SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર અને સમાલોચના. ૨૧૯ આ ઠરાવને માન આપવા આવાં પુસ્તકો શાળામાં ચલાવવા અને પુસ્તકાલયમાં રાખવા યોગ્ય છે. ચાથવિવિ–આચાર્યવર્ય શ્રી ધર્મભૂષણ વિરચિત પ્ર. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા–કાશી. મૂલ્ય આના ૪ ) આ ન્યાય વિષેનો સુંદર ગ્રંથ છે કે જે કલકત્તાની સરકાર તરફથી લેવાતી સંસ્કૃત પરીક્ષામાં સંસ્કૃત ન્યાયની પ્રથમ પરીક્ષામાં નિર્ણિત કર્યો છે. મલ શુદ્ધ રીતે આપવામાં આવ્યું છે. અનુક્રમ આપવાથી ઉપયોગિતા વધી છે. પ્રસ્તાવના આપી તેમાં કર્તાને સમય, ગ્રંથપરની ટીકાઓ વગેરેનું વૃત્તાંત આપ્યું હેત તો વિશેષ મહત્ત્વનું થાત. જેન ન્યાય સમજવા માટે સંસ્કૃતને ખાસ ઉપયોગી ગ્રંથ છે. આનું હિંદી ભાષાંતર જુદું છપાયું છે. રક્ષાબુ–(આચાર્યવર્ય શ્રી માણક્યનંદિ વિરચિત ને હિંદીભાષાનુવાદક-ન્યાય તીર્થ શ્રી ગજાધરલાલ જૈન બંગાનુવાદક—બ્રહ્મચારિ સાંખ્યતીર્થઃ શ્રી સુરેન્દ્રકુમાર પ્રવ ગાંધી હરિભાઈ છોકરણ એંડ સન્સ દ્વારા ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા ) આ સનાતન જૈન ગ્રંથમાલાને ૧૧ મે અંક છે આમાં પ્રમાણ અને પ્રમાણુભાસનાં લક્ષણ, છ ઉદ્દેશમાં વિભાગ પાડી આપ્યાં છે. અન્ય સાહિત્યનાં અંગે સાથે ન્યાય પણ જેને એ પલ્લવિત કર્યું છે અને પિતાની વિશિષ્ટતા સિદ્ધ કરી છે. આપણે જૈન પ્રત્યક્ષ પ્રમાણુ કહીએ છીએ તેમાં અને ન્યાય દર્શનાદિ જેને પ્રત્યક્ષકમાણુ કહે છે તેમાં ઘણો અંતર છે. આ ગ્રંથમાં સંસ્કૃત મુલ અને તેનું હિંદી અને બંગાલી ભાષામાં માત્ર ભાષાતર આપેલ છે. આવા ગ્રંથનું અંગ્રેજીમાં વિવેચન, પ્રસ્તાવના વગેરે સહિત લખાવી બહાર પાડ માં આવે તે વિશેષ યોગ્ય થઈ તેમ છે. સનાતન જૈન ગ્રંથમાલાને વિજય ઇઈએ છીએ. તેવામ–આ નામની એક નાની બાળપછ આકારમાં ૬૫ પાનાની ચોપડી કુમારદેવેદ્રપ્રસાદ જેન, આરાહ તરફથી બહાર પડી છે. તે શ્રી. જી. એસ. એરંડેલના The was of Service એ નામના પેમ્પલેટનું હિંદીમાં ભાષાંતર છે. તેમાં સેવાના પ્રકાર અને ગુણ ટુંકમાં પણ સ્પષ્ટ ભાષામાં જણાવ્યા છે. મૂલ્ય ચાર આના છે. - હવામી દયાન ઐર જૈન ધર્મ- રચનાર “હંસરાજ શાસ્ત્રી પુ. ૧૪૭ આઠ પેજી જૈન વીંટીગ પ્રેસ મુલ્ય આઠ આના) આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનન્દ વેદના સ્વમતિ અનુસાર અથે કરી તેના નામને ઝંડો લઈ દરેક ધર્મનું ખંડન યાતા પિતાના “સત્યાર્થપ્રકાશ' નામના ગ્રંથમાં કર્યું છે કે જેમાં જૈન ધર્મના સંબધે ઘણો વિશ્વમ ગેરસમજથી ઉત્પન્ન કર્યો છે. આ વિભ્રમ કેવી રીતે ઉડી જાય છે એ જૈન મતના ખરા મંતવ્ય બતાવી મધ્યસ્થ રીતિ એ પંડિતજીએ આ પુસ્તકમાં દર્શાવ્યું છે તે માટે પંડિતજીને ધન્યવાદ આપીએ છીએ. અમોને ખંડન મંડન ઉપર ગાળગલીચ વાપરવી, તેમજ તદન ઝનૂની બનવું તે બિલકુલ પસંદ નથી, તેથી એ કોઈ પણ પ્રસંગ હાથ ધરવામાં અચકાઈએ છીએ, પરંતુ આ ગ્રંથમાં મધ્યસ્થ રીતિએ જે પક્ષમંડન કરવામાં આવ્યું છે તેથી અમને ઘણું નવું જાણવાનું મળ્યું છે. ઘણી વખત એવું બને છે કે “જેવા થાય એવા થઈએ તો સુખે રહીએ” તેવીજ રીતે આર્યસમાજ militant spirit થી કાર્ય લેતી આવી છે અને જ્યાં લાગ ફાવે ત્યાં કુહાડાના મહાર
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy