SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી જન . . હેલ્થ અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી, કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી; માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણમાં વર્તો અને કાય કલેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંદ જીણુપણું થતું નથી તેમાં તમે મોક્ષભાગને દુરાગ્રહ રાખો નહિ; એમ ક્રિયાજડને કહ્યું અને જે શુષ્ક જ્ઞાનીએ ત્યાગ વૈરાગ્યાદિ સહિત છે, માત્ર વાચજ્ઞાની છે તેને એમ કહ્યું કે–વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે; કારણ વિના ની ઉત્પત્તિ થતી નથી; તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તે આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા છે તે કંઈક આત્મામાં વિચારે; સંસારપ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂછનું અ૫ત્વ, ભેગમાં અનાસકિત તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણ વિના - આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. અને આત્મજ્ઞાન પામે છે તે ગુણો અત્યંત દઢ થાય કેમકે આત્મજ્ઞાન રૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ છો અને આત્મામાં તે ભેગાદિ કામનાની અગ્નિ બન્યાં કરે છે; પૂજા સકારાદિની "ના વારંવાર સ્કુરાયમાન થાય છે: સહજ આસાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જ છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે એ આત્મજ્ઞાનનાં લક્ષણો નહિં? “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છઉં” સમજવામાં આવતું નથી તે સમજે; અને વૈરાગ્યાદિ સાધને પ્રથમ તે આત્મામાં મા કો, કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. વળી ક ૧ - ત્યાગ, વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; - અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે જ ભાન. ૭ અર્થ-જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ અને ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય, અને જે ત્યાગ વિરાગમાંજ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પિતાનું ભાન ભૂલે; અર્થાત અજ્ઞાનપૂર્વક રાગ વૈરા હેવાથી તે પૂજા સકારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. સમર્થન–જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્યા : પુણે ઉત્પન્ન થયા નથી, એવા જીવને આત્મજ્ઞાન ન થાય, કેમકે મલીન અંતઃકરણપ ર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગ વિરાગમાં રાગ - કૃતાર્થતા માને તે પણું પિતાના આત્માનું ભાન ભૂલે, આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગ વૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંશયાદિ પ્રવૃત્તિ થઈ જાય તેથી સંસારને ઉછેદ ન થાય; માત્ર ત્યાં જ અટકવું થાય; અર્થાત તે આત્મજ્ઞાનને પામે નહીં એમ ક્રિયાજડને સાધન-ક્રિયા-અને તે સાધનનું જેથી ફેલપણું થાય છે એવા આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો, અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વિરાગા સાધનને ઉપદેશ કરી વાચા જ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આવું નિવાસ. –જ્યાં કષાય પાતળા પડયા છે, એક મોક્ષપદ સિવા બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસારપર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણુ મતપર જેને દયા છે, એવા જીવને
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy