________________
(૩૨
શ્રી જૈન . કે. હેરલ્ડ. આમાં ૧૩૦૮ કાગળ ઉપર લખેલી પ્રતે છે. તેમાંની ઘણી ખરી સામાન્ય અને થોડા પાનાની છે. આ ઉપરાંત ભાવસાગરના ૧૦૮ હસ્ત લિખિત ગ્રંથ છે. આ બધાંની સારી સ્થિતિ છે. (૭) મકા મોદીને ભંડાર
તેમાં ૨૩૦ કાગળ ઉપર લખેલ અને ૨ તાડપત્રની પ્રતો છે. કાગળ ઉપર લખેલાં પુસ્તકો સાન્ય રીતે જુનાં છે. ડાક્ટર કીન્હોને મુંબઈ સરકાર માટે સને ૧૮૮૦-૮૧ માં પાટણમાં જે ૭૮ તાડપત્ર ઉપર લખેલાં પુસ્તક ખરીદ કરયાં હતાં તે આ ભડારમાંથી હતાં. હાલ આ ભંડાર સાગરના ઉપાશ્રયમાં રાખવામાં આવેલો છે. (૮) વસ્સા માણેકનો ભંડાર,
આ ભંડાર માજી વકીલ લેહરૂભાઈ ડાહ્યાભાઈને આપવામાં આવ્યો હતો અને હાલ સાગરના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો છે. તેમાં પર૨ હસ્તલિખિત પ્રતા છે કે જેમાંની ઘણી ખરી ૩૦૦ થી ૪૦૦ વર્ષ સુધીની જુની છે. (૯) ખેતરવસી ભડાર,
આ ભંડાર ૭૬ તાડપત્ર ઉપર લખેલા ગંથોને લઇને ઘણો અગત્યનો છે. આમાંથી જ કલીંજરના રાજા પરમર્દી દેવના મંત્રી વત્સરાજનાં છ નાટકો મળી આવ્યાં છે. તે ઉપરાંત જેનેનાં કેટલાંક નહી મળી શકે તેવાં પુસ્તકો આમાં છે, એટલું જ નહીં; પરંતુ આમાં ગૌડવો રાવણવહે અને કાદંબરીન પુલીદે પુરે કરેલ ભાગ પણ મળી આવે છે. ઘણા વખતની જુની પ્રતો હોવા છતાં ઘણી સારી સ્થિતીમાં છે પરંતુ કેટલીક બેદરકારીને લઇને લાકડાંના પાટી વગર કપડામાં તેને બાંધી રાખવામાં આવી હતી. પછી રા. દલાલે તેના રખેવાળાનું આ ઉપર ધ્યાન ખેંચતાં તેણે તેને લાકડાના પાટીઆમાં રાખવા વચન આપ્યું હતું. (૧૦) મહાલક્ષ્મીના પાડાને ભંડાર,
આમાં ૮ તાડપત્ર ઉપર લખેલાં અને થોડાં અધુરાં કાગળ ઉપર લખેલાં પુસ્તક છે. તાડપત્ર ઉપર લખેલાં પુસ્તકો લક્ષસૂક્તિકાર તરીકે પિતાને ઓળખાવતા લક્ષ્મણ નામના કવિનો સૂક્તિ ઉપર ગ્રંથ છે. • (૧૧) અદવસીના પાડાને ભંડાર.
આમાં બે તાડપત્ર ઉપર લખેલી પ્રતે છે કે જેમાંની એક તાડપત્ર ઉપર લખવાના સમય પછી ઉતારેલી છે. આ સીવાય બીજા થોડાં કાગળ ઉપર લખેલાં પુસ્તકો છે. (૧૨) હિંમતવિજયજીનો ભંડાર.
આ ખાનગી ભંડાર છે અને તે મુખ્યપણે શિલ્પકળાનાં પુસ્તકો છે. હિંમતવિજ્યજીએ તેને ખાસ કર્યો છે. (૧૩) લાવણ્યવિજયને ભંડાર,
આમાં સામાન્ય કાગળ ઉપર લખેલાં પુસ્તક છે કે જેને મોટે ભાગે રાધણપુર રાખવામાં આવેલ છે. પાટણમાં આટલા વિદ્યમાન ભંડારે છે. (અપૂર્ણ)
--તંત્રી,