________________
શ્રી જૈન' વે. કે. હુંરડ
કેટલીક સ્ત્રીઓએ તે પુરૂષો કરતાં પણ વધારે સારી નામના કરી છે. પરન્તુ, નામના કરેા કે ન કરી. એટલું તેા ખરૂ જ છે કે એછામાં ઓછી બુદ્ધિવાળી સ્ત્રી પણ જરૂર જેટલું જ્ઞાન તા મેળવી શકે તેમ છે અને તે જ્ઞાન વડે પેાતાનું શરીર, પેાતાના પતિ અને પુત્ર પુત્રીએ તથા પોતાના પડેાશને ઘણા લાભ અને આનંદ આપી શકે, તથા પોતાના અમર આત્માનું હિત પણ સાધી શકે.
ة
એટલા માટે મ્હેતા ! તમને મળેલા મનુષ્ય જન્મનુ ટૂંકું આયુષ્ય યાદ કરીને દરેકે દરેક પળને સારા ઉપયેાગ કરવા તરફ લક્ષ આપે। અને જ્ઞાન મેળવવાના જેટલા પ્રસંગ મળે તેટલાના પુરેપુરા લાભ લેવાની ચીવટ રાખેા. જ્ઞાન કાંઇ માત્ર પુસ્તકામાંથીજ મળે છે એમ નથી. સજ્જતાએ લખેલાં પુસ્તકા અને ઉત્તમ માસિકા ઉપરાંત દેહેરાં, અપાસરા અને સભાઓમાંથી પણ નાન મળી શકે છે ( પણ તે લેતાં આવડવું જોઇએ) અને સારાં નરસા જે જે સ્ત્રી પુરૂષાના સહવાસમાં આવવાનું અને તેમના ગુણ-દોષ ઉપર મેઢેથી ટીકા ન કરતાં પોતાના મનમાં તે ગુણદોષનુ શાધન કરવાથી ઘણું જાણપણુ વધે છે, એટલુંજ નહિ પણ આપણા ઉપર આવી પડતાં દુ:ખામાંથી પણ ( જો આપણને દુઃખનુ શાસ્ત્ર વાંચતાં આવડતું હોય તેા ) ધણું જ્ઞાન મળી શકે છે-કહા કે જ્ઞાન કરતાં પણ કિંમતી એવું અનુભવ જ્ઞાન મળી શકે છે. માટે જ વિદ્વાનોએ આ દુનીઆને એક નિરંતર ચાલતી નિશાળ કહી છે, કે જે નિશાળમાં દરેક પળે આપણી સમક્ષ એક નહિ ને એક પા! રજુ કરવામાં આવે છે, પરન્તુ તે પાઠે સમજવા, શિખવા, યાદ રાખવા અને ખીજે પ્રસંગે કામમાં લેવા એ કામ આપણું પેાતાનું છે. બચપણ એ નિશાળની એક કલાસ છે, જુવાની એ ખીછ ક્લાસ છે, માતાની સ્થિતિ તથા વૃદ્ધાવસ્થા જૂદી જૂદી કલાસેાજ છે, સગાં સંબધીઓ, મિત્રા અને દુશ્મનેા, સુખા અને સ`કટા, હાસ્ય અને આંસુ એ સર્વ આ નિશાળમાં ભણુવાનાં પુસ્તકા છે. તે પુસ્તકા શું શિખવાઁ માટે મુકાયાં છે તે વિચારવા તમે દરકાર નહિ કરા તા પુસ્તકાને નુકસાન કાંઈજ નથી, નુકસાન બધું તમનેજ છે. જે વિદ્યાથી પુસ્તકને જોઇને રડે છે કે હસે છે તે ભણી શકતે નથી અને પછી ભીખ માગે છે; જે સ્ત્રી કે પુરૂષ ઉપર કહેલાં પુસ્તકા હાથમાં લઈ રડવામાં કે ખીખા કરવામાં વખત ગુમાવે છે તેમને સદા રડવાનુંજ નસીબમાં લખાયલું છે. ત્યારે અેને! સુખ દુઃખ અને શત્રુ મિત્ર એ સર્વને તમને જ્ઞાન આપવા માટે નિર્માયલાં પુસ્તક જ માનજો અને હસવા-રડવામાં વખત નહિ ગુમાવતાં એ સર્વમાંથી સાર અને અનુભવ ગ્રહણ કરવા ચીવટ રાખજો.
તમે એવાં સારગ્રાહી થશેા તા તમારાં ભાઈ ભાંડુ અને પુત્ર પુત્રીઓને પણ એવાજ સારગ્રાહી, આનંદી, વિચારવાન અને પુષ્ટ બનાવી શકશેા અને જે બધી અેનેા એવી રીતે પોતાના કુટુંબને સારગ્રાહી આનદી, વિચારવાન અને પુષ્ટ બનાવે તે આખા દેશ અને આખી દુર્ત સુખી-સ્વરૂપ બની શકે. કહેા ત્યારે જગતને સ્વર્ગ બનાવી દેવું એ કામ પુરૂષની સત્તાનું નહિ પણ સ્ત્રીની સત્તાનુ છે એ વાત ખરી કે નહિ ? ત્યારે તમેા અેને શુ' સ્વની દેવી તરીકેના માનને લાયક ખરી કે નહિ? ત્યારે તમેા અેના પુરૂષની ઉપકારિણી અને મદદ કરનારી ખરી કે નહિ ? તમારૂં જીવન પગરખાંની કીંમતનું નાહ પણ અમૂલ્ય રત્નાથી વધારે કિંમતનું ખરૂં કે નહિ? પ્રિય વ્હેન ! શ્રી પરમાત્માને પ્રાર્થના કરા કે દરેક કન્યા, દરેક પત્ની, દરેક માતા એવા અમૂલ્ય રત્ના કરતાં વધુ કીંમત વાળી હું સ્વની દેવી તુલ્ય અને !