________________
૨૮
શ્રી જૈન
. ક. હેરલ્ડ.
મિથ્યાત્વ ઉથાપ, શ્રી જિનધર્મ થાઈ, તથા બીજઈ દર્શનિ, આયક, કપાલી, ઘંટાલા, પાહુ, કેદાર પુત્ર, આયરિઅ, મડવી, પતીઆણું એવમાદિ, ત્રીજઈ દર્શનિ, સાંખ્ય ભરડા, ભગવંત, ત્રિદંડિઆ, મની, કવિ કુંડા, એવામાદિ ભેદ, ચઉથઈ દર્શનિ, બૌદ્ધ, સાતઘડિઆ, દગડા, ડાગુરા, ભાંડ, પાવયા, ગરોડા, વાસબેડિઆ, એવમાદિ ભેદ, પાંચમઈ દર્શનિ, વૈશેષિક, હ્મણ, આવસ્તિ, આગ્નિહત્રિ, દીક્ષિત, જાની, દવે, ત્રિવાડી, વ્યાસ,
જેસી, પંડિત, બહૂઆ, વમાદિ ભેદ, છઈ દર્શનિ, નાસ્તિક, લેગી, હરમેખલિઆ, ઈજાલિઆ, નાગમતિ, તલમતિ, ધનતરિઆ, નરસિઆ, ધાતુવૃદિઆ, એવામાદિ ભેદ પ્રભેદ બહુલ, છઈ દશન કહિઈ અનઈ વલી, શ્રી મહમ્મદ પાનસાહ તણુઈ રજિ, ચારિ વર્ણ, નવ નારૂ, પાચ કારૂ, એ અઢાર પ્રકૃતિ સદા સુખિત, મમુદિત, વસઈ, તિસિઉ રાજાધિરાજ, સર્વવયરી જીપતુ, સૂર્યને પરિઇ તેજિઈ દીપતુ, તુરકુલ મંડન, સેમતણી પરિ, સોમ્યદર્શન, પ્રજાપહિર, સેવક સદાફલ, ફરત્રાણ, શ્રી મહમ્મદ પાતસાહ, તણ પુત્ર તુર વીરાધિવીર, શ્રી મહમ્મદ પાતસાહ વર્ણવીતુ શોભઈ !
૫ પાટણના જૈન ભંડારે ક્રિ
શ્રીમંત મહારાજા શ્રી ગાયકવાડ સરકારના હુકમથી પાટણના જૈનભંડારોમાં ઇતિહાસ અને સાહિત્યના કયાં પુસ્તકો ઉપયોગી છે તે જોઈ તપાસી નક્કી કરવાનું કામ વડેદરાની સેંત્રલ લાઇબ્રેરીના રા. રા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. ને સને ૧૯૧૪ ને સપ્ટેમ્બરમાં સોંપવામાં આવ્યું હતું. તે કાર્ય તેમણે બાર અઠવાડીયા જેટલી નાની મુદતમાં દિનરાત પરીશ્રમ લઈ સમરત ભંડારોનાં ૬૫૮ તાડપત્રો અને લગભગ ૧૩૦૦૦ કાગળની પ્રત બારીકાઈથી તપાસી ઉત્તમ રીતે પૂર્ણ કર્યું છે એ માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ કાર્ય કરવામાં ઘણાં સાનુકૂળ સંજોગો એકઠા થયા હતા. (૧) રા. દલાલ પિતે જૈન વિદ્વાન લેવાથી જૈન સાહિત્ય પ્રત્યે તેમને પ્રેમ ઉપરાંત તેને સારો અભ્યાસ, (૨)
તાંબર તપાગચ્છના વિદ્વાન મુનિ મહારાજ પ્રર્વત્તક શ્રી કાતિવિજય અને તેના શિષ્ય મુનિમહારાજશ્રી ચતુરવિજયની પ્રતિ જેવા તપાસવામાં પૂરેપૂરી સહાય, (૩) રા. દલાલની સરાસરી ચૌદ કલાક ઉપરની મહેનત, (૪) અને તેમને હસ્તલિખિત પ્રતની જુની લીપિ તથા ભાષા વાંચી સમજવાને લાંબો અનુભવ તેમજ (૫) ભંડારોના વ્યવસ્થાપકોની મદદ વગેરે સર્વે અનુકૂળતા એકઠી થવાથી આ મહાભારત કાર્ય ઝડપથી સુંદર રીતે પુરૂ કરવામાં આવ્યું હતું. તેની મહત્તા તથા તેની વિશાળતા શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી તેમણે કરેલો આખે રીપેટ છ મહીના પછી બહાર પડશે ત્યારે જણાશે. તે રીપોર્ટમાં ૬૦ તાડ તથા તેટલી જ કાગળની ઉપયોગી હસ્તપ્રતોનું કેટલગ આવશે.
૮ આ લેખ મુંબઈ સમાચારના ગત દિવાળી પ્રસંગના ખાસ અંક માટે કયો હતો કે જે તેમાં તા. ૮ મી નવેંબર ૧૫ના અંકમાં પ્રગટ થયું છે. અહીં તે ઉપયોગી હોવાથી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
તંત્રી