________________
સવીકાર અને સમાલોચના,
૪૧૯
mmna
જાહેર જૈન પત્રામાં પણ પ્રસિદ્ધ નથી થયો. તેનાં કેટલાંક અંશે પ્રગટ થયા છે તેથી ગેરસમજુતી ઉભી થઈ હોય તો તે નિવારવા માટે અને રિપોર્ટમાંની સૂચનાઓથી બીજી જાહેર સંસ્થાઓને લાભ થવાનો સંભવ છે તે માટે આખો રિપોર્ટ અત્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે. અમને આશા ભરી ખાત્રી છે કે તેને લાભ બધી સંસ્થાઓ લેશે. તંત્રી,
સ્વીકાર અને સમાલોચના.
ધ્યાન કહપતરૂ–( મૂળ હિંદીમાં શ્રીઅમોલખ ઋષિ કૃત પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરનાર રા. પ્રાણજીવન મોરારજી શાહ રાજકોટ પરમાર પ્રેસ મૂલ્ય આઠ આના છે. ૩૧૦+૧૦મ્પ ) આ લેખના પ્રસિદ્ધ કર્તા પરબંદરવાળા શાહ હરખચંદ વેલજી અને સ્નેહીઓ તરફથી અભિપ્રાયાર્થે મળ્યું છે. ધ્યાન એ વસ્તુને મુખ્ય મુખ્ય બધાં દશનેએ આત્મવિકાસમાં એક આવશ્યક અંગ તરીકે સ્વીકારેલ છે અને તેનું ખાસ સ્વરૂપ જૈન દર્શનમાં શું છે તે યથાસ્થિત જાણવા માટે આ પુસ્તક કેટલેક અંશે ઉપયોગી થઈ શકશે એ નિઃસંદેહ છે. અત્યાર સુધીમાં આ સંબંધે ગાદીપક ( મુનિ મહારાજશ્રી બુદ્ધિમાગર કૃત) અને જૈન દષ્ટિએ યોગ (રા. મેતીચંદ ગિરધર કાપડીઆ કૃત) એ બે પુસ્તક નીકળ્યાં છે તે અને આ પુસ્તક અવલોકન કરવા યોગ્ય છે, સ્વાધ્યાયનો એક પ્રકાર વાન છે અને ધ્યાનના ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે ભેદ છે અને તેના પાછા દાંતર છે. આ ધ્યાનની શૈલી જોતાં અન્ય ધર્મમાં જેને “રાજગ” કહેવામાં આવે છે. તે સાથે આ ધ્યાન સમાનતા ધરાવે છે
મૂળ હિંદી ગ્રંથનું આ ભાષાંતર કરવામાં ભા. કર્તાએ ઘણી સારી મહેનત લીધી છે એ વું મૂળ સાથે આને સરખાવી જતાં માલૂમ પડે છે, એટલું જ નહિ પણ મૂળમાં જે અશુદ્ધતાઓ શ્લોક ગાથાદિ તથા છપાઇમાં રહેલી છે તેને જે ગ્રંથમાં તે ગાથાદિ ઉલ્લેખિત કરેલ હોય તેનો તથા વિદ્વાને આશરો લઈ શુદ્ધ કરી મૂકવામાં પણ સારે શ્રમ લીધે છે. મૂળ ગ્રંથની ગુંથણી સારી છે પણ જુની ઢબની છે. કેટલાંક શતક થયાં હજુ સ્વ. શ્રી વિવેકાનંદ અને રામતીર્થ સ્વામી જેવા પ્રખર વિદ્વાન જૈન વેગને યથાસ્થિત હાલના સમય, દેશ અને સંજોગોને અનુરૂપ સમજાવી શકે એવા યોગનિષ્ઠ પુરૂષ જૈનમમાં વિરલા થયા છે. તેવા જેન કોમમાં થાય ને તેમના તરફથી પુસ્તકો પ્રાપ્ત થાય ત્યાં સુધી આવાં પુસ્તકોપરજ લોકે નિર્ભય રહેશે. આ ગ્રંથમાં કદાચ અનુભવ જ્ઞાન ઓછું હોય પણ ઘણું પુસ્તકને આધાર લઈ વિષયને વિસ્તૃત બનાવ્યો છે તેથી વિષયની ગહનતા હોવા છતાં તેમાં ચંચુ પ્રશ વિશેષ સારી રીતે કરી શકાશે. ખરી રીતે આવાં પુસ્તકોને સત્ય અભિપ્રાય અનુભવી જ આપી શકે તેથી અમારે તેવા હેવાન દા ન હોવાથી અમે એટલું જ કહીશું કે એ કંદરે ભાષા સરલતા, સ્પષ્ટતા હોવાથી આ ગ્રંથ ઉપયોગી નિવડશે અને ઈચ્છીશું કે તે લાભ સામાયિકાદિ ક્રિયા કરવામાં જો સારી રીતે લેશે. કિંમત પુસ્તકના પ્રમાણમાં તેની મૂળ કિંમત કરતાં ઓછી માત્ર આઠ આના રાખી છે તે માટે અને ભાષાંતર કરાવી પુસ્તકોને બહાર પાડયું છે તે માટે પ્રકારોને ધન્યવાદ ઘટે છે.