________________
જન ધમને અન્ય ધર્મોમાં ઉલેખ.
૨૩૫
www
w
બેસતી થતી નથી. જૈન માન્યતા પ્રમાણે તેમનાથ અને પાર્શ્વનાથ એ બે ભાઈ જ ન હતા. એ બને તીર્થકરે વચ્ચે ૮૩ હજાર વર્ષનું લગભગ અંતર હતું. બંને શુરવીર રાજપુત્રો હતા. તેમને અને મહેંદ્રનાથજીને કશો સંબંધ ન હતા. વળી જિનધર્મ કાંઇ નેમનાથથી ચાલ્યો નથી પણ ઋષભદેવજીથી જૈનધર્મ પ્રચલિત થયું છે. હવે મચેંદ્રનાથજી તથા બોરક્ષનાથજી ક્યારે થઈ ગયા તેનો વિચાર કરીએ. જગત ગુરૂ શ્રી આદિશંકરાચાર્યને થયાં આજે ૨૩૮૦ વર્ષ થયાં છે. શ્રી મહાવીર નિર્વાણ પછી ૩૧ મેં વર્ષે શ્રી આદિશંકરાચાર્ય ચાર્યજી જનમ્યા હતા. શ્રી આદિશંકરાચાર્યજી જ્યારે મંડન મિશ્રની સ્ત્રી ઉભયભારતી સાથે શાસ્ત્રાર્થમાં હાર્યા ત્યારે કામશાસ્ત્રને અનુભવ મેળવવા સારૂ, મરણવશ થયેલા અમરક રાજાના શરીરમાં પ્રવેશ કરવા વિચાર કર્યો ત્યારે શ્રી પદ્મપાદે શ્રી આદિ શંકરાચાર્ય છને કહ્યું કે ઘણું વર્ષો પહેલાં શ્રી મહેંદ્રનાથજીએ પણ સંસાર ભોગવવાની ઈચ્છા કરી તી, આ ઉપરથી સમજી શકાય છે કે શ્રી આદિ શંકરાચાર્યજીની પહેલાં ઘણાં વર્ષે શ્રી મર્ચે નાથજી થઈ ગયા છે. શ્રી મહાવીર કે પછી ૩૧ વર્ષે જ શ્રી આદિશંકરાચાર્યજી થયા માટે શ્રી મહાવીર પ્રભુની પણ અગાઉ ની ગોરક્ષનાથ વગેરે થઈ ગયા હોય એમ જણાય છે. મહાવીર પ્રભુ પહેલાં ૨૫ વર્ષે લગભગ શ્રી પાર્શ્વનાથ સ્વામી થઈ ગયા છે. શ્રી પાર્શ્વનાથજી પ્રભુના સમયમાં અગર તેમની પણ અગાડી શ્રી મહેંદ્રનાથજી તથા શ્રી ગેરનાથજી થઈ ગયા હોય એમ જણાય છે કારણ કે શ્રી આદિ શંકરાચાર્યજી પહેલાં ઘણાં વર્ષ શ્રી ગોરક્ષનાથ વગેરે થઈ ગયા હતા એમ શ્રી શંકરદિગ્વિજયમાં લખ્યું છે. શ્રી મર્ચંદ્રનાથજી અને શ્રી ગોરક્ષનાથજી કદાચ શ્રી પાર્શ્વનાથજીના સમકાલિન હોય અને તે સર્વે નાથ કહેવાતા તેથી નાથ સંપ્રદાયવાળાઓ પાર્શ્વનાથજી તથા તેમનાથજી પ્રભુને નાથ સંપ્રદાયમાં ભેળવી દે છે પણ તે વાત જૈન ઈતિહાસ સાથે બિલકુલ મળતી આવતી નથી; એમનાથ અને પાર્શ્વનાથની હૈયાતીને તો પુરા જગતના બીજા ધર્મોના ઇતિહાસમાંથી નહિ મળતો હોવાથી માત્ર જૈન પરંપરા પ્રમાણ ઉપરજ આ બાબતમાં આધાર રાખીને મતેષ માનવો પડશે. શ્રી મહેંદ્રનાથજી અને શ્રી પાર્શ્વનાથજી સમકાલિન હતા તથા બંનેમાં નાથ શબ્દ આવે છે તથા બંને યોગી-વૈરાગી હતા વગેરે બાબતો ઉપરથી નાથ સંપ્રદાયવાળાએ શ્રી પાર્શ્વનાથજીને નાથ સંપ્રદાયમાં જોડી દીધા જણાય છે પણ ખરું જોતાં તો પાર્શ્વનાથજી એક રાજકુમાર હતા. તેમનાથ પ્રભુ તે શ્રીકૃષ્ણ ભગવાનના વખતમાં થઈ ગયા છે. શ્રીકૃષ્ણ ભગવાનના સમય પછી ઘણું વર્ષ શ્રી મર્ચંદ્રનાથજી થયા હતા માટે નેમનાથ પ્રભુ તથા શ્રી મદ્ર સમકાલિન જ હતા નહિ,
પિરાણિકમાં ચાલતી એક દંતકથા અને તેમાં શિવ પુરાણની કઈક સહાનુભૂતિ – શિવપુરાણમાં તમઋષિના સંબંધમાં એક એવી આખ્યાયિકા છે કે “એક વખતે આ ભરતક્ષેત્રમાં ઉપરાઉપરી ઘણું દુષ્કાળ પડવાથી બ્રાહ્મણો સહિત તમામ માણસો ભુખમરાથી પીડાવા લાગ્યા. આવા કટોકટીના સમયમાં શ્રી ગૌતમ ઋષિ એક મહાન પ્રતાપી પુરૂષ ગણાતા હતા તેથી સર્વ બ્રાહ્મણ સહવર્તમાન શ્રી ગૌતમ ઋષિને શરણે ગયા. શ્રી ગૌતમ ઋષિએ પિતાના તપેબલ અને અધ્યાત્મ બલવડે સવારે જવ વાવે અને સાંજે લણે એવી સિદ્ધિને પ્રયોગ અજમાવીને તમામ લોકોને સાત કે બાર દુકાળ ઉતાર્યા. આવા મહાન કાર્યવડે સકલ પ્રજા શ્રી ગૌતમ ઋષિના અહેશાનમાં દબાઈ