________________
શ્રી જૈન ધં. કોન્ફરન્સ હેરલ્ડ.
શું સાધુસંઘ ઉત્થાપવા યોગ્ય છે? નહિંજ,
નાતાલના સમયમાં તા. ૩૦ અને ૩૧ મી ડિસેંબરે ભારત જેને મહામંડળને વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, તે વખતે પમુખ તરીકે સ્થાનકવાસી જન કુળમાં જન્મેલા એક વિદ્વાન અને અર્થશાસ્ત્રના પ્રોફેસર રાલ તલકશી શાહ બી. એ. બી. એસ. સી. બાર એટ લૉ બિરાજ્યા હતા. પ્રમુખ પદેથાં જે ભાષણ આપ્યું હતું તે ઘણું ઉચ્ચ વિચારવાળું અને વિદ્વાભિરેલું હતું. તેમાં ઘણું અગત્યના મુદ્દાઓ વિચારની કસેટીમાં મૂકવા જેવા હતા. કેટલાક કાર્યમાં મૂકી શકાય તેવા હતા, જ્યારે કેટલાક કાર્યક્ષમ કેટલાકને નહિ લાગે. આમાં આપણે સાધુઓના સંબંધમાં શબ્દો તે ભાષણમાં જણાય છે ની પ્રમાણે છે :
સાધુ વર્ગને ઉત્થાપે કે સુધારે-(૧. આ સંબંધી મારે એક એવા વિષય પર બોલવું પડશે કે જે કદાચ આપણ સર્વને સરખી અગત્યનું નહિ જણાય; પણ મારા મત મુજબ જૈન સમાજને અત્યંત જરૂરનું છે. આપ ત્વજ્ઞાનનાં સત્ય જો આપણે પ્રગટ કરવા ઇરછતા હોઈએ, આપણો ઇતિહાસ પુરાણે ગપ શાસ્ત્રમાં ન ખપે એવી આપણું આકાંક્ષા હોય, આપણું સિદ્ધાંત કે જે ખરી રીતે આધુનિક તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનને બહુજ મળતા આવે છે તેનું મળતાપણું પ્રદર્શિત કરવા ઇચ્છતા હોઈએ તે આપણને એક એવા ખાસ વર્ગની જરૂર છે કે જેમાંના લો આપણી પોતાના તત્વજ્ઞાન, સાહિત્ય અને ઇતિહાસમાં પારંગત હોય, જે અન્ય લોકના ધર્મ અને ઇતિહાસથી સારી રીતે વાકેફ હોય, જે અનેક આધુનિક ભાષામાં પ્રવીણ ધરાવતા હોય. આવા વર્ગને જ્યારે ખ્યાલ કરવા બેસીએ ત્યારે પ્રથમ નજર , • ગરૂઓ તરફ વળે છે- આપણા સા સંધને શોધીએ છીએ, કારણ કે તેઓ આવી છે તેમાં આપણ નેતા હોવાનો દાવે કરે છે, પણ
(૨) “હું કહેવાને બહુ દિલગીર છું કે આપણે આધુનિક સાધુવૃંદ એ કામ માટે તદ્દન નાલાયક છે. તેને આપણા પિતાના ઇતિહાસ કે તત્ત્વજ્ઞાનનું ઉડું જ્ઞાન નથી, તે નિરીક્ષણ કે પરીક્ષક બુદ્ધિ છેજ નહિ, તેમના ભાયાત્રાનની અવધિ સંસ્કૃત અને પ્રાકૃતમાં, ધર્મ અને તત્વજ્ઞાનની અવધિ ભગવતી સૂત્રમાં આવી રહેલી છે જ્યારે તેના સિવાય અન્ય પંથો અન્ય ધર્મ સિદ્ધાન્ત કે સૂત્રો તેઓ મળ જાણતા જ નથી. (તેમની પાસેથી) આપણે સત્ય મેળવ્યું છે એ કદાચ તે જાણતા હશે પણ તે, સત્ય તો. અથવા બીજા કે તેમની પાસે માગે ત્યારે તે બતાવવાની તેમની શક્તિ નથી અને સત્યના એકલા માલેક આપણે જ છે કે, એવું માની, અજ્ઞાનની ભકિ: કે ખુશામતમાં જીવન સાર્થક સમજી અને સી પગના મહાવ્રતના ડોળથી મળેલા સન્માનપર આધાર રાખી જેઓ તેમની આ સ્થિતિ સામે વાંધો કહાડે તેમને શ્રાપ આપવા ગશાળા કરતાં પણ આજના સાધુઓ વધારે તૈયાર છે અને મોટી દિલ ગીરી તો એ છે કે આપણું સાધુવંદ પેઢી દર પે નું નહિ પણ બુદ્ધિબળ, માનસિકબઇ અને વૈરાગ્ય બળની પરીક્ષામાં પસાર થયેલ નરોનું નેલું છે એવો દાવો કરે છે.