________________
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
vvvvvvvy
પિતાની બધી કોશેષ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રી તથા બીજાઓ તે સમયે પાટણથી ભંડાર ખસેડી જેસલમીર લઈ ગયા હતા. જેસલમીરમાં તાડપત્રની નકલ મુખ્ય કરીને પાટણમાંની છે. વસ્તુપાલના સ્થાપેલા ભંડારનો નાશ મુસલમાનોના હાથે થો જણાય છે શેઠ હાલાભ ના તાડપત્રના સંગ્રહમાં શ્રી ચંદ્રસૂરિની બનાવેલી જીત કહ૫ વૃત્તિ સંવત ૧૨૮૪ માં ઉતારેલી પ્રત મળી આવે છે તેને છેવટે વસ્તુપાલની સ્તુતિમાં બનાવેલા શ્લોકે મળી આવે છે. આ વસ્તુપાલાના ભંડારમાંની એક પ્રતિ હેય એમ ધારી શકાય છે. હાલના ભંડારે. ' (૧) સંધવીના પાડામાં આવેલે ભંડાર-આ પ્રાચીન અને પ્રધાન તાડપત્રની સંગ્રહવાળા ઉપયોગી ભંડાર છે તે તપગચ્છની લઘુ પિશાલીય શાખાને છે. એમ સ્પષ્ટ જણાય છે કે મુની સેમના સયમમાં પ્રથમ તેને વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો અને પાછળથી સં. ૧૮૧૪ માં ઋદ્ધિસાગરે ટીપ બનાવી યથાસ્થિત કર્યો હતો. આની ટીપ મળી આવી છે, પણ તે ૪૩૪ પિથીના ૩ દાબડાના ગ્રંથમાં માત્ર નામ જણાવતી અધુરી અને અશુદ્ધ છે. આમાંથી પંદરેક પ્રત સુરત ગઈ છે જ્યારે ન્યાયની એક પ્રત ચોરાઈ ગઈ છે. પાટણમાં ડાકટર બુહલર આવ્યો ત્યારે તેને આ ભંડાર જેવા દેવામાં આવ્યો ન હતો, પણ તે સુરતના નારાયણ શાસ્ત્રી પાસે એક ટીપ કરાવી મેળવી શકો છો. આ ટીપ શુદ્ધ ન હતી એવું ડાકટર કહેનના રીપોર્ટ ઉપરથી જણાય છે. ડાકટર પીટર્સને પણ આ ભંડાર જેવા ઘણી મહેનત કરી છતાં તે ફાવ્યા ન હતા. જેને તાંબર કૉન્ફરન્સ પાસે આ ભંડારની ટીપ છે પણ તે તદ્દન અવિશ્વસનીય છે, તેમાં ૩૮૭ પિથીને સમાવેશ કર્યો છે. - આ ઉપરથી રા. દલાલે સર્વ તાડપત્રોની પ્રતેનું વિગતવાર વર્ણન સાથેનું કેટલોગ તૈયાર કરવાનો નિશ્ચય કર્યો કારણ કે તેમને લાગ્યું કે આ ભંડારમાં ખરી રીતે જે અને મૂલ્ય ખજાનો છે તે સમસ્ત જગત પાસે મુકવાથી અતિશય લાભ થવાને સંભવ છે. જૈન અને બ્રાહ્મણના સંસ્કૃત અને પ્રાકૃત જાણીતા અને અજાણ્યા ગ્રંથો આમાંથી મળી આવ્યા એટલું જ નહી પરંતુ તદન નવું એવું અપભ્રંશ ભાષામાંનું સાહિત્ય મળી આવ્યું કે જે પ્રસિદ્ધ થવાથી તે ભાષાનું વ્યાકણ લખવામાં સહાય મળશે અને અપભ્રંશ ભાષા કે જે ગુજરાતી એકલી નહી પણ બીજી ભાષા નામે મરાઠી, હીંદી અને બીજી ઘણી હદની દેશી ભાષાનું તરતનું મૂળ છે તે સાબિત થયે તે તે ભાષાનું રૂપાંતર સમજાશે.
આ ભંડારની સ્થિતિ ઘણી ખરાબ હતી. પણ પ્રવર્તક મુનિ મહારાજ શ્રી કાન્તિવિજયજીએ જુનાં પુઠા વગેરે કાઢી નાંખી નવાં મુકી તેને વ્યવસ્થિત કરેલો છે તેથી તેથી ઘણી સગવડતા થઈ છે, તેમાં ૪૧૩ પિોથીઓ છે. કેટલીકમાં એક કરતાં વધુ ગ્રંથ લખાયા છે. આની ટીપ કરી આપી છે કે જેમાં ગ્રંથકર્તાની હકીકત, રચનાને કાલ અને પ્રતને સમય જણાવેલ છે. (૨) વખતછની શેરીમાં રેલીઆ વાડામાં ભંડાર.
આ ભંડાર શ્રી સંધને છે અને તેમાં ર૬૮૬ કાગળની પ્રત અને ૧૩૭ તાડ