________________
૨૧૪
શ્રી જેન
. કે. હેરલ્ડ.
૧ કોઈપણ રાજ્યમાં કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ ધર્મવાળાની પ્રબળતા થાય ત્યારે તેના સામે ઈર્ષાથી કે સ્વાર્થથી અનેક વ્યક્તિઓ અથવા વિરૂદ્ધ ધમી ઓ ખટપટ ઉઠાવી પ્રબળપક્ષને તેડવા પ્રયત્ન કરે એ સંભવિત છે. તે જ પ્રમાણે ગુજરાતી ગાદી ઉપર મહારાજ સિધરાજની સગીર વયમાં મીણલદેવી સતા ભોગવતાં હતાં ત્યારે જૈન ધર્મિ ઓની પ્રબલ સત્તા જમાવવા માટે તે વર્ગ તરફથી કોશીસો થઇ હતી અને તેના સામે વિરૂદ્ધ પક્ષે એ સત્તા તેડી પાડવા માટે ઘણું ખટપટ અને કાવાદાવા કરી લોકે તથા ક્ષત્રીઓને ઉશ્કેરી જૈન ધર્મિઓની સત્તા તેડી પાડી હતી.
૨ આ રાજ્ય ખટપટમાં એક જેને યતિએ મુખ્ય કરી ભાગ લીધો હતો અને એક સંસારી ગૃહસ્થ આવી રાજ્ય ખટપટમાં ઉતરી સ્વાર્થી બની અનેક અનર્થો કરે તેવાં અનર્થો સદરહુ જતીના હાથથી કરાવવામાં આવેલાં છે–આ અનર્થો તથા જતીને જે સ્વરૂપમાં ચીતરવામાં આવેલ છે તે ખરેખર જૈન ધર્મ તથા તેના આચાર્યની પદવી ભાગવતા આવા યતિને અપમાન કે તિરસ્કાર યુક્તજ ગણાય અને લેકમાં તેની મહત્તા તથા આબરૂ અને ગૃહસંસાર ત્યાગી લીધેલી જૈન દિક્ષાને ઉતારી પાડનારું ગણાય એવી મારી માન્યતા છે. આ યતિના હાથથી આગ સળગાવવાના તથા ખુન કરવા વિગેરે અનેક અઘટિત બનાવની ઘટના આ પુસ્તકમાં ગઠવેલી છે.
૩ આ યતિ ઈતિહાસિક બનાવને–ખરેખર પાત્ર હતો કે નહિ તે તે ઈતિહાસ તપાસી ખાત્રી કરશો. જે તેનું નામ ઇતિહાસમાં હોય તે તેમાં તેણે આ વખતના રાજ્ય કારભારમાં કેટલે દરજજે ભાગ લીધે હતું તે - પાસવું જોઈએ અને તેના પ્રમાણમાં એક ઇતિહાસિક નોવેલ બનાવનારે આવા ધર્માચાર્ય તેના દરજજા તથા ધાર્મિક બંધારણને નહીં છાજતી રીતે ચીતરવામાં કેટલી બધી નાળ અને કાળજી રાખવી જોઈએ તે તે આપ સારી રીતે જાણે છે માટે જેતલસર ૨૮-૬-૧૬ *
–વકીલ અભેચંદ કાળીદાસ. છે. “પાટણની પ્રભુતા” પર આપે લાગણું ભરી ટુંકી નેંધ લીધી તે માટે ધન્યવાદ આપવો ઘટે છે......“પાટણની પ્રભુતા” ત્રણ માસ પર મળી વાંચી, કંપારી વટી. તેની ભાષા રચના પરથી લાગે છે કે “ઘનશ્યામ' તે ગુજરાતી”માં કટકે કટકે પ્રસિદ્ધ થઈ ગએલ સુન્દર નવલકથા “વેરની વસુલાત’ના કર્તા હશે. તેમ જે હોય તો ખરેખર એક સાક્ષરના હાથે રાક્ષસી કૃત્ય થયું છે. જૈન આચારવિચાર, જનસિદ્ધાન્ત-ધર્મભાવનાલક્ષ્યબિંદુ અને જૈનના સુપ્રસિદ્ધ ઇતિહાસિક કૃ –એ સર્વપર-આક્ષેપ કરી જૈનસભાજની પામરતા બતાવી છે. જે ધર્મે દયા-અભેદ પ્રેમ-નીતિનું સામ્રાજ્ય સ્થાપ્યું તે ન ધર્મને જનેતાના હાથે આવ બદલે?!!!
મુદ્રારાક્ષસ નાટક (સંસ્કૃત)માં જે આકારે ખટપટી પ્રપંચી કૌટિલ્ય નીતિકુશળ ચાણક્ય આળેખાયેલ છે તેનું માત્ર અણછાજતું રૂપાન્તર “જતી કે જમદૂત,” –ભયંકર-કાળું–ધનશ્યામ ચિત્ર તે “આનંદ રિનું છે ! !! “ઉદે મારવાડી' જેને કર્તા કુમારપાળના મહામંત્રી તરીકે ઓળખાવે છે તે ચિત્ર જાણે અત્યારના ઘાસલેટના ફેરી