________________
તવાની નેંધ.
હતા અને તેમણે પ્રવર્તક શ્રીમાન કનિવિજયજીની સહાયથી સર્વ ભંડારા તપાસી
ગ્ય હકીકત અને પ્રશસ્તિને સંગ્રહ કરી એક રિપોર્ટ તૈયાર કરવાની સર્વ સામગ્રી મેળવી છે. આ રિપોર્ટ બહાર પડયે બહુ ઉમદા અને ઉપયોગી બાબત જૈન ઇતિહાસને અંગે મળી આવશે તેમજ જૈન સાહિત્યની પ્રજાને ખ્યાલ આવી શકશે. આને અંગે કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો પણ શ્રીમંત સરકાર તરફથી બહાર પાડવાનાં છે અને તેમને એક ધનપાલપંડિત કૃત “પંચમી કહા” નામના પ્રાકૃત ગ્રંથ છે. આ ગ્રંથની એકજ પ્રત મળી છે અને તે યોગ્ય રીતે શુદ્ધ નહિ હોવાથી સંશોધિત કરવી મુશ્કેલ છે તે કોઈ પાસે તે હોય તો રા. દલાલપર મોકલવામાં આવશે તે તેને ઉદ્ધાર થશે. રા. દલાલનું સરના સેંટ્રલ લાયબ્રેરી, વડોદરાછે.
બીજી નેંધ લેવા લાયક બીના એ છે કે આ માસમાં કે તુરતમાં જેસલમીર અને મારવાર મેવાર અને માલવાના ઉપયોગી કો કે જ્યાં જેન ભંડારે આવેલા છે તેમાંના પુસ્તક ની શોધખોળ કરવા માટે રા. દલાલ શ્રીમંત સરકાર મોકલાવવાના છે તો આશા છે કે તે તે સ્થલના ભંડારો જોવા તપાસવાન સર્વે અનુકૂળતા ત્યાંના સંઘે તથા તે તે સ્થળે લાગવગ ધરાવતા આપણુ પૂજ્ય મુનિવરો મેળવી આપશે. કૅન્ફરન્સ ઓફિસમાં રહેલી પંડિત હિરાલાલ હંસરાજે જેસલમેર ભંડારની કરેલી ટીપે બધી રા. દલાલપર મોકલી આપવામાં આવી છે. જિન સાહિત્યને વિજય હે !
૪ પાટણની પ્રભુતા” અને જેનો—આ સંબંધે અમે ગયા અંકમાં જે કંઈ જણાવ્યું છે તે પર લક્ષ ખેંચીએ છીએ. આ પુસ્તકના સંબંધમાં શું કરવું તે માટે જુદા જાદા મુનિરાજ અને શ્રાવક તરફથી અભિમા મળ્યા છે તે અમે ટાંકીએ છીએ –
અ. “અમારા તરફથી તે એ પુસ્તક કયારથી જોવામાં આવેલ છે ત્યારથી જ કાંઈ ઉપાય યોજવાની જરૂર છે (એમ) વિચારના આવેલ છે તેમજ કેટલાક શ્રાવકોની સાથે વાત નીકળતાં પણ કહેવામાં આવેલ છે પરંતુ ઉપાય જવાવાળાના તરફથી કોઈ પગલાં ભરવામાં ન આવે તો પછી બીજા બેલીને કે લખીને શું કરે?....આપણને થતા ગેરઈન્સાફ હઠાવવાની કોશિસ કરવી આપણું કરે જ છે.....” જુનાગઢ ૨૮-૬-૧૬
વક્તા મુનિમહારાજશ્રી વલ્લભવિજયજી. બ. “પાટણની પ્રભુતા નામનું ચાર માસ પૂર્વે વાંચ્યું છે. તે સંબંધી તમારા અભિપ્રાય ને તે સંબંધી પ્રવૃત્તિને અનુકલ છું. તમને એવું લાગે તેમ પ્રવર્તશે. આવી અનેક બાબતે છે. પરંતુ એક મંડલ આ દિશામાં કામ કરે એવું સ્થાપવું જોઈએ. સાધુઓ અને શ્રાવકે ભેગા રહી પરસ્પર સલાહથી આ વિષય માટે કામ કરે તેવું થવું જોઈએ. ચારે તરફથી ભજત અવાજ ઉઠે પ્રવૃત્તિ થાય અને પ્રાણ પણે શવી શકાય તે જાહેરમાં આવવું ઠીક છે. સમાજના સાંકડા વિચારે વધવામાં એ તરફથી આડકતરી રીતે નિમિત્તતા વધે નહીં તે ધ્યાનમાં રાખીને કામ કરશે.” વિજાપુર ૫-૭-૧૬
–મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજી ક. “પાટણની પ્રભુતા” નામનું પુસ્તક ગુજરાતીના ગ્રાહક તરીકે મારા તરફ ભેટમાં આવેલું છે તથા તે પુસ્તક મેં પુરેપુરૂં વાંચેલું છે અને તે ઉપરથી મને જે વિચાર થયા છે તે નીચે પ્રમાણે છેઃ