SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી જેન . કે. હેર છે. અwwwww પ્રાંતિના પ્રતિનિધિઓની બનેલી, સદા કાયમની અને અમુક સ્થળે ઠરેલી કારોબારી મંડળી, અને તેની સાથે એક મોટી અને સમાજે ચુટેલી વિચારશીલ પુરૂષોની સમાજના ધારા ઘડનાર સભા ચાલુ કરીએ તે આપણું કર્તવ્ય સિદ્ધ થાય. આખી કેમની એક જ સ્થળે રહેલી કારોબારી મંડળી નીચે દરેક પ્રાંતમાં, દરેક મથકમાં, તેવી જ જાતની તે પ્રાંત માટે કારોબારી મંડળી કરવી કે જેથી કરી કમનું દરેક ગામ, દરેક મથક, દરેક પ્રાંત પરસ્પર સંબંધમાં રહે. વિચારશીલ સભામાં આપણાં ધમવિરૂદ્ધ, સમાજ વિભાગને લગતા, આપણું આર્થિક અને શારીરિક જરૂરીઆતને લગતા, આપણા લગ્ન સંબંધી રિવાજોને લગતા, પરદેશગમન અને કેળવણીને લગતા વિષયો ચર્ચાવા જોઈએ, અને તે માટે એક જ પ્રાપ્તિ, એકજ નિશ્ચય અને એકજ સિદ્ધાંતનું અનુસરણ કરવું જોઈએ. વિચારશીલ સભા જે ઠરાવ પસાર કરે તે કારોબારી મંડળી ગામેગામ ખાતે પ્રાંત અમલમાં આણવાની કોણ કરે. તે ઉપરાંત કારોબારી મંડળે કમને લગતા ઉપયોગી વિષયની ખબર અને તેના આંકડાઓ દરવર્ષે અથવા દર પાંચ વર્ષે તૈયાર કરવા જોઈએ અને તે આંકડા પરથી મને દરવર્ષ કેવી જરૂરીઆત છે અને તે કેમ પૂરી પાડવી તે સંબંધી વિગતો અને સૂચનાઓ તૈયાર કરી વિરારશીલ સભામાં રજુ કરી પસાર કરાવવી અને છેવટે જે કોઈ વિષયમાં ખાસ કાયદાની અગત્ય જણાય તેની જરૂરીઆત અથવા તે સંબંધી વિચારો સરકાર સમક્ષ રજુ કરવા.” આમાં કેટલુંક કાઇ મગજને ખાલી–શેખશણી જેવું કે ઘtopia જેવું લાગશે, પણ તેમાં સૂક્ષ્મતાથી ઉતરતાં જણાશે કે તે કલ્પના ભવ્ય છે–આકર્ષક છે. વાતને સાર એ છે કે જે જે રસ્તે જે જે પદ્ધતિ યોગ્ય લાગે તે તે પ્રમાણે સંપ–ક્ય સાધવાની જરૂર છે. જરા ઉંડાણથી વિચાર કરે, મતભેદ નાના નાના ભૂલી જાઓ અને મહાવીર શાસનના એકત્રિત સંધ તરીકે બહાર પડો તે જોઈ મજા કે કેવાં મહાભારત કામે કરી શકો છો ! આપણે પણ ભારત માતાનાં જ સંતાન છીએ, એ ઉપરાંત મહાન પિતા મહાવીરનાં બાલકે છીએ તે મહાવીરના વિશ્વવંદ્ય નામથી તે નામના માન ખાતર એકત્રિત થઈ ભારત માતાના ખરા, શર અને સાચા સંતાન બની બહાર પડવા ચાલે આપણે સજજ થઈએ અને વિજય ધ્વનિ કરી હિંદને ગજાવીએ ! – તંત્રી – ' મહમદ પાતશાહનું વર્ણન. ( એક જૂની જૈન પ્રત પરથી અક્ષરશઃ નકલ ઉતારી છે તેમાં જ્ઞાતિ વગેરેના જુદા - જૂદા કાર સહાસિક દ્રષ્ટિએ ધ્યાન ખેંચે છે તેથી અત્ર પ્રસિદ્ધ કરેલ છે. તંત્રી) ગજે રંગેચ પદાતિઃ ષષ્ટ્ર ત્રિશતા રાજકુલેશ સેવ્યઃ પાતા પ્રજોતાં વિજયી વિભાતિ પઃ સુત્રાણ મહમ્મદાઃ ૧
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy