SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ : તત્રીની નોંધ ૨૧૧ ૧ //v/vv૧/૧ છપાયેલાં જોયાં પછી કહેવામાં કોઈ જાતને વધે નથી કે કાર્ય ઘણું સુંદર, રમણીય અને પ્રાચીન તત્વથી પૂર્ણ છે. આ છપાવવા માટે વડોદરાના એક સારા પ્રેસમાં ગોઠવણ થઈ છે અને મહિનામાં ૧૦ થી ૧૫ ફોર્મ તૈયાર થશે. તેમાં પ્રથમ તે બધા લેખો મૂળમૂળ રૂપે છપાશે. આ લે અત્યાર સુધીમાં અંગ્રેજી પુસ્તકો જેવા કે એપિવારીકા ઇંડિકા, આકર્લોજીકલ ખાતાના જાના અને નવા રીપેર્ટ, સોસાયટીનાં જનલો આદિમાં છપાયેલા છે તે અને બીજા ઉક્ત મુનિશ્રીએ સંગ્રહેલા છે, તે છે-અને પછી તે બધા લેખોને સાર અને ઉપયોગી પંચણ હિન્દી યા ગુજરાતી ભાષામાં આપવામ આવશે એવો પ્રબંધ હમણાં રાખવામાં આવ્યો છે. આ ક્રમ ઘણે અનુકૂળ છે અને તેને જે સાર મુનિશ્રી આપવા છે તે આશા છે કે ઘણે ઉપયોગી અને સુંદર થશે. આ સિવાય ખાસ આનંદદાયક બિના એ છે કે “આર્કીઓલોજીકલ સર્વેના દક્ષિવિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીયુક્ત . આ. ભાંડારકરે પણ આ કામમાં સાહાય આપવા ઇચ્છા દર્શાવી છે અને પિતાની ઑફીસમાં જેનો શિલાલેખે કે, જે પ્રકટ નહીં થયા હોય તેવા “મુનિશ્રીને મોકલી આ યા છે. એમના લેખમાંથી કેટલાક તે બહુ ઉપ પોગઅને મહત્ત્વના છે. પ્રારંભમાં તે બધા શિલાલેખે પાષાણુની પ્રતિમાઓના લેખે જ વિભાગ રાખવામાં આવશે. પછીથા ધાતુની પ્રતિમાઓના લેખો આપવાને વિચાર રાખવામાં આવ્યું છે. કે જે ધાતુપ્રતિમાના લેખને સંગ્રહ મુનિશ્રીએ કરેલો તેની સંખ્યા પાંચસેં લગભગ છે. આ સિવાય અમોએ રા. રમણિકલાલ મગનલાલ મોદીએ આબુના લેખે લખેલા તે તથા રા. કેશવલાલ પ્રેમચંદ મોદી બી. એ. એલ એલ. બી. વકીલ અમદાવ દ તરફથી મળેલા છે ફોટા આબુપર મોકલી આપ્યા છે. આ રીતે મુનિમહારાજે તથ શ્રાવકો જેની પાસે શિલાલેખોની હેય યા જ કરાવી શકે તે તેમના પર મોકલાવી આપશે. (૩) જેની પ્રશસ્તિ સંગ્રહ-૬ મુનિશ્રીએ પ્રાકૃત સંસ્કૃત પ્રશસ્તિઓ છપાવવા માટે એકત્ર કરી છે અને થોડા સમયમાં માં અપાશે. આ પ્રશસ્તિઓ પીટર્સનના રીપોર્ટ અને કિર્લોનીના તેમજ ભાંડારકરના રીપો વાળી અને બીજી મુનિશ્રીએ સંગ્રહી છે તે બધી એકજ પુસ્તકમાં આવવા વિચાર છે ' જેથી જેનારાઓને બધે ઠેકાણે ફાંફાં મારવા મટી જાય. (૪) જૈન એતિહાસિક રાસ સંગ્રહ–આ સંગ્રહમાં ઉક્ત મુનિશ્રી ઐતિહાસિક રાસાઓ અને સ્તનાદિ પ્રગટ કરવાના છે અને તે છપાય છે. (૫) વિજ્ઞપ્તિ ત્રિવેણી--આ પુસ્તક ઐતિહાસિક છે અને તે ઉક્ત મુનિશ્રીએ સશેધિત કરી પ્રેસમાં છપાવી તૈયાર રાખ્યું છે. આ ગ્રંથ નવીન જ છે અને પ્રસ્તાવના પણ લંબાણથી લખવામાં આવશે. આ સિવાય ઉક્ત મુનિશ્રી કૃપારસકોષ વગેરે બે ત્રણ ગ્રંથ છપાવે છે. આ સર્વ પ્રયત્નો માટે અમે આ મુનિશ્રીના અખંડ અને અવિશ્રાંત પરિશ્રમ અને ઉત્સાહ હૃદયપૂર્વક અભિનંદીએ છીએ. હવે આ સંબંધે અમે કાંઈ સૂચના કરીશું તે એટલી જ કે-- ૧. શિલાલેખે સંબંધી શ્વેતાંબર અને દિગંબરી બંને જેટલાં મળે તેટલાં સર્વ સાથે સાથે છપાવવાં, તેમ ન બની શકે તે શ્વેતાંબરી સર્વ એકત્રિત કરી છપાવવાં અને સાથે સાથે દિગંબરી એકત્રિત થતાં હોય તે સર્વ કરી તે કોઈ દિગંબરી સજન ને છપાવવા
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy