________________
શ્રી જેન . ક. હેડ.
અને રાજ્યપહારી, એરટા અને લફંગા, કામાંધ, નરાધમ અને સ્ત્રીના સતીત્વને ભ્રષ્ટ કરનાર, દુરાચારી, ખુની અને શઠને અન્યાયાચરણ કરતા અને ઉપદ્રવ આપતા અટકાવવાની અનિવાર્ય અગત્ય તરફ તેઓએ દુર્લક્ષ આપ્યું. નિર્દોષને પીડા આપતા, વિશુદ્ધને ભ્રષ્ટ કરતા, અને અન્યના વ્યાજબી હકક ઉપર તરાપ મારતા-દુષ્ટ સ્વભાવવાળા મનુષ્યના હૃદયને ન્યાયપુર:સર ક્રોધ અને તેને અંગે નીપજતાં પરીણામના ભયથી તેમ કરતા અટકાવે એમ માનવભાવના સ્વીકારે છે, તે વાત તેઓ વિસરી ગયા. જે મનુષ્ય અધમ અથવા ઝેર અને જુલમની જબરજસ્તીથી જમાવેલી સત્તાને સહન કરી, “ ચાલે તેમ ચાલવા દેવાની રીત” રાખે છે, તે એક રીતે તેને અનુમોદન આપી ઉત્તેજે છે, અને તેથી દુરાચારીના અમ્યુદય અને પ્રાબલ્યની વૃદ્ધિ માટે કેટલેક અંશે જવાબદાર છે એ સત્યમાં રહેલા આવશ્યક અને મહાન રહસ્યને તેઓ પ્રત્યક્ષ કરી શક્યા નહિ. અહિંસાને અગ્ય વ્યવહાર–
આ અહિંસાને નિર્મતિ અને અયોગ્ય વ્યવહાર કહાણરૂપે પલટી જઈ સુવ્યવસ્થાના સુંદર દેહમાં વિષરૂપે પ્રસરે છે, શક્તિને વીર્ય કરી મૂકે છે અને પુરૂષો અને સ્ત્રીઓને ચસકેલ મગજના, ચિત્તભ્રમિત, નિસ્તેજ બનાવી મહત્વાકાંક્ષા અને ઉચ્ચ સદ્ગ
ની પ્રાપ્તિ પાછળ અપ્રતિહત ખંથી મંડયા રહેવામાં જોઈતા સામર્થ્ય વિનાના અને નમાલા કરી મૂકે છે, તેનાથી મનુષ્યહૃદય એકલતીલું અને ભીરૂ બની જાય છે. જૈનધર્મના સંસ્થાપકો આત્મસંયમન અને દેહદમનમાં જીવનને વ્યતિત કરનાર મહાત્માઓ હતા. તેમના અનુયાયી જૈન સાધુઓ વિકારને નાશ કરવામાં મહાન સંભવિત વિજય પ્રાપ્ત કરનારા મહાપુરૂષોની કટિમાં આવે છે. ટોલરાવને અહિંસા સિદ્ધાંત થોડાં જ વર્ષ પહેલાં જ જન્મ પામ્યો છે. જૈન અહિંસાને ભારત ત્રણ હજાર વર્ષથી જાણતે આવ્યો છે. પૃથ્વીતળ ઉપર એક એવો દેશ નથી કે જેને ભરતવર્ષની માફક સૈકાઓ થયાં આવા અનેક અહિંસાવાદીઓ શોભાવી રહ્યા હોય પણ પૃથ્વીતળ પર એવોયે એક દેશ નથી કે જે હાલના અથવા છેલ્લાં પંદર શતકના ભારતવર્ષ માફક તદન કચડાઈ ગયેલો અને પૌરૂષ ત્વના એકેએક અંશ ગુમાવી બેઠેલો હેય. કેટલાક લોકો કહેશે કે ભારતવર્ષની આ સ્થિતિ અહિંસાવાદનું પરિણામ નથી, પણ બીજા સદ્ગણોને તિલાંજલી આપવાનું પરિણામ છે. પણ હું તો આગ્રહપૂર્વક માનું છું કે ગેરવ, મનુષ્ય, અને સગુણના માર્ગને વિસારે પાડી અધ:પતન આણનાર જે જે કારણો છે, તેમાંથી એક અહિંસાવાદના ઉચ્ચ સત્યની વિકૃતિ છે. અત્યંત ખેદ છે એથી જ થાય છે કે જે લેકે આ સિદ્ધાંતને સંપૂર્ણ શ્રદ્ધાથી વળગી રહે છે, તેઓ પોતાના જ વર્તનથી બતાવી આપે છે કે આ સત્યને વિપરીત વ્યવહાર મનુષ્યોને દાંભિક, નિર્માલ્ય અને શુદ્ર જીવનને માગે દેરી જાય છે. મારા કુટુંબનું ઉદાહરણ–મા જૈનધર્મનો ત્યાગ –
મારો જન્મ જૈન કુટુંબમાં થયો હતો, મારા દાદાને અહિંસામાં અત્યંત શ્રદ્ધા હતી. એટલે સુધી કે સર્પને મારવા કરતાં તેનાથી મૃત્યુ પામવાનું વધારે પસંદ કરે. તે એક જંતુને પણ ઇજા કરતા નહિ, ધાર્મિક ક્રિયાઓમાં કેટલાક કલાકના કલાક ગાળતા. દેખીતી રીતે તે એક સગુણ નર હતા અને કોમમાં માતબર માણસ ગણતા. સને તેમની પ્રતિ ભાન ઉત્પન્ન થતું. તેમના ભાઈ સાધુ થયા હતા અને પિતાના પથમાં એક પ્રતિકાશાળી