SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે. કેન્ફરન્સ હેૉલ્ડ. અર્થ:–રામ અને રાવણ એ બંને મર્તવ્ય છે તથાપિ રામશ્રેષ્ઠ પણ રાવણ નહિ. એ પ્રમાણે શ્રી રામના સગુણ સ્વરૂપ ધ્યાન અને ગાનમાં નિર્ગુણ આશય સમાયેલો છે. શ્રીમદ્દ ભાગવતાદિ પુરાણમાં શ્રી કૃષ્ણનું જે સગુણરૂપ વર્ણવેલ છે તેને આશય પણ કેવળ નિર્ગુણજ છે. પુરાણોમાં જે જે સ્થળે જે જે સગુણ દષ્ટાંતે છે તે તે દષ્ટાંતે કેવલ નિર્ગુણમયજ છે. સાધારણ અધિકારી પણ સમજી શકે તેટલા માટે જ સગુણ વર્ણન કરેલ છે. પુરાણ કથાઓ પણ ખરેખર વિચારવા યોગ્ય છે, આત્મસ્વરૂપ અવલોકવા માટે તેમાં વિવિધ ઉદાહરણો આપેલાં છે. પિરાણિક દષ્ટાંતેનું સંક્ષેપમાં અવલોકન કરતાં નીચે પ્રમાણે હકીકત જણાય છે. - પુરાણ કથા નૈમિશારણ્યમાં ગવાએલી છે. અનિમિષ એટલે દેવ. નૈમિશ એટલે ચિદાકાશ. ગંગા યમુના વચ્ચેના પ્રદેશને–અરણ્યનૈમિશ કહે છે. ગંગા અને યમુના રૂપી ઈંડા અને પિંગલા વચ્ચે પ્રદેશ તે સુષુમ્યા તે નૈમિશ. શ્રી વાયુ પુરાણમાં નેમિશારણ્ય માટે એવી કથા છે કે તપ માટે સારું સ્થળ શોધવા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ મનમય ચક્ર છોડીને કહ્યું કે જ્યાં આ મને મય ચક્રની ધારા કુંઠિત થાય તે ઉત્તમ સ્થળ જાણવું. તે ચક્ર જ્યાં અટકયું તે નૈમિશારણ્ય કહેવાયું. સુષુમ્હામાં મનમય ચકનીધારા કુંઠિત થાય છે. માટે તપાદિ ધ્યાન ભજન માટે સુષુણ્ણા ઉત્તમ નૈમિશારણય ક્ષેત્ર ગણાય છે. સુષમ્ય રૂપી ક્ષેત્રમાં કામ, ક્રોધાદિ શત્રુઓને નિમેષ માત્રમાં જીતી શકાય છે એવા આશયથી જ શ્રી વારાહ પુરાણમાં શ્રી ભગવાન, ગૌરમુખ નામને બ્રાહ્મણને કહે છે કે-આ સ્થળે અસુરોનો વિનાશ એક પળમાં-નિમેષમાં–કરી નાંખ્યો હતો જેથી આ સ્થળનું નામ નૈમિષ કહેવાય છે. માન સરોવરમાં હંસ રહે છે તે વિષે જોતાં માન સરોવર તે ચિત્ત શુદ્ધિરૂપી ચિદાકાસ, તેમાં રમનાર હસે તે આત્મા જાણે. આત્મા, કે જે સર્વ પ્રપંચથી ભિન્ન છે તેને વિષે સત અને અસત એવું શરીર અવિદ્યાવડેજ કલ્પાયેલું છે. શ્રીમદ ભાગવતના મુખ્ય છેતા રાજા પરીક્ષિત છે. પરીક્ષિત પૂર્વના યોગી હતા. બળવાન જ્ઞાનીને ગર્ભમાં પણ જ્ઞાનનું અનુસંધાન રહે છે તે દર્શાવવા પરીક્ષિતને પણ ગર્ભમાં સહેજ સ્વાત્માનુભવ થયે હતે. ગર્ભમાં જે રૂ૫ દીઠું તે કોણ? એમ પરીક્ષા કરનાર તે પરીક્ષિત એટલે પ્રબળ મુમુક્ષ, મુમુક્ષએ ધર્મનું સંરક્ષણ કરવું જોઈએ એ દર્શાવવા ધર્મને ગાયનું રૂપ આપેલ છે. ધર્મપિ ગાયના ચાર પાદ રૂપિ તપ, શાચ, દયા અને સત્ય જાણવાં. અધર્મના કલિ મળનાઅંશરૂપી ગર્વથી તપ, આસક્તિથી શૌચ, અને ભદથી દયા નાશ પામેલાં છે. પરીક્ષિતે કલિયુગને પકડ્યો એટલે તપ, શાચ, દયા અને સત્ય રૂપિ ધર્મનું સંરક્ષણ કર્યું. પરીક્ષિત કળીયુગને નિવાસ સ્થળ આપ્યાં તે દૂત, પાન, સ્ત્રી, હિંસા અને સુવર્ણ, અર્થાત્ અસત્ય, મદ, કામ, રજોગુણ, વૈર, એ રૂપે ઘતાદિમાં કલિ રહેલ છે. , જલ, તેજ, વાયુ, આકાશ, અહકાર અને મહ તત્વ, એ સાત આવશે છે એવા અંડકોશ –શરીરમાં જે વિરા–જીવ–આત્મા–પુરૂષ છે તેજ ધારણ કરવા છે. ભગવાન છે.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy