________________
૪]
આશીવાદ
[ જુન ૧૯૬૭ જે મનુષ્ય કેવળ શરીરની ભિનતાને લીધે પિતાની અને બીજાની સાથે ભેદભાવથી વર્તે છે, બંને વચ્ચે અંતર જુએ છે (પિતાના પ્રત્યે રાગ અને પક્ષપાત તથા બીજાના પ્રત્યે દ્વેષ અને અન્યાયથી વર્તે છે), તે ભેદદષ્ટિવાળાને મૃત્યુથી ઘર ભય ઉત્પન્ન થાય છે. ૬
અથ માં સર્વભૂતેષુ મૂતામાને તાઢય !
अर्हयेहानमानाम्यां मैत्र्याऽभिन्नेन चक्षुषा ॥७॥ સર્વ પ્રાણીઓને ઘર બનાવીને તેમનામાં તેમના અંતર્યામી આત્મારૂપે હું રહેલો છું. એથી એ પ્રાણીઓ સાથે દાન, માન, મિત્રી, સદ્વ્યવહાર વગેરે દ્વારા અભિનભાવે વર્તવું જોઈ એ. એમાં જ મારી પૂજા છે. ૭
मनसैतानि भूतानि प्रणमेद् बहुमानयन् ।
ईश्वरो जीवकलया प्रविष्टो भगवानिति ॥ ८॥ માટે હે માતા, આ બધાં પ્રાણીઓમાં સાક્ષાત ભગવાન જ પોતાના અંશરૂપે જીવ બનીને પ્રવેશેલા છે એમ સમજી સર્વ પ્રાણીઓને ખૂબ સન્માનપૂર્વક ભગવદુભાવે આદર કર, તેમની સેવા કરવી અને તેમને ભગવાનનાં પ્રકટ સ્વરૂપ ગણી પ્રણામ કરવા ૮
[ શ્રીમદ્ભાગવત તૃતીય સ્કંધ, અધ્યાય ૨૯, શ્લોક ૨૧-૨૭, ૩૪]
દેખાયું ઘણય મનમાં માને છે મારા જેવો કોઈ મસ્ત નથી, એવું પણ માને છે મારા જે કઈ અલમસ્ત નથી. નટખટ થઈને ખટપટ કરતા, પિતાને ચાણક્ય સમજતા, સહુને કહેતા : “જે, મારા જે કઈ જબરજસ્ત નથી.” મસ્તી સહુની સસ્તી થઈ ગઈ સમયવહેણ જ્યાં બદલાયું, ઢળી પડી પાંપણ આંખના બંધબારણે દેખાયું !
--
-
આખી દુનિયા ફરી વળે પણ મેં કોઈને ના સુખિયાયા, રાય-રંકથી માંડીને સહ ખાઉધરા ને ભૂખ્યા જોયા, ઇંદ્ર સમા વૈભવની સામે શાપ હતો ગૌતમને ઓઢી અંધારપિછોડ રોતા સહુને દુખિયા જોયા. આગ છુપાવી અંતરમાં, હસતાં હસતાં ગાણું ગાયું, ઢળી પડી પાંપણ આંખના બંધબારણે દેખાયું.
શ્રી કનૈયાલાલ દવે