________________
શ્રી જૈન
સ્પે. કે. હું
ત્રી વાંચન વિભાગ. સંપાદિકા-નિર્મળા બહેન. ~~~~~~ ~~
૧, કરતાવરૂપે બોધ. આ વિશાળ દુનીઆમાં કઈ ચીજ નકામી નથી, તે શું સ્ત્રી નકામી હોઈ શકે ? દરેક દેશના ડાહ્યા માણસોએ સ્ત્રીને પુરૂષનું “અડધું અંગ” કહેલું છે અને અભણ પુરૂષ પણ સ્ત્રીને “ધર” માને છે, પુરૂષનું “ધર” અને પુરૂષનું “અડધું અંગ” શું નકામા કે ઓછી કિંમતના પદાર્થ તરીકે ગણી શકાય?
પરંતુ જે ઘરમાં કચરો જ ભર્યો હોય અને જે અંગ સડેલું કે લકવાથી રહી ગયેલું હોય એવું ઘર અને એવું અંગ નકામું ગણાય તે કાંઈ નવાઈ નહિ. - ખરેખર સ્ત્રી કે પુરૂષનું “ઘર” છે–કહે કે ઘરને શણગાર છે અથવા ઘરની દેવી” છે. પુરૂષમાં જે કેમળ ગુણોની ખોટ છે તે ખોટ પૂરનાર સ્ત્રી છે, માટે સ્ત્રી એ પુરૂષનું અડધું અંગ છે. ઉડો વિચાર કરીએ તે ઘરનું, કુટુંબનું, નાતનું, દેશનું–બધાનું સુખ તથા નીતિ તથા સુધારો તથા શાંતિ તથા તનદુરસ્તી એ સર્વને આધાર ઘણે ભાગે સ્ત્રી ઉપર જ છે.
એટલા માટે સ્ત્રી જાતિને તેમના ખાસ ધર્મ સમજાવવાની ઘણી જરૂર છે. અને એ કારણથી આ માસિકમાં સ્ત્રી જાતિને ઉપયોગી વાંચન વખતો વખત આપવાને ઠરાવ કર્યો છે.
બહેને ! તમે ૮-૧૦ વર્ષની ઉમરની નાની બાળકી છે, અથવા પરણવાની તૈયારી કરતી કન્યા છે, અથવા માતા છે અથવા કુટુંબમાં ઉપરીપણું ભેગવતા દાદી હે-ગમે તે સ્થિતિમાં હે-પણ એ દરેક સ્થિતિમાં તમારે તમારા હમણુના અને ભવિષ્યના ધર્મો , જાણી લેવા જોઈએ છે. અજ્ઞાનપણું એ સૌથી મોટું દુઃખ છે. રાગ, ગરીબાઈ, કછુઆ . ટંટા એ સર્વ ઘણે ભાગે અજ્ઞાનપણમાંથી જ નીપજે છે; માટે રોગ અને ગરીબાઈ કરતાં પણ અજ્ઞાનપણું વધારે નુકસાનકારક છે. તમારામાંની નાનામાં નાની કન્યાને પણ અજ્ઞાન રહેવું પાલવે નહિ; કારણ કે તે કાંઈ હમેશ કન્યા રહેવાની નથી. પુરૂષ તે હજીએ કુંવારો રહી શકે, પણ કન્યાને તે તેનાં માબાપ બે વરસ વહેલી મેડી પણ પરણવ્યા વગર નથી જ રહેવાના. ત્યાર પછી જે કન્યા પરણવાને અર્થ ન જાણતી હોય, જે કન્યા વર અને સાસુસસરા સાથે કેમ ચાલવું તે ન જાણતી હોય, જે કન્યા બાળબચ્ચાંને કેમ જાળવવાં તે ન સમજતી હોય, જે કન્યા દુનીઆના તરેહવાર ઢંગથી છેક જ અજાણ હોય, કહો વ્હેને! તેવી કન્યા પાછળથી ગભરાય કે નહિ? દુઃખી થાય કે નહિ? અને દુઃખી માણસ બીજાને સુખી શું કરી શકે ?