________________
શ્રી જૈન. કો. હેડ
- “ સંસારિક કાયદાઓ ધર્મની સંમતિથી, આ થક સંજોગો આવવાથી નિર્મિત થાય છે. ધર્મની ભયંકર ભૂલ સામાજીક વ્યવહારમાં માથું ઘાલવાથી થઈ છે. આથી જુઓ તે ભૂલ કેવી કપટ જાળથી કહે છે. અને તેજ કથનથી પોતાની વિરૂદ્ધ પોતે જ જાય છે. “સામાજિક સુધારે તે ધર્મનું કર્તવ્ય નથી.--અફે. આપણે જેની જરૂર છે તે એજ છે કે ધર્મો સંસારસુધારક ન થવું જોઈએ, પણ તેની સાથે આપણે આગ્રહ રાખીએ છીએ કે ધર્મને સંસારિક કાયદા બાંધનાર બનવાને કશે ,ક નથી. તેને દૂર રાખો ! તમે તમારા પિતાના સ્થાનને વળગી રહે એટલે સર્વે સુઘટિત થઇ રહેશે.”
ધર્મને માત્ર આત્મા સાથે જ સંબંધ છે, અને તેને સંસારિક બાબતમાં માથું ઘાલવાનું કંઈ પ્રયોજન નથી. આથી જ સ્વામી વિવેકાનંદે જણાવ્યું છે કે “સાધુઓને દરેક સંસારિક બાબતમાં માથું ઘાલવાનું શું પ્રયોજન ર –આથી કરોડો મનુષ્યની દુઃખદ સ્થિતિ આવી છે.”
વળી ઉક્ત પ્રો. ખુશાલભાઈ પાશ્ચાત્ય કેળવણીથી સંસ્કારિત હોઈ પાશ્ચાત્ય સંસ્કારો જૈન સાધુઓમાં લાવવા ઇરછે છે અને તેને લોકેનું બાળપણથી અજ્ઞાન દૂર કરવાનું, દરદીઓની સારવારમાં મદદરૂપ થવાનું અને ખરા પહેરી તરીકે કાર્ય કરવાનું કાર્ય ઉપાડી લેવાનું કહેવામાં આવે છે. આવું પ્રવૃત્તિમય કાર્ય કરવા માટે શ્રમણોપાસક જે વર્ગ કે શ્રાવકોમાંથી એક વર્ગ ઉભો કરવામાં આવે તે મેચ ગણાય, પણ નિવૃત્તિમય જૈન સાધુએને આવી પ્રવૃત્તિમાં નાંખવાથી પિતાનું સંસારના બંધન રહિતનું નિરપેક્ષ કાર્ય ભૂલાડવામાં આવશે અને તેથી સંસારમાં વિશેષ બંધાયેલા રહેવાથી અનિષ્ટ પરિણામ આવશે. દરદીને માનસિક ઉપચાર કરવાનું કાર્ય સાધુનું ગણાવ્યું પણ તેને દવા આપવાનું, માવજત કરવાનું કાર્ય સેંપવામાં આવે તે હાલના કેટલાક જાતિઓ વૈધ તરીકે ધંધે કરી કેવી માયામાં સપડાયા છે તે જોઈ તપાસવાનું અમે કહીએ છીએ.
આપણા આચાર્યો–સંતે અને પશ્ચિમી સંતેમાં અંતર છે તે દર્શાવીએ. આપણું સંતે જિન ભકિત્તમાં સંપૂર્ણ રહી અન્યને તેમ રાખી જિન શાસનને ઉદ્યોગ કરવા અહિંસા ધર્મને હદયમાં વજલેપ સમાન સ્થાપી ઉપદેશ પીયૂષનું પાન કરાવે છે. આપણું પૂર્વાચાર્યો તત્વજ્ઞાન, ન્યાય આદિ અભૂત ગ્રંથ રચી પરમબોધદાતા થઈ મંગલ અને પરભવ અથે કલ્યાણકારી નિવડ્યા છે પરંતુ તે સર્વ જિન પ્રવચનવાણીને સંગતએકમત રમીને જ. આપણું સમાલિકામાં પશ્ચિમાત્ય સંતમાં દ્રષ્ટિગોચર થતું વિલક્ષણ વૈચિત્ર્ય નથી. પશ્ચિમાત્ય ઉદારધી મહાન સંતોએ આત્માનું સમર્પણ કરી સ્વજનેનાં તેમજ ઈતર લોકોનાં દુઃખ વિદારવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા છે.
તુરંગમાંના કેદીઓની સ્થિતિ સુધારનાર, મારગ ગ્રસ્ત લોકોમાં વસી આશ્વાસન આપી ઔષધ આપનાર અને તેથી કદાચ પોતે પણ મહારોગી થનાર, પિપમહારાજાના ઢોંગનું પરિફેટન કરનાર, સમરભૂમિ પર જઈ જમા સૈનિકોની સુશ્રષા કરનાર, અનાથ અર્જકોને સહાય મેળવી આપનાર–આવા અનેક પ્રકારના સંતોની માલિકા પશ્ચિમમાં બનાવી શકીશું. આપણું સાધુઓએ સંસાર કે વ્યવહારમાં કોઈપણ અંશે પડવાનું નથી. તેથી તેઓ ઉપદેશ ભકિત જ્ઞાન, અને સદાચારને બોધ આપી હદયમાં સન્નિષ્ઠા, અને ધમ ધારી એકજ ચીલે ચાલ્યા છે. છે. વળી પશ્ચિમાત્ય સતેને મુખ્ય