________________
છે આ પુસ્તકમાળા વિષે કેટલાક વિદ્વાનો તરફથી મળેલા અભિપ્રાય. 9
આ યોજના બહાર પાડતાં પહેલાં અભિપ્રાય તથા સલાહ માટે અમે તે ગુર્જર વિદ્ધાનેને મોકલી હતી. તે ઉપરથી જે અભિપ્રાય મળ્યા છે, તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે.
ર. રા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ, બી. એ.—પ્રેસપેકટસ હું ધ્યાનથી વાંચી ગયો છું. યોજના ખરેખર યશ આપનારી છે.
ર. સા. જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રી, બી. એ. ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર–તમે જે કામ કરવા ધાર્યું છે તેને હું ફત્તેહ ઈચ્છું છું.
રા, રા, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, બી. એ–જના પુરેપુરી ફતેહમંદ થાઓ એમ હું ઈચ્છું છું.
રા, રા, કેશિકરામ વિઘહરરામ મહેતા, બી. એ. ભાવનગર સ્ટેટના કેળવણી ખાતાના ડીરેકટર–આપની યોજનાથી ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં સારો લાભ થવા સંભવ છે, અને એ પેજના ઉત્તેજનને પાત્ર છે.
રા, રા, છગનલાલ હરિલાલ પંડ્યા, જુનાગઢ સ્ટેટના ચીફ એજ્યુકેશનલ ઑફિસર–જના વાચકવર્ગને લાભકારક જણાય છે, અને તેમાં આપે પ્રસિદ્ધ કરવા ધારેલાં ૨ પુસ્તકો પણ આજસુધી ગુર્જર પ્રજા સમક્ષ મૂકાયેલાં નહિ હોવાથી અભિરૂચિ ઉત્પન્ન કરે એવાં છે.
રા, રામ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, બી. એ., એલએલ.બી–મુંબઈ ઍલકઝ ૧ કોર્ટના જજ-તમારી ધારેલી જના સારી છે.
રા, સા. ગણપતરામ અનુપરામ ત્રવાડી–તમારી પ્રવૃત્તિ શુભ તથા પ્રગતિવાળી હોવાથી મને આનંદ થાય છે. આપણું સાહિત્ય પ્રત્યેની આપની પ્રીતિ, તેના પ્રસાર માટે આપનાં ઉત્સાહ અને સાહસ તથા તેને આચારમાં મુકવા માટેની યોજના હું વર્ષોથી તો આવ્યો છું ને હાલમાં તેને સાક્ષાત અનુભવ થતાં એ લોકહિતના તથા સાહિત્યની અભિવૃદ્ધિના કાર્યમાં તમારો જય ઈચ્છું છું.
ઍન, રા, બ, રમણભાઈ મહીપતરામ નીલકંઠ, બી. એ, એએલ. બી– જના બહુ ઉપયોગી છે. એ રીતે વાંચવા લાયક પુસ્તકોને સારો સંગ્રહ સસ્તી કિંમતે વાચકવર્ગના હાથમાં આવશે, અને સાહિત્યભંડારમાં ધીમે ધીમે વધારે થતે જશે.
મે. કેખુશરૂ અદેશર બાલા, બી. એ., પૃ. ર. ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ-તમે જ્ઞાનવર્ધક પુસ્તકમાળાની યોજના કરવા ધારી છે તેના પ્રોસપેકટ્સ ઉપરથી જણાય છે કે, જે તેજ પ્રમાણે તે યોજના અમલમાં મૂકાય તે પસંદ કરવા જેવી થઈ પડે. '
રા, રા, હિંમતલાલ ગણેશજી અંજારિઆ, એમ.એ., એએલ. બી. મુંબની નિશાળોના ઈન્સ્પેકટર–તમારો પ્રયાસ વાચકોને યોગ્ય લાભ આપી પ્રકાશકોને વેચાણની ખાત્રી આપનાર સર્વ પક્ષને લાભકારક છે એમ મારું માનવું છે; અને ગુર્જર પ્રજા તેને આનંદથી સ્વીકારે તેવો છે.
રારા, રણજીતરામ વાવાભાઈ મહેતા, બી. એ–જના ઘણી સારી છે. તમને સારું ઉત્તેજન મળશે એવી આશા છે. તમે પસંદગી (પુસ્તકોની) પણ સારી કરી છે.
રા, રા. હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રેફ, બી. એ. વડોદરા શ્રી સયાજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ–યોજના અતિ આવકારદાયક છે. ઠે. પીરમશાહ રોડ !
જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ,
મેનેજર, જ્ઞાનવર્ધક પુસ્તકમાળા.
Bકન્વીનર કwઅરજજબ કા
'ધી ડાયમંડ જ્યુબિલી પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું, સલાપસ રેડ–અમદાવાદ.