________________
વાંચન વિભાગ.
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAM
એટલા માટે બહેને ! તમે આ માસિક સ્ત્રી-વાંચન વિભાગ દર મહિને કાળજીથી વાંચજો. એમાંથી દરેક કન્યા, દરેક વહુ, દરેક માતા અને દરેક વિધવાને કંઈ નહિને કાંઈક તે ખાસ ઉપયોગી જ્ઞાન જરૂર મળશે. દુઃખી હેતેને આમાંથી દીલાસો મળી રહેશે; સુખી બહેને અદભવ મળશે અને એ અનુભવથી પિતાના સગાં વહાલાં ને સુખી કરતાં આવડશે.
બહેન ! તમે ઝાઝું ભણ્યાં ન હો તેટલા કારણથી નાઉમેદ થશે નહિ. તમારે માટે તે આ લખાણો ઘણીજ સાદી હેલી ભાષામાં લખવાને વિચાર રાખ્યો છે. જેમ બનશે તેમ હેલા શબ્દો અને આડંબર વગરની ભાષા વડે અને ટુંકાણમાં વધારે જ્ઞાન મળે એવા લેબો આ પત્રમાં આપવા ધાયું છે. તમે એને લાભ લેવામાં આળસ કરશે નહિ. તમારી વ્હેનપણીઓ, હેન, પુત્રીઓ, માતાઓ અને પડેસણોને એ વંચાવશો તો તમે એમની મોટી સેવા બજાવી ગણાશે. વળી તમારા પોતાના અનુભવે તમે આ માસિકમાં લખી મોકલશે તો તેથી પણ તમારી બીજી ઘણી ઑનોને મોટો લાભ થશે. અરસ્પરસ વિચારો અને અનુભવોની આપ-લે કરવાથી દુનીઆને ઘણો ફાયદો થાય છે.
પ્રિય હે ! તમને દેહરા, અપાસરા, સાધુ, સાધ્વીજી, શાસ્ત્ર બહુ સારાં લાગે છે; ટુંકામાં તમને ધર્મ ઉપર બહુ પ્રેમ છે. હા. તમને તે છતાં એમાંથી જોઈએ તે લાભ મળતો નથી, એનું કારણ શું? દેહેરા, અપાસરા, સાધુ, શાસ્ત્રની ભક્તિ અને ઉપાસના દર રોજ કરવા છતા તમારામાં મોટા સગુણો ખીલવા પામ્યા નથી, અને જે શાતિ માટે રાત દિવસ ઝંખના કરે છે તેનું શું કારણ? એ કારણ છે, તમારા પિતાના અંતઃકરણને તેનું કારણ પૂછો. ખરેખર જેઓ અંતઃકરણને ભમીએ બનાવે છે તેને સઘળા ખુલાસા મળી રહે છે. પૂછો ત્યારે તે અંતઃકરણને; પૂછો કે દેહેરા–અપાસરા શા માટે છે અને ત્યાં જઈને શું જોવા-શિખવાનું છે એ બાબત વિચાર કરવાની કોઈ તસ્દી તેણે લીધી હતી? પૂછ કે સાધુ સાધ્વીના શુદ્ધ આચાર અને તેમની પાસેથી મેળવવાના જ્ઞાન સંબંધી કાંઈ વિચાર કદી કર્યો હતો? પૂછે કે શા શબ્દો બોલતી કે સાંભળતી વખતે તે શબ્દોમાં છુપાયેલા “ભાવ”-આશય-ભેદ-રહસ્ય વિચારવાની દરકાર કદી કરી હતી? ત્યારે હવે તમારા પ્રશ્નનો ખુલાસો ખુલે છે કે, તમને ધમ હાલો છે ખરે પણ ધર્મ પર હાલ કેવી રીતે કરવું તે તમે જાણતા નથી. આવો, આ માસિક સ્ત્રી વાંચન વિભાગ દર મહીને વાંચતા રહો, અને તમને તે રીત સંબંધી કાંઈ નહિ ને કાંઈક જાણવાનું જરૂર મળશે. તમારા મગજને અને તમારા અંતઃકરણને ઘણો ખોરાક તેમાંથી મળશે. તેથી તમારું બહારનું અને અંદરનું જીવન સુધરવા પામશે અને તમારા જીવનમાં એક જાતને નવો જુસ્સો, ઉત્સાહ, આનંદ, ઉપયોગિતા આવવા પામશે. તમારા વિચારો વિકાસ પામવાથી તમને જીવન નકામું કે બોજારૂપ નહિ પણ અર્થવાળું અને કર્તવ્યરૂપ લાગશે. અને
પર જ્ઞાન–ખરું જ્ઞાન એ એક એવી વસ્તુ છે કે જે જીવનને અર્થવાળું અને કર્તવ્ય રૂ૫ બનાવી શકે છે.
જે વખતે દુનીઆ કેળવાયલી નહતી, જે વખતે લોકે જુગલીઆ જેવા ભોળા ભદ્રિક અને અજ્ઞાન હતા તેવા વખતમાં પણ શ્રીષભદેવ તીર્થંકરે બ્રાહ્મી અને સુંદરીને ઘણું જ્ઞાન આપ્યું હતું, જે જ્ઞાન વડે તેઓ સ્ત્રી કેળવણીની માતા તરીકે ગણવા પામી છે. ત્યાર પછી દરેક જમાનામાં અને દરેક દેશમાં અનેક સ્ત્રીઓ જ્ઞાન મેળવતી ગઈ છે અને