________________
મહમદ પાતશાહનું વર્ણન આ સમુદ્રાંત પૃથ્વી તણ સ્વામી, મર્યાદા મયરલર, શરણાગત વજેપર, પરનારી સહદર, રંઢ રાવણ, સત્યપ્રતિજ્ઞા હરિશ્ચંદ્ર, ન્યાય શ્રી રામ, દાની શ્રી વિક્રમાદિત્ય, કલિકાલ કર્ણ, ધનુર્વેદિ દ્રોણાચાર્ય, પ્રકટ પ્રતાપ, શ્રી મહમ્મદ પાતશાહ, ભદ્રજાતી, મૃગજાતી, મિશ્ર જાતી, મદક ગજેદ્રઘટા, અનઈ જાય ઘેડા, હરીડા, નીલડા, ગેરડા, કાલૂઆ, કીડા, રાતડા, સેરાહા, ખુરાસાણી સીંધવા, પારિસા, કબજા, કાજૂજા, કાછેલા, તેજ તુખાર એવામાદિ તુરંગમ, અનઈ ખાનખોજ, મીર, મલિક, ભલાં, મલાલિમ, ખતીબ સિદકાદી, હાબસી, બોખી, બંગાલી, દક્ષિણી, તિલંગા, કાબડા, અનઈ, પ્રધાન પિતદાર, પરિવરિઉં,
અનઇ, સૂર્યવંશ, સેમવંશ, યાદવ, કદંબ, ઇવાકુ, ચહુઆણ, સોલંકી, મોરિઆ, સેલાર, છિંદક ચાઉડા, પડિહાર, લુબ્ધકાર, રાઠઉડ, શાક, કરકઠ, ગુહિલ, ધાન્યપાલ, રાજપાલ, કાલુંબક, uિ, ડાભી વાગડી, ધર્મ, વંશ, રાજકુલી, અનઈ અને રાઈ, વાઘેલા, ઝાલા, દેવડા, બોડા, જાડે, ચાચૂડા, સમા, સોઢારી, રાઠી, કાઠી જેહની સદા નીપજાવઈ સેવા અનઈ જે શ્રી મહમ્મદ પાતસાહ તણી ઇત્ર છાયાઈ, વિવેક નારાયણ ગૂજરદેશા ભરણિ શ્રી અણહિલવાડ પાટણિ, અમદાવાદ નગરિ, અનઇ ખંભાતિ શ્રી ધર્મતણુઈ આગરિ, અનેરઈ ગામિ નગરિ પાણિ ચહેરાસી જ્ઞાતિ મહાજન ન ણી સાંજલિ પ્રતિ પત્ર પાલી શ્રી શ્રીમાલી, પ્રકટ પ્રતાપ પિરૂઆત, અરડમલ્લ ઓસવાલ, ભલા દીસઈ ડીસાવાલ, ડડૂ , હરસુરા, વધેરવાલા, ભાભૂખંડા, અમેડરવાલ, દાહિણ સરાણું, ખંડેરવાલ, કથરૂટિઆ, કોટવાલ, જેધસેન, જાદલ્લવાલ, નાગર, નાણાવાલ, ખડાયતા, પલીવાવ, જાલહરા, વાયડા, ચિત્રવાલ, છાંચા, કપિલ, પુષ્કરવાલ, જંબુસરા, નાગદ્રહા, સુહડવાલ, મુઢેરા, કરહિએ, ઉગ્રવાલ, બાંભણ, અછિત્તવાલ. શ્રી ગુડ, ગૂજર, શ્રીમાલ, કોઢ, અડાલિજા, માંડલિઆ, ગાંભૂ મોઢ, લાડૂ આ શ્રીમાલીયા, લાડજાગડ, સોરઠિઆ પોરૂઆડ નયસરૂસ્તકી, નરસિંધ ઉડા, હાલર પંચમકાથંઉરા, વાલમીક કંબ, તિરા, તેલુટા, . અષ્ટવગ્રી, બઘપુરા, સિરિખંડેરા, મેવાડા, લડિઆડા, કાજિjડા, જેહરાણ, સોહરિઆ, ધાકડા, મુહવરયા, ભડિઆ ભંગડિઆ, હુંબડ, નીમા, મજહડા, બ્રાહ્મણ, વાગ, ચીત્રઉડા વિધુ, માઘસ્નાકરા, પદ્માવતી, કાકલા, આણંદુરા, મોર, સાચુરા, ગલાવાલ, રાજહરા, ભાડીસખા, આઉસખા, ચઉસખા, એવમાદિ સાઢી બાર રાતિ શાખા પ્રજ્ઞાખા અનઈ વલી જેહ શ્રી મહમ્મદ પાતસાહ તણી, સેમ્ય દ્રષ્ટિ છઈ દર્શન, આપણા ૨ ધર્મ શાસ્ત્ર વાંચઇ, શ્રી દેવગુરૂ તરિત્વ રાખઈ વિધા બલિમાચઈ, કિસિ કહીઈ તે છી દર્શન, સાંજલિ, જિમ સરવર માહિ. મનસસર, જિમ દાતાર માંહિ જલધર, જિમ સમુદ્ર માંહિ સ્વયંભૂ રમણ, જિમ ધનમાહિ વૈશ્રમણ, જિમ તેજવંતમાહિ સૂર, જિમ વાજિંત્ર માહિ તૂર, જિમ સર્વ દર્શન માહિ ધર્મ વિધા મહિમા કરી પ્રધાન શ્રી જૈન દર્શન જાણિવું, જિહાં નિરતીયાર ચારિત્રપાત્ર, મલમલિન ગાત્ર, તપેધન તપોધન, શ્રી વથર સ્વામિતણી શાખાઈ છઈ જવનિકાય રાખઈ, દયા મૂલ ધર્મ ભાઈ, સર્વ આરંભ પાપ મોહ માર્ગ ખઈ, જિહાં શ્રાવક શ્રાવિકા શ્રી વીતરાગ દેવ પૂજઈ, તિહાં હવડા, ગંગાજલનિર્મલ, જ્ઞાનક્રિયાનિધાન સર્વ ગચ્છ પ્રધાન, અતુછ શ્રી તપા ગચ્છ વિસેલિઈ દીપઈ, અનેરાઇ ચહદસિઆ, પૂનિમિઆ, વડગચ્છ, ખરતર, મલધાર, આંચલિઆ, આમિઆ, આગુરિઆ, પીપલીઆ, મડાહડા, દેહાતી, બ્રાહ્મણ, વિલાધર, થિરાદ્રા, નાયલા, નાણાવાલ, ચિત્રાવાલ, કારંટાવાલ, એસવાલ, એવમાદિક ઘણું મમ