________________
૪૦૮
શ્રી જૈન
. કે. હેરોલ્ડ.
બહાના પ્રથમ શરીરમાં, શરીરમાં રહેલી દૈવી તથા આસુરી સંપત્તિરૂપ મહાદિ તથા ધમાદિ અને મન, વગેરેની હકીકત ઘટાડેલી છે. જેવી કે, અજ્ઞાન વૃત્તિમાં હાદિ સમજવા. અજ્ઞાનવૃત્તિ રૂપ અવિધા, તમ, મોહ, મહામહ, તામિસ્ત્ર, અંધ તામિસ્ત્ર એમ પાંચ પ્રકારની છે તે જ તમ, મહાદિને અજ્ઞાન વૃત્તિરૂપે બ્રહ્માના પ્રથમ શરીરના પુત્રો કહેલા છે. માનસ પુમાં મરિચિ તે મન, અત્રિ ત ચક્ષુ, વસિષ્ઠ તે પ્રાણ, વગેરે.
દિશારૂપી બીજા શરીરમાં વેદાદિ તથા આશ્રમાદિના વિભાગ રૂપી દિશા બતાવી છે, તેમાં અજ્ઞાની તે ઝાકળ, અને અંધકાર રૂપ જાણવા. જ્ઞાન તે મુખ સૃષ્ટિથી જેમકે વાનપ્રસ્થમાં વૈખાસન, વાલખિલ્ય, ઔદુંબર, અને ફેનપનો સમાવેશ થાય છે. સન્યાસીમાં ટીચક, બહૂદ, હંસ અને નિષ્ક્રિય સમાવેશ થાય છે. આવયવી સૃષ્ટિમાં હદય તે પ્રણવ, રોમાદિથી સાત છંદ, જીવ તે સ્પશે, દેહ તે સ્વર, ઇન્દ્રિય ઉષ્મા, બલ અંતરથ, વિહારે તે સપ્તવર, ઇત્યાદિ.
- ત્રીજો શરીર કાય શરીરમાં કેવલ ગુણો ગણાવ્યા છે. આકૃતિ તે કામના કે ઇંદ્રિ રૂચિ તે બુદ્ધિ કે ઇચ્છી-ચિત્તી તેમના ધમાદિ અને તેમના તેષ, સંતોષાદિ.
બ્રહ્માના માનસ પુત્રે જોતાં મરિચિની સ્ત્રી કલા, આંગિરની સ્ત્રી શ્રદ્ધા વળી ભગુને ખ્યાતિથી લક્ષ્મી પુત્રી થઈ, વગેરે; તથા દક્ષને શ્રદ્ધાથી શુભ, દયાથી અભય, નિતિક્ષાથી ક્ષેમ, તષ્ઠિથી સુદ, વગેરે પ્રજા પણ દેખીતી આલંકારિક જ છે. વિશેષ ખુલાસા માટે દક્ષની પ્રજા પિકી અધમ જ સ્ત્રીને પરિવાર જોઈએ.
દક્ષ-પ્રસૂતિ
અધર્મ પત્નિ
મૃષા
માયા
લેભ.
યુમ
ભય,.
મૃત્યુ.
યાતના. નિરય. ઉપરના કોષ્ટકથી ભવંતરાદિ કથા અલંકારિક છે એ સ્પષ્ટ સમજાય છે.