________________
આત્મઘાત-એક બહેન પ્રત્યે પત્ર. -
ર૪૫ પતિઓનો ત્યાગ કરી શકીએ? એતો તમારે પિતાને જોવાનું છે કે તે કેમ અને કેવા પ્રકારે થઈ શકે, બાકી સત્ય તો એ છે કે સત્ય અથવા ઇશ્વર તમારા પિતા માતા, પત્નિ ગુરૂ, પિતામહ, દરબાર સર્વસ્વ બને. દરેક પદાર્થ પરની તમારી આસક્તિ કહી નાખે. અને માત્ર એક જ વસ્તુ પર તમારી એકાગ્ર દૃષ્ટિ રાખો અને તે એક જ વસ્તુ, એકજ સત્ય તે તમારી દીવ્યતા છે. એમ થયે તે જ ક્ષણે તમેને સાક્ષાત્કાર થશે.”
આમાં વાત એજ કહી છે કે દરેક પદાર્થપરથી આસક્તિ કાઢી નાખે, અને એજ પ્રકારનું કાવ્ય છે તે જાણવું છે -- સોરઠી ગઝલ (ડૂબે આજ તાપ વિલાપમાં, બંધુ મારો વિક્રમાદિત્યરે. એ રાગ.)
દુખે ચિંતવે મન આદિના, સુખે કોઈના કદિ સાંભરે. સહદર સગાં શું રાચતે, સ્ત્રીસંગમાં બહું હાલતો; સ્થિર ના થયે શિવ પ્રીમિ, કાર્ય ક્યાં થકી હારું સરે?--દુખે ચિંતવે. સુખ જ્યાં મને માની લીધું તે સ્થાનનું સ્મરણ કીધું; તે સુખ ગયું ને દુઃખ રહ્યું, તે સુખાર્થે યાદ પ્રભુ કરે.
દુઃખે ચિંતવે મન આદિનાથ, સુખે કોઈના કદિ સાંભરે. એ દુઃખ છે એ સુખ છે, એ સત્ય નાહીં કદી ખરે-–દુખે ચિંતવે. આત્મા જ વિલસી રહ્યા, આત્મા સ્વજ્ઞાન ભૂલી ગયો; આસક્તિથી પરિબદ્ધ થઈ, નવાં રૂપ લઈ તું અવતરે–દુઃખે ચિંતવે. આસક્તિથી તું મુક્ત છે. અનાસક્તિમાં તું પ્રવૃત્ત થા; આત્મભાવ સર્વ જીવો મરી પરમાત્મ બની તું વિચરે–-દુઃખે ચિંતવે.
- દુઃખ છે એ સુખ છે................. (ફેબ્રુઆરી ૧૯૧૦ આનંદ મામિ - પુ. ૮ અંક ૩-૪ ૧૮૩૮ કારતક-માગશર.)
હવે આ કાવ્યના છેલ્લા બાગનું કરેલું વિવેચન અત્ર ટાંકું છું.
જ્યાં સુધી સંસારના વ્યવહારના વિષય લાલસાની તપ્તિ અર્થે રસ લેવાય છે, ત્યાં સુધી આસક્તિ રહે છે. જેટલો વધારે રસ તેટલાં વધારે ચીકટ કર્મ, અને કર્મનું જેટલું ચીકટપણું, તેટલો વધારે પુરૂષાર્થ તેનાં ક્ષય અર્થે કરવાનું છે. પુરૂષાર્થ એટલે વીર્ય, શક્તિ. આ શક્તિ આત્મામાં અખૂટ અને અનંત ભરેલી છે, ફક્ત તે કર્મનાં દળથી-સમહથી આવરાયેલી છે, તેથી તે ફુટ રીતે પ્રગટ થઈ શક્તી નથી.
આસક્તિ શાથી થાય છે? મુખ્ય કારણ તો એ છે કે અમુક આસક્તિનું પાત્રવળગવાની વસ્તુ હોય છે તે છે. સંસાર અગાધ દુઃખ, કલેશ, કલહ, કાવતરાં, કાળાધાળથી ભરપૂર છે, તેમાં કાંઈ પણ આધાર એટલે એવી કોઈ વળગવાની વસ્તુ કે જેને માટે મનુષ્ય નિરંતર પ્રવૃત્તિમાન થાય. તે ન હોય, કોઈ પ્રેમસ્થાન ઉપર મનુષ્યને જીવ ન બંધાયો હોય તો કયા વિચારવાનું સ્ત્રી કે પુરૂષ એક ક્ષણવાર પણ એ દુખ વહેરે? જ્યારે જ્યારે આ આધાર હોય તે નૂર છે ત્યારે ત્યારે આ ઉગ્ર વિરાગ થઈ આવે છે–ઉઝ એટલા માટે કે પછી સંસારાસક્તિ થતી જ નથી, બાકી સ્મશાન વિરાગ જેવા મંદવિરાગ તે લાખો પામરને થાય છે થશે ને થયા હશે પણ તે કાંઈ કામના નહિ.