SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઐક્ય કયારે કરીશું? હમણાં જ. ' ૨૫ - ઐકય ક્યારે કરીશું? હમણાંજ. [ અનુસંધાન આ અંકને પૃ. ૮ થી. ] છીએ કે નાતાલમાં મળેલા ભારત જૈન મહામંડલમાં તે જરૂર સ્વીકારવાનો ઠરાવ કરવામાં આવ્યો નથી. હમણું હેમરૂલ–સ્વરાજ્યના બણગાં જયાં ત્યાં ફેંકાય છે તેના પર જબરી ઝુંબેશ ચાલે છે, મેડરેટ અને એકસ્ટ્રીમિસ્ટ ( વિનીત અને ઉદામ ) પક્ષવાળા પરિશ્રમ લેતા જાય છે, તેવા સમયમાં આપણુ દુર્ભાગ્યે પ્રજાના અંગભૂત તરીકે જેને એક બીજા હાડી ના ભરે એ શું પ્રજાકીય ઉન્નતિમાં મહાન અવરોધ પાડવા જેવું નથી ? એનેજ લઈને જેના સામાન્ય તહેવારો પણ એકસરખા ન બનાવી શકીએ અને તેથી જાહેર તહેવાર તરીકે સરકાર પાસે મંજૂર કરાવી ન શકીએ એ આપણને ઓછું ઉતારી પાડનારૂં છે ? આ સંબંધે પ્રોફે. ખુશાલ તલકશી શાહે મુંબઈમાં ભારત જૈન મહામંડળનો ગત. નાતાલમાં વાર્ષિક ઉત્સવ થયો તે વખતે જે ઉચ્ચ આશયવાળા વિચારે કહ્યા હતા તે નીચે પ્રમાણે છે – છે ઐક્યની અગત્ય- બાવા દુનિયાના વિદ્વાને જેન ત ની આધુનિક વિજ્ઞાન સાથે અનન્ય સમાનતા જોઈ વિસ્મિત થયા છે અને ઘણું જેનો પણ આપણા ધર્મનાં ત અને આધુનિક વિદ્વાનોના વિચારો વચ્ચે સરખાપણું જોઈ અજાયબ થશે, પણ સામાજિક ઉન્નતિ અને ધર્મ પ્રચારને બેવડો ઉદ્દેશ સિદ્ધ કરવાને છુટા છવાયા મનુષ્યના પ્રયત્નો પ્રેરાતા નથી અને આપણું ભિન્ન ભિન્ન ફિરકાઓ ના પ્રયને તે અનિષ્ટજ છે, કારણ કે તેઓ જૈન ધર્મનાં મળતની અનુપમ સુંદરતા અને સત્યતાને બદલે જૈન ફિરકાઓના પરસ્પર તફાવત ઉપર વધારે ભાર મૂકે તે તદ્દન સંભવિત છે. બાહ્ય દુનિયા માટે તે જે કોમ જવવા અને પિતાની સંખ્યા વધારવાને હક ચાહતી હોય તેણે એકતા જ દર્શાવવી જોઈએ. જુદા જુદા વિભાગોની છુટક મહેનત કાંઈ સાધી શકતી નથી; દાખલા તરીકે આગળની પૃથક કૉન્ફરન્સ ભરાતી અને તેના પરિણામે વિભાગોનું પરસ્પરનું વેર વધતું અને મૂળ વિભાગમાં પણ કાંઈ સારું પરિણામ નિપજતું નહિ. આ વિભાગમાં એકતાની ખામી ઘણીવાર સરકારને પણ બહાનારૂપ થઈ પડતી; દાખલા તરીકે આપણું મહાપર્વો જાહેર તહેવાર તરીકે પળાય એ માટે સરકારને અરજી કરવામાં આવી ત્યારે સરકારે એવું બહાનું આપ્યું કે આપણે પિતે કઈ તારીખે આપણું મહાપર્વોને જાહેર તહેવાર મનાવવા તે માટે એકમત થઈ શક્યા નહોતા. આ ફક્ત એકજ દાંત છે કે જેથી બાહ્ય જગત પર આપણે કેવી અસર કરીએ છીએ તેનું અનુમાન થઈ શકે અને આવા વિષયમાં સંયુક્ત કોમ સત્વર સુધારો કરી શકે,” “ઐકય સમાજનું બંધારણ—આપણી કમની જરૂર કેમ પૂરી પાડવી તે માટે આ. પણું ઐક્ય, અને બંધારણની અને પછી દ્રવ્યની અગત્ય છે. બંધારણ સંબંધી એટલુંજ કે જેથી આપણા ત્રણ મુખ્ય ફિરકા મટી એક થાય અને તે એકજ નિશ્ચયથી, એકજ પદ્ધતિએ કામ કરે તે બંધારણ આવશ્યક છે, અને તેને માટે એક નાની પણ જૂદા જૂદા.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy