SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી જૈન શ્વે. કે. હેલ્ડ. | નાથ સંપ્રદાયમાં વન વન–પરમ ગીરાજ શ્રી મહેંદ્રનાથ તથા ગોરક્ષનાથ થી નાથ સંપ્રદાયની વિશેષ વૃદ્ધિ થઈ હતી. આ નવ નાથની સંપ્રદાયમાં જૈને માટે એવું કથન છે કે “ એક વખતે મહેંદ્રનાથને સંસાર ભોગવવાની ઇરછા થઈ તેથી ગિરનાર પર્વતની ધ્યાન ગુફામાંથી બહાર નીકળીને પિતાના શિષ્ય ગોરક્ષનાથને પિતાની સંસાર ભેગવવાની ઇચ્છા જણાવી અને અમુક મુદતે પાછો આવીશ એમ કહીને શ્રી મર્યો. નાથજી ભરતક્ષેત્રમાં વિહાર કરવા લાગ્યા અને કેમે કરીને કામરૂપ દેશમાં પધાર્યા. કામરૂપ દેશમાં ત્રિયારા –સ્ત્રીઓનું રાજ્ય હતું. લગભગ તમામ સ્ત્રીઓ મંત્રશાસ્ત્રમાં પ્રવિણ હતી. શ્રી મહેંદ્રનું શરીર લાવણ્ય જોઇને કામરૂપ દેશના રાજા તરીકે રાજ્ય ચલાવતી મુખ્ય રાણું નામે મેનાવતી (કોઈ બીજાં નામો પણ આપે છે.) હતી તે શ્રીમહેંદ્ર ઉપર મેહ પામી. શ્રી મદ્રનાથ પણ મેનામાં લપટાયા. ઘણું વર્ષ સુધી બંનેએ સંસારસુખ ભોગવ્યાં, કાળે કરીને શ્રીમહેંદ્રનાથવડે મેનાને બે પુત્ર ઉત્પન્ન થયા તેમનાં નામ નેમનાથ અને પાર્શ્વનાથ પાડયાં હતાં. ગિરનારથી નીકળતી વખતે મહેંદ્રનાથે શ્રીગોરક્ષનાથને અમુક મુદ્દત આપેલી તે પુરી થઈ જવા છતાં પણ ગુરૂ મહેંદનાથજી પાછા નહિ આવવાથી શ્રીગેરક્ષ નાથજી મહાત્મા મચેંદ્રનાથજીને શોધવા નીકળ્યા અને નાની સાથે કંપનીમાં ભળી ગામોગામ “ચેત મછંદર ગોરખ આયા” એ વાક્યનું ઉચ્ચારણ કરતા કરતા કામરૂપ દેશમાં પધાર્યા. ત્યાં શ્રી મર્ચંદ્રનાથ અને ગોરક્ષનાથને સમાગમ થયો. મેનાની રજા લઈને સુવર્ણની ઈંટ સહવર્તમાન નેમનાથ અને પાર્શ્વનાથને સાથે લઈને મહેંદ્રનાથજી તથા ગેરક્ષનાથજીએ પ્રાતઃસ્મરણીય ગિરનારને રસ્તે ચાલવા માંડયું, રતામાં ઈંટને વાવમાં ફેંકી દીધી પછી એક શહેરમાં આવીને ઉતર્યા. તે શહેરમાં વણિક કામની વસ્તી ઘણી હતી અને તેજ દિવસે વણિકોમાં મેટું જમણ હતું. જમણસ્થાને એક ગાયની વાછડી મરણ પામેલી પડી હતી. તેમનાથ અને પાર્શ્વનાથ ભીક્ષા અર્થે ગામમાં નીકળ્યા અને જ્યાં વાછડીનું મુડદુ પડયું હતું અને વણિકોની ભોજનશાળા ચાલતી હતી ત્યાં આવી પહોંચ્યા. વણિકોએ તે બંને બાળકોને લાડુથી ઝેળી ભરી આપવાનું કહી, ભેળવીને તે વાછડીનું મુડદુ એ બાળકો પાસે ઢસડાવી ઘણે દૂર નંખાવી દીધું પછી લા ની ઝેળી ભરી આપી. લાડુની ઝેળી ભરીને આસને પાછા આવ્યા ત્યારે શ્રી મચેંદ્રનાથજી તથા શ્રી ગોરક્ષનાથજીના જાણવામાં તે વાત સમાધિદ્વારા આવી અને બંને પુત્રને વણિકોએ જષ્ટ ર્યા છે માટે તે પુત્રો વણિ મને સેંપવા જોઈએ એમ વિચાર કરીને તે મહાન યોગીઓ બંને પુત્રો સહિત વણિકા પાસે આવ્યા, અને વણિકોને ધમકાવ્યા. વણિકો તે મહાત્માથી ર્યા અને પ્રાયશ્ચિત માગ્યું ત્યારે શ્રી મર્ચંદ્રનાથજી તથા શ્રી ગોરક્ષનાથજીએ વણિક કોમને આજ્ઞા કરી કે આ અમારા ભ્રષ્ટ થએલા પુત્રે નામે તેમનાથ તથા પાર્શ્વનાથને તમે ભૂલ ખવરાવી છે માટે તમો સર્વે તેમને માને પુજે તથા તેમનું ભજન કરે એથી તમારું કલ્યાણ થશે. એ નેમનાથ તથા પાર્શ્વનાથ પરમપદને પામશે અને તમારો જૈનધર્મ આજથી પ્રસિદ્ધ થશે અને પાછળથી મંત્ર ચલાવવા, લેછ રહેવું, વેદની નિંદા કરવી વગેરે આચારો તમારા ધર્મમાં દાખલ થશે.” આ હકીકતને મળતી જ હકીક્ત નવનાથના સંપ્રદાયવાળાઓ ભજન વગેરે દ્વારા બતાવે છે, અને જેનામતને પાખંડ મત માને છે. મુડ-જેહરણ છે તે ગાયનું પૂછડું છે એમ તેઓ માને છે. આ માન્યતાના સંબંધમાં વિચાર કરીએ તે નાથ સંપ્રદાયની માન્ય છે ઐતિહાસિક પ્રમાણુ સાથે બંધ
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy