SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી જન ક. કે. હેડ. ગઈ શ્રી ગૌતમઋષિની કીર્તિ સ્વર્ગપયત વ્યાપી જવાથી લોકોમાં કહેવાતી કહેવત ( ભામણની આંખમાં ઝેર હોય ) પ્રમાણે ઘણા ખરા બ્રાહ્મણોને મૈતમઋષિની કીર્તિની ઈર્ષા આવી અને ગમે તે પ્રકારે પણ શ્રી ચૈતભઋષિ પટકી પડે તે ઠીક એને એ વિચારમાં બ્રાહ્મણોએ એક એવી યુક્તિ શોધી કાઢી કે એક બનાવટી-કૃત્રિમ-ગાય કરીને તેમના જવના ખેતરમાં મૂકવી અને ગૌતમ તે ગાયને હાંકવા આવે કે તુરત ગાય મરણ પામે અને તે ઉપરથી ગૌતમને ગૌહત્યારો ઠરાવીને ન્યાત બહાર મુકી દેવો આવી, નીચ યુક્તિ શોધીને તેજ પ્રમાણે શ્રી ગૈાતમઋષિના જવના ખેતરમાં ગુપ્તપણે કૃત્રિમ ગાય ઉભી કરી દીધી. શ્રી ગામના જોવામાં તે ગાય આવવાથી, તે ગાયને પિતાના ખેતરમાંથી બહાર કાઢવા માટે એક દર્ભની સળી લઈને ગાય તરફ ફેંકી કે તરતજ ગાય નીચે પડી ગઈ અને મરણ પામી. આ સમયે ઘણા બ્રાહ્મણો આસપાસ સંતાઈ રહ્યા હતા. તેઓ ઈરાદાપૂર્વક બહાર આવીને ૌતમે ગાયને મારી નાંખી છે માટે “ગૌતમ શૈહય રો ગતિમ ગેહત્યારો ”એવા પોકારો, માર્યા અને મૈતમને ભ્રષ્ટ ગણીને તેમની સાથેનો વ્યવહાર બંધ કર્યો. પરમ પવિત્ર શ્રી ગૌતમ ઋષિએ જાહેર રીતે પાવન થવા સારૂ છે અદમોચિની ગંગાજી ઉપર સખ્ત તપ કર્યું. શ્રી ગંગાજીએ પ્રકટ થઈ સર્વ લોકે દે તેમ શ્રી ગૌતમ ઋષિને પાવન કર્યા તેથી તમઋષિ પાછા જ્ઞાતિમાં દાખલ થયા. આને મળતું જ આટલું જ લગભગ કથન શિવપુરાણમાં છે. આ કથનમાં લકે તથા ઇતર પૌરાણિક કંઈક વિશેષ ઉમેરીને એવું કહે છે કે શ્રી ગૌતમ ઋષિને બ્રાહ્મણોએ વિના વાંકે પજવ્યા તેથી શ્રી તમઋષિની આંખમાં બ્રાહ્મણે માટે ઝેર આવ્યું અને વૈરને બદલો લેવા માટે અને બ્રાહ્મણોએ લોકોનું દ્રવ્ય હરણ કરવા વાતે પાથરેલી જાળ તેડી પાડવા માટે જ વેદ ધર્મને સામે એટલે બ્રાહ્મણ ધર્મની સામે પિતાને જૈનધર્મ નામે મત ચલાવ્યું. ધર્મના નામ યજ્ઞમાં બ્રાહ્મણો ગાય, પાડા, બકરાં, અશ્વ, મનુષ્ય, વગેરે હોમાવતા અને નિરપરાધી પ્રાણી, ની પ્રાણ હરણ કરાવતા હતા; ઉપરાંત તે છેવોના માસોનું ભક્ષણ પણ કરતા હતા. બી ગતમે એ બ્રાહ્મણોની હિંસકવૃતિ અને પાછા સજીવન કરવાના ડોળની સામે અહિંસાનો ઉપદેશ ચલાવ્યો. લાખો મનુષ્યો અને રાજાઓને જણાયું કે યજ્ઞને નામે હિંસા કરવી તે વ્યાજબી નથી તેથી તે લોકો શ્રી ગૌતમના જૈન ધર્મમાં ભળ્યા તેથી બ્રાહ્મણોની આજીવિકામાં ઘણેજ ફેર પડી ગયું. શ્રી ગૌતમે ગાયના પુંછડાને ઝુડે વગેરે બનાવ્યા તે રજોહરણમાં દેખાય છે, આવા પ્રકારની પરાણિકોની કથાને સાર એટલો જ નીકળે છે કે શ્રી ગૌતમને દુઃખતું હતું પેટ અને કુટવા માંડયુ માથું એ નિયમ પ્રમાણેજ વેદ | સામે જૈનધર્મ નામનું પાખંડ પિતાનું વૈર લેવા નિમેત્તિજ ઉભું કરેલું છે. આવી દન કથા લેકમાં ચાલે છે. આ દંતકથા શિવપુરાણ ઉપરથી લોકેએ તદ્દન કલ્પી કાઢી છે, કારણ કે શિવપુરાણમાં શ્રી ગૌતમે જૈનધર્મ ચલાવ્યો. એ હકીક્ત જ નથી મળતી, વળી , નધર્મ માટે શ્રીમદ્ ભાગવત પુરાણમાં તે ભવિષ્ય ભાખ્યું છે તેમાં પણ શ્રી ગૌતમ નધર્મ ચલાવશે એમ નથી લખ્યું પણ કેકેકેકેટ દેશનો આહત નામે રાજા જનધર્મ ચલાવશે એમ લખ્યું છે. આ ઉપરથી એમ સમજાય છે કે જૈનધર્મના ઇંદ્રભૂતિ ઉફે ગૌતમનું નામ સાંભળીને લોકોએ જૈનધર્મ ગમે ચલાવ્યો છે એમ બ્રાંતિથી માની લીધેલું છે. ખરું જોતાં ન ધર્મ તો શ્રી રૂષભદેવજીથી ચાલેલ છે અને શ્રી મહાવીર પ્રભુના એકશિષ્ય તરીકેજ ઈદ્રભૂતિ નામના ગોતમ ગોત્રી બ્રાહ્મણ હતા.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy