SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી જૈન શ્વે. કા. હેરેલ. ANAA ANAAAAAAAAAAAAAAAAA છે જેથી એમ સમજી શકાય છે કે કાલનાં અણુમાન વાળા દિગંબરોની શાખા પણ તાંબરે સામે મૂળથી જ ચાલી આવે છે તથા દિગંબરોમાં મહાન વિદ્વાને થએલા તથા મહાન રાજાઓ થએલા અને તેઓ વેદાન્તમતાનુયાયીને મહાન વિદ્વાનની સાથે શાસ્ત્રાર્થમાં ઉતરેલા. શ્રી દ્વારિકાની શંકરાચાર્યજીની પરંપરા પ્રમાણે શ્રી શંકરાચાર્યજીને થયાં આજે ૨૩૮૦-૮૧ વર્ષ થયાં છે. શ્રી આદિ શ્રી શંકરાચાર્યજી ૩૨ વર્ષ જીવ્યા એટલે ૨૩૮૧ –૩૨=૨૪૧૩ માં શ્રી શંકરાચાર્યજીને જન્મ. આજથી ૨૪૪૪ વર્ષે શ્રી મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા. ૨૪૪૪-૨૪૧૭=૩૧. મહાવીર નિવાણ પછી ૩૧ મે વર્ષે શ્રી શંકરાચાર્યજી જનમ્યા અને ૬૩ મેં વર્ષે કૈલાસ પધાર્યા. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે આદિશંકરાચાર્યજી અને શ્રી મહાવીર પ્રભુના પટ્ટશિષ્ય સુધમસ્વિામી તથા જંબુસ્વામી સમકાલન હતા. શ્રી શંકરાચાર્યજીને મહાન ભક્ત અને હિંદમાં ચક્રવર્તિ સુધન્વા રાજા પણ આજ સમયમાં હતો. બૌદ્ધધર્મની મુખ્ય ચાર લાખાઓ, શાક્ત, વૈશ્નવ, કાપાલિક, પશુપત, ચાર્વાક વગેરે પંથે પણ તે સમયે હયાતી ધરાવતા હતા. શ્રી શંકરાચાર્યજીએ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા કરી હતી તે ઉપરથી સમજાય છે કે જેનોની પેઠે તે વખતે અન્ય લોકોમાં પણ અતિ પૂજાનો પ્રચાર હતો. એટલું તે નિર્વિવાદ છે કે આદિ શંકરાચાર્યજીના સમયમાં જેન કરતાં બૌદ્ધધર્મ ખાસ ભરતક્ષેત્રમાં પણ વિશેષ કાબુ ધરાવતો હતો. જો કે શ્રી શંકરાચાર્યજીએ જૈન તથા બૌદ્ધ ધર્મને મોટે ધકો લગાવ્યો હતો પણ તેમાં બૌદ્ધધર્મને તે ભરજે કરી દીધે; જૈનધર્મ તદ્દન ભર ન થયો હતો જેના પરિણામે અત્યારે અને તે પહેલાં જેનધર્મ જેવા પરમ પવિત્ર ધર્મની હયાતી જોવાને ભાગ્યશાળી બની શકાયું છે. શ્રી રામાનુજાચાર્યે પણ જેન ધર્મને મહાન ધ લગાવ્યો હતો. આવા અનેક મહાન હુમલાઓ વચ્ચે પણ શ્રી વીતરાગને અભેદ માર્ગ અખિલ ભૂમંડલમાં પિતાના આત્મજ્ઞાનને પ્રચાર, સપુરૂષદ્વારા કરી રહ્યા છે એ વિશેષ ખુશી થવા જેવું છે. જેમ શ્રી મહાવીર પ્રભુ અને શ્રી બુદ્ધદેવ સમકાલિન હતા તેમ શ્રી મહાવીર પ્રભના પટ્ટધર શિષ્ય આચાર્યશ્રી સુધર્માસ્વામી તથા જંબુસ્વામી અને શ્રી આદિશંકરાચાર્યજી સમકાલિન હતા. વળી શ્રી આદિ શંકરાચાર્યજીના વિચારમાં ઉંડા ઉતરનારાઓ સમજી શકે છે કે શ્રી આદિ શંકરાચાર્યજીએ પિતાનો કેવલાદૈતવાદ ચલાવ્યો ત્યારે તેમાં બુદ્ધ અને મહાવીરના કેટલાક સિદ્ધાંતોને દાખલ કરવા પડયા હતા. સમભાવના સિદ્ધાંતે શ્રી મહાવીરનાં છે અને શૂન્યને બદલે અચિત્ય બ્રહ્મ એ શ્રીબુદ્ધના સિદ્ધાંતનું રૂપાંતર છે. ખરું જોતાં જગતમાં કાંઈ નવું જ નથી; માત્ર મૂળ વસ્તુના પાયે જ છે. એ પર્યાયની દેશકાળાનુસાર જના કરનાર ફાવે એ સંભવિત છે. શ્રીમન્નારા આ સંસ્કૃત નાટક શ્રીમદ્ધનુમદ્વિરચિત છે. આ નાટક ઉપર પંડિતવર શ્રીમોહનદાસજીએ દીપિકાગ્ય વ્યાખ્યા સંસ્કૃતમાં રચી છે. સંસ્કૃત છંદોથી સલી ભાષામાં આ નાટક સ્થાએલું હોવાથી સાધારણ સંસ્કૃત જ્ઞાન ધરાવનારને પણ આનંદ આપે તેવું છે. આ નાટકના પ્રથમાંકના ત્રીજા કમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે. - यं शैवाः समुपासते शिव इति ब्रह्मोति वेदान्तिनो बौद्धा बुद्धइति प्रमाणपटवः कर्तेति नैयायिकाः ।
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy