________________
પાટણના જૈને ઠારે.
૩૧
પત્રની પ્રતિ હેવાથી તે મોટામાં મટે છે. કાગળની પ્રત સારી રીતે ગોઠવેલી છે. પરંતુ ૮૧ તાડપત્રની નાની પ્રતો લાકડાનાં પાટીઆં અને લુગડાનાં પુઠાં વગર લુગડાના કટકામાં મુકેલી હતી; હમણું પ્રવર્તક કાનિવિજ્યજીએ લાકડાનાં પાટીઆ વચ્ચે મુકાવી તેની સારી સંભાળ રહે તેવી વ્યવસ્થા કરાવેલી છે.
ડાકટર પીટર્સને પિતાના પાંચમા રીપેર્ટમાં ૭૬ તાડપત્રની પ્રતિ વર્ણવી છે. આ ભંડારમાં નીચેના બીજા ત્રણ ભંડારોનાં પુસ્તકો પણ મુકેલાં છે. (અ) લીંબડીના પાડાને ભંડાર આમાં ૪૨૫ કાગળની પ્રતો છે કે જેમાંની કેટલીક
ભાગ્યે જ મળે તેવી અને પ્રાચીન છે. તેમાં સંવત ૧૩૫૬-૫૭માં લખાયેલો
જુનામાં જુના કાગળને ગ્રંથ છે. (બ) પાટણ અને બીજે સ્થળે ભાગ્યે જ મળે એવાં કેટલાંક પુસ્તકની નવી પ્રતને
સંગ્રહ છે કે જેની સંખ્યા ૩છે. (ક) વસ્તા માણેકની માલિકીના ગ્રંથમાંના કેટલાંક આમાં મુકવામાં આવ્યાં છે. (૩) વાડી પાર્શ્વનાથને ભંડાર
આમાં ૪ તાડપત્ર ઉપરની પ્રતિ છે, પણ આ ભંડારની ખરી ઉપયોગિતા એમ - હેલી છે કે તેમાં પ્રાચીન તાડપત્રો ઉપર લખેલા ગ્રંથમાંથી સંવત ૧૪૮૦–૧૪૮૦ માં તે સમયના ખરતરગચ્છના પાટધર આચાર્યની આજ્ઞાથી ઉતારેલા કાગળ ઉપરના હસ્ત લિખિત ગ્રંથોને સંગ્રહ છે. આમાં ન મળે તેવા અને વિશ્વાસનીય જૈન સાહિત્યના ગ્રંથો છે એટલું જ નહિ, પરંતુ બ્રાહ્મણો અને બૌદ્ધના સાહિત્ય વિષયક અને તત્વજ્ઞાન સંબંધીના ગ્રંથોની સારી. હસ્તલિખિત પ્રત છે, ઘણો સમય થયો છતાં તેમાંના ઘણાં ખરા ગ્રંથો ઘણી સારી સ્થિતિમાં છે, જ્યારે તેજ કાળમાં લખાયેલા કેટલાક એવી જીર્ણ અવસ્થામાં છે કે માત્ર અડયા કે તેને ભરભર બુક થઇ જાય છે. આનું કારણ જ્યાં તે મૂળ રાખવામાં આવ્યા હતા તે જગ્યામાં રહેલ ભીનાશવાળી હવા છે, હાલમાં આ ભંડારને સારી રીતે રાખવામાં આવે છે. પ્રતની સંખ્યા ૭૪૪. (૪) આગલી શેરીને ફિલીઆવાડાને ભંડાર. •
તેમાં કાગળ ઉપર ૩૦૩૫, તાડપત્ર ઉપર લખેલાં ૨૨, અને લુગડાં ઉપર લખેલ ૧ ગ્રંથ છે, આમાં ખાસ કરી જેનેનાં આગમે અને તે ઉપર થયેલ ટીકાઓને સુંદર સંગ્રહ છે. આમાં કેટલાક વિક્રમ સંવત ૧૬ મા સૈકાની શરૂઆતમાં પાટણના કરોડપતિ છડુશાએ લખાવેલા ગ્રંથો છે. આ ઉપરાંત જુની ગુજરાતીમાં લખેલા રાસાઓનો સંગ્રહ આમાં સારે છે. આખો ભંડાર સારી સ્થિતિમાં રાખવામાં આવ્યો છે. (૫) તપાગચછની વિમલ શાખાને ભંડાર
આમાં બે સંગ્રહ છે. એકમાં પર૨ અને બીજામાં ૧૮૧૪ કાગળ ઉપર લખેલી તે છે. બંનેની યાદી ઘણીજ અશુદ્ધ છે. ઘણી ખરી પ્રતો બહુ જુની નથી પણ સામાન્ય છે. થોડી ઘણું જુની છે. ભંડાર સારી સ્થિતિમાં છે. (૬) સાગરનાં ઉપાશ્રયના ભંડાર --