ખાપણું સ્વરૂપને માનવું અને સૂક્ષ્મ સ્વરૂપ તરફ અખિો બંધ રહી જવી એમાં જ મૃત્યુને અનુભવ થાય છે. સ્થળ અસ્થાઓ તો પલટાતી જ રહેવાની છે. જે એમને જ કેવળ પોતાનું સારૂપ માને છે. એમાં જ પોતાને અહંકાર અને મમતા બધેિ છે, તેને મૃત્યુને અનુભવ થાય છે. કારણ કે જેમાં કશું પરિવર્તન નથી એવું સ્થિર અને વિનાશરહિત સ્વરૂપે તો એના અનુભવની બહાર જ રહી ગયેલું હોય છે. “અને હું અહીંથી જાઉં છું તે કશી ઇચ્છાથી પ્રેરાઈને જતો નથી. કમળોના સુગંધ અને સૌન્દર્યમાં મુગ્ધ બનેલા બ્રમર હાથીના મુખમાં ચવાઈ જાય છે, તેમ સંસારના વિષયોગમાં આસક્ત બનેવા જ મૃત્યુના મુખમાં ચવાય છે. પુણ્યના પોટલાનો ભાર મેં ઉપાડેલો નથી, સ્વર્ગના ' સુખભોગેનો કે એ સરાઓ સાથે વિહાર કરવાને ભાર સંક૯પ નથી. તેથી મારી ગતિ ધનુષમાંથી છુટેલા તીરની માફક એક બ્રિામાં થતી નથી, ખેરાક શોધવા ચપળતાથી ઊતા કાગડાની માફક
SR No.537008
Book TitleAashirwad 1967 06 Varsh 01 Ank 08
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1967
Total Pages25
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy