SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ मङ्गला य त न म् ભગવાનની પૂજા ક્યાં કરવાની છે? બીમાવાનુવાદ : શ્રી કપિલ ભગવાન માતા દેવહુતિને કહે છે: अहं सर्वेषु भूतेषु भूतात्माऽवस्थितः सदा । तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम् ॥१॥ . હું સર્વ પ્રાણીઓમાં સદા સત્ય સ્વરૂપે રહેલો તેમને આત્મા છું. એથી જેઓ પ્રાણીઓમાં મારી અવજ્ઞા (અપમાન, તિરસ્કાર) કરીને કેવળ મૂર્તિમાં જ મારી પૂજા કરે છે, તેમની એ પૂજા કેવળ દેખાવરૂપ અને મારી મશ્કરી સમાન છે. ૧ यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् । हित्वार्चा भजते मौढ्याद् भस्मन्येव जुहोति सः॥ હું સર્વને આત્મા અને સર્વને ઈશ્વર સર્વ પ્રાણીઓમાં પ્રત્યક્ષ રહેલો છું. છતાં જેઓ પ્રાણીઓમાં (તેમનું હિત કરવારૂપે, પ્રાણીઓની સેવા-ઉપકાર કરવારૂપે) મારા એ પ્રકટ સ્વરૂપની પૂજા કરવાનું છેડીને મૂઢતાથી કેવળ મૂર્તિને ભજે છે, તેઓ (અગ્નિમાં નહીં પણ) ભરૂમમાં જ હેમ કરી રહ્યા છે. ૨ द्विषतः परकाये मां मानिनो भिन्नदर्शिनः । भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति ॥ અભિમાની લેકે પોતાની અંદર અને બીજા પ્રાણીઓનાં શરીરમાં મને જુદે જુદે જોઈને પ્રાણીઓને ઠેષ કરે છે અને તેમની સાથે વૈર બાંધે છે. પરંતુ જે હું તેમનામાં આત્મારૂપે રહેલો છું તે જ હું બીજાં પ્રાણીઓમાં પણ તેમના આત્મારૂપે રહેલે છું. આથી બીજા પ્રાણીઓ સાથે દ્વેષ અને વર કરનારા લોકો માટે જ ઠેષ કરે છે, મારી સાથે જ વેર બાંધે છે. ખરેખર તે તેઓ પિતાની સાથે જ ઠેષ અને વેર બાંધી રહ્યા હોય છે. આવા લેકેનું મન કદી શાન્તિ પ્રાપ્ત કરી શકતું નથી. ૩ अहमुच्चाववैव्यैः क्रिययोत्पन्नयाऽनघे । नैव तुष्येऽचितोऽर्चायां भूतनामावमानिनः ॥ ४॥ હે નિષ્પાપ માતા, જે મનુષ્ય અન્ય પ્રાણીઓને તિરસ્કાર કરે છે, તેમનું અહિત કરે છે, તે મનુષ્ય અનેક નાનાંમોટાં દ્રવ્યથી તથા જુદી જુદી ક્રિયાઓવાળી વિધિઓથી મૂર્તિમાં કરેલી મારી પૂજાથી હું સંતુષ્ટ થતું નથી. ૪ अर्चादावर्चयेत्तावदीश्वरं मां स्वकर्मकृत् । यावन्न वेद स्वहृदि सर्वभूतेष्ववस्थितम् ॥५॥ - મનુષ્ય તેના હૃદયમાં અને સર્વ પ્રાણીઓમાં હું ઈશ્વર રહેલો છું એ વાત જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જ એણે મૂર્તિ, પ્રતિમા, છબી વગેરે સ્થૂલ આકારોમાં પૂજા કરવાની છે. ૫ आत्मनश्च परस्यापि यः करोत्यन्तरोदरम् । तस्य भिन्नडशो मृत्युर्विदधे भयमुल्षणम् ॥
SR No.537008
Book TitleAashirwad 1967 06 Varsh 01 Ank 08
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1967
Total Pages25
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy