________________
આત્મ દર્શન.
૪૦૭
પિંડ બ્રહ્માંડના સંબંધમાં–પાતાલ તે પગનાં તલ, રસાતલ તે પગના નળાને ગુઠણ, પગની ઘુંટીઓ તે મહાતલ, છાતી સ્વર્ગ, ગ્રીવા મહર્લોક, મુખ જનલોક, પાલ તે તપેલેક, મસ્તક તે સત્યલોક, બાહુ તે ઇંદ્રાદિ દે, કણે તે દિશા, નાસિકા તે અધિની કુમાર, અગ્નિ તે મુખ, સૂર્ય તે ચક્ષુ, પાંપણો તે રાત્રિ દિવસ, ઉદર તે સમુદ્ર, મન તે ચંદ્રમા.
એ પ્રમાણે જે બ્રહ્માંડમાં છે તે સર્વે પિંડમાં પણ છે, પિંડમાંનું બ્રહ્માંડમાં જણાય છે. આત્માને કુટસ્થ કહેલ છે. રણવ તિwતે સઃ કુટરથ:-કૂટની પિઠે રહે છે તે કુટસ્થ, કુટ એટલે એરણની પેઠે, અનેક ઘાટ ઘડાતાં છતાં નિર્લેપ રહે છે તે કુટસ્થ વ્યષ્ટિ એટલે એક પિંડ કે વ્યક્તિ અને સમષ્ટિ એટલે વિશ્વરૂપ સમગ્ર બ્રહ્માંડ–વ્યષ્ટિ અને સમષ્ટિની એકતા છે એટલે પિંડ અને બ્રહ્માંડની રચના સમાન છે, પિંડ અને બ્રહ્માંડને વિરાટ પણ કહેવામાં આવે છે. નાના પ્રકારની વસ્તુઓ જેમાં હેય તે વિરાટુ વસ્તુનિ પાસે યત્ર स विराट. - વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધ રૂપ ચતુર્યને અર્થ એ છે કે બુદ્ધિ તે વાસુદેવ, ચિત્ત તે સંકર્ષણ, અહંકાર તે પ્રદ્યુમ્ન, મન તે અનિરૂદ્ધ મળીને અંતઃકરણ ચતુષ્ટય.
સ્વરૂ૫નું અજ્ઞાન એ જગતનું મૂળ છે. જેવી રીતે સ્વપ્નમાં મસ્તક છેદનાદિ જણાય છે તે જેવાં છે તેવું જ આ જગત છે, જેવી રીતે પાણીમાં ચંદ્રમાના કંપનાદિ મૃષા ગુણો દેખાય છે, તેવી રીતે અનાત્મા–શરીરાદિમાં–આત્માના મૃષા ગુણે અજ્ઞાનથી જણાય છે. આ જગતથી જેમની બુદ્ધિ પાર ગએલી છે તે તથા જે અત્યંત મૂઢ છે, તે બંને સુખે જીવે છે. બાકીના દુઃખયુક્ત છે–જીવે છે.
શ્રીમદ્ભાગવત પુરાણના તૃતીયસ્કંધના ચૌદમા અધ્યાયમાં ધ્રુવજીના સંબંધમાં કહેલ છે કે “કૃ: વૈવ સૂર્યંજિત્રા : ધ્રુવજી મૃત્યુને માથે પગ દઈને વિમાનમાં બેઠા એટલે તેઓ સ્વરૂપાનંદને પામ્યા અર્થાત મૃત્યુ-જન્મમરણની પેલી પાર ગયા; અજરામર થયા એટલે કે ત્યાં મૃત્યુ ભયજ નથી, માટે તેમણે મૃત્યુ ઉપર પગ મૂક્યો એ અલંકારિક ભાષામાં ભાગવતકારે વર્ણન કરેલ છે. પરાભવ ન પામે તે વૈકુંઠ. જન્મ મૃત્યુ રૂપી ધાઓ જેને પરાભવ પાડી શકતા નથી એવું શુદ્ધ સ્વરૂપ તે વૈકુંઠ.
શ્રીમદ્ ભાગવતના ચતુર્થ સ્કંધના પચીશમા અધ્યાયથી પુરંજન આખ્યાન છે તે વિચારવા યોગ્ય છે. પુરંજન તે જીવ ભાવ. સત્વ ગુણ સૂવર્ણનું શિખર, રજો ગુણ તે રૂપાનું શિખર, તમોગુણ તે લોઢાનું શિખર. સાત ઘર તે મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા, સહસ્ત્રદલ; સ્ત્રી તે બુદ્ધિ. દશ કરો તે દશ દિયે (પાંચજ્ઞાનેં દિય અને પાંચ કર્મેન્દ્રિય) ત્રણ સ્ત્રીઓ તે વૃત્તિઓ. છ ચોરો તે કામ, ક્રોધ, લોભ, મોહ મદ અને મત્સર; વરૂઓ તે સ્ત્રી પુત્રાદિ; પિશાચ તે સુવર્ણાદિ સુખ સંપત્તિ; ધુળ તે રજે ગુણ વળિયે તે સ્ત્રી; દિશાઓ તે રાગ પ્રીતિ મોહ. ઈ.
બ્રહ્માએ શરીર, ત્રણ વખત અદલ બદલ કર્યું એટલે જ્યાં શરીર છોડયું ત્યાં મનેભાવ છે અને જ્યાં શરીર ધારણ કર્યું ત્યાં મને ભાવ ધારણ કર્યો. તેમાંથી અસુરાદિ થયા તેને ભાવાર્થ સારા નરસા મનેભાવ ધારણ કર્યા અને છોડયા એ અલંકાર છે.