________________
આત્મઘાત એક બહેન પ્રત્યે પત્ર.
२४७
' “આત્મભાવ સર્વ જી મહીં, પરમાત્મ બની તું વિચારે
* જેને કશા ઉપર આસક્તિ નથી તેને સર્વ ઉપર છે એજ એ વિરાગની ખૂબી છે. એનું જ નામ રાજગ=સમતા. જ્યારે આસક્તિ તૂટી, અર્થાત એક વ્યક્તિ કે વસ્તુ ઉપર લાગેલી આસક્તિ તૂટી ત્યારે તે તેડાવનાર સંસાર-પુદ્ગલ જાળ – એટલે મોહ કલેશાદિ જાળની નિઃસારતા કરી, તે નિ સારતાના આધારરૂપ સાર કાંઈ કરવું જોઈએ. તે નિર્લેપ, અબાધિત, આનંદમય, સર્વસમાન આત્મભાવ. આ આત્મભાવ ઉપર આસક્તિ બંધાઈ. હવે સમજાશે કે આસક્તિ તૂટત્તાં જ આસક્તિ થઈ. એટલે નિરૂત્સાહ થવાને પ્રસંગ ન આવ્યું. જડ પ્રત્યે આસક્તિ ગમ', એટલે અનાસક્તિ થઈ; પણ આત્મ પ્રત્યે આસક્તિ રહી. માત્ર કાવતરાં, કપટ, દુબુદ્ધિ એ બધાંથી છૂટીને કેવળ પરમાર્થમાં પ્રવૃત્તિ કરી નિરતર આનંદમાં જીવિત ગાળવાને મતેષ પ્રાપ્ત થયો. આ સમાન વધારે સુખ જેને. મળતું હોય તે ભલે બીજી રીતના કઈ વિરાગમાં સુખ શોધે. બાકી જેને અન્ય શાસ્ત્ર જીવન મુક્તિ કહે છે, આપણે જેને શાસ્ત્રો જેને સ્વરૂપ પ્રાપ્તિ કહે છે તે આજ છે. | સ્વરૂપ પ્રાપ્તિ થયે આત્મા છે નાનું શુદ્ધત્વ પ્રાપ્ત કરે છે, કૈવલ્ય મુક્તિ પામે છે; પરમાત્મા બને છે. આ કાવ્યમાં નવરાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા એ ત્રણેની ઝાંખી સૂક્ષ્મ રીતે મનન કરનાર વાચકને જણાઈ આવે તેમ છે, તો જેમ બને તેમ આસકિત શું છે તેને અંતર્લક્ષ કરી તેનાં કારણો, તેની વસ્તુઓ, બારીક રીતે નિહાળીને દૂર કરવાના ઉપાય છે તે પ્રત્યે અનાસક્તિ રાખી પાછી આત્મા પ્રત્યે આસક્તિ રાખી આત્મ રમણમાં તલ્લીન રહી ઉત્તરેતર વ્ય-ધામ-નિર્વાણ સ્થાન-સિદ્ધપદ પમાય છે, તે દરેક ભવ્ય પામો ઈતિશાંતિ:
આસકિત એજ મોક્ષ પ્રા માં-સાક્ષાત્કારમાં અંતરાય રૂપ છે. એ ગઈ તે મોહનીય કર્મ ગયું અને પછી રસ્તે કેમ નલ છે. એ કર્મ ગયું નથી ત્યાં સુધી સમ્યકત્વ–આત્મજ્ઞાન પ્રાપ્ત થયું થતું નથી. આસક્તિ એ પરિણામ છે–મને જન્ય ભાવ છે અને તે
જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મજ્ઞાને નથી અને આત્મજ્ઞાન વગર ત્યાગને વિરાગ ખપના નથી, અને સાથે તે ત્યાગ વિરાગથી આમજ્ઞાન થઈ શકે તેમ પણ છે. શ્રીમદ્ રાજચંદે કહ્યું છે કે –
વૈરાગ્યાદિ સફળ તો, જે સહ આતમજ્ઞાન,
તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. અર્થ–વૈરાગ્ય ત્યાગાદિ ને સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે. અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને ત્યાં આ ભાન ન હોય ત્યાં પણ જે તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતાં હોય તે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે.
સમર્થન –વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે, તે જે સાથે આ ભજ્ઞાન હોય તે સફળ છે; અથ ભવનું મૂળ છેદે છે; અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છેએટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદગુરૂને ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજવળ અંતઃકરણ વિના સદગુરૂને ઉપદેશ પરિણમતે નથી; તથા વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધન છે એમ કહ્યું, અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયાજ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી. વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહે;