________________
શું સાધુસંઘ ઉથાપવા યોગ્ય છે? નહિ જ.
**
(૩) “અત્યારે તે સાધુનું ઘર અનર્થ લોકનું કલ્પવૃક્ષ છે. ભીખ માગવા માટે એ બહુજ માનદાયક બહાનું છે અને બીજાને ભારરૂપ થવા માટે બહુ સહેલો ભાગ છે. એ એક જ માર્ગ છે કે જ્યાં આળસુપણને ગુણ માનવામાં આવે, અજ્ઞાનતાને પુણ્ય માય, અને અનીતિને પાપની શિક્ષાથી દુર રખાય. જીવનની સર્વ ખુબી ચાખવી હોય અને તેની દરેક જોખમદારીથી દૂર રહેવું હોય તે આજ એક માર્ગ છે.......... આપણને એક આખા વર્ગને આળસાઈમાં, અ' : માં, અજ્ઞાનમાં મસ્ત રહેવા દઈ પાળવાની શી જરૂર છે ? ”
આ પ્રમાણેના ઉગારે છે કે જે અમે ત્રણ પારામાં મૂકેલા છે. તેમાં પહેલા પારામાનાં વિચારો સાથે અમે સહમત છીએ. બીજા અને ત્રીજા પારામાં ચિતરેલા વિચાર સાથે અમે તદ્દન સહમત થઈ શકતા નથી અને હાલના સાધુઓની રહેણી કરણનું ચિત્ર આખા સાધુ–સમૂહને લાગુ પાડવામાં આવ્યું હોત તો તે ભયંકર છે-- અતિશયોક્તિથી વિશ્રિત છે અને તેમાંના ઉદ્દગારો સામે તે ઘણો ઘણો વાંધો લેવા જેવું છે. એક સુશિક્ષિત જૈન પિતાના ધર્માધિકારીઓ સંબંધે અ ટલી બધી Sweeping remarks by way of wholesale denouncement સમગ્ર વર્ગની નિંદા–તિરસ્કારવાળી ટીકા કરે તે સાતંત્ર્યની હદ ઓળંગી જવા જેવું ૧૮ ય છે.
સાધુઓ સંબંધમાં જે તીવ્ર શબ્દા ઉપરના ત્રીજા પારામાં લખાયા છે તેના જેવા શબ્દો સ્વામી વિવેકાનંદે પણ પોતાના ધાર્મિક પ્રવાસની શરૂઆતમાં લખેલા પત્રમાં આ રીતે જણાવ્યા છેઃ
“ સાધુઓ તમારા ઉપદેશકોમેટમક્ષુઓ કે જે હમેશાં સુધારણાના કટ્ટા શત્રુઓ છે, તેમને લાત મારો; કારણ કે તેઓ કદી પણ સુધરવાના કે સુધારવાના નથી; તેઓના અંતઃકરણો કદી પણ મહાન થવાનાં નથી, તેઓ જમાનાઓના વહેમ અને લમની
લાદ છે. આવા સાધુવને પ્રથમથી જ નિર્મળ કરે; પછી તમે ખરા મનુષ્ય થઈ શકશો. –૩૦ મી જુલાઇ ૧૮૯૩. વળી જણાવે છે કે –
- સાધુઓથી થતાં દુઓને નાશ કરવાને છે સાધુઓને પ્રપંચ માટે તે સર્વ સામાજિક જુલમ મટે તેમ છે.
સાધુઓને દરેક સંસારિક બાબામાં માથું ઘાલવાનું શું પ્રયોજન હતું ?–આથી કરડે મનુષ્યની દુઃખદ સ્થિતિ આવી છે.
આમ છતાં પણ પ્રોફેસર ખુશાલભાઇ સ્વામી વિવેકાનંદના વાકયો પિતાના સમર્થનમાં છે એમ જણાવી ગર્વ લઈ શકે તેમ નથી કાપા કે અમારે કહેવું જોઈએ કે જે સાધુઓ માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે તે સાધુઓને પ્રકાર આપણું જૈન સાધુઓના પ્રકારથી જૂદે જ છે. તે સાધુઓએ સમાજના અનેક બંધને ઉત્પન્ન કરી તેથી પિતાની સત્તાનો દોર જમાવ્યો છે અને આજીવિકાનાં સાધન મેળવ્યાં છે, જ્યારે નિષ્કચન–નિગ્રંથ જૈન સાધુઓનાં જીવન વ્યવહાર સંસાર વ્યવહારથી તદ્દન અલગ છે. તે સાધુઓએ સમાજના વિષયોમાં પિતાની લાકડી ચલાવી છે તેથી દુઃખમય સ્થિતિ પ્રાપ્ત થઇ છે. આ સંબંધે તેજ સ્વામી વિવેકાનંદના વિચારો જાણવા જેવા છે.