________________
આત્મદશન.
૪૦૫
AMA
વાનર સૈન્ય વડે વિવેક વૈરાગ્યરૂપ રામ લક્ષ્મણને પક્ષ મજબુત થયો. અધ્યાત્મ વિધાસ્વરૂપ સીતાની શોધ કરવાની તજવીજમાં બ્રહ્મચર્ય બુદ્ધિબલ સ્વરૂપ હનુમાને માયામય સમુદ્ર ઓળંગી સીતાજી–વિદ્યા–ની શોધ કરી તથા અભિમાન–છવ–ની દેહરૂપી લંકાનગરી પ્રજાળીને પાછા વિવેક પાસે આવી સર્વ વૃતાંત કહ્યું. સકલ દૈવી સંપતિ કટક ચાલ્યું. ભાયારૂપિ સમુદ્ર કિનારે આવી કલ્યાણ સ્વરૂપ રામેશ્વત્ની સ્થાપના કરી. તેવામાં અભિમાનને ભાઈ ધર્મરૂચિ- વિભીષણ આવી મ. માયા સમુદ્ર ઉપર સેતુ–ધમંપા જ બાંધી, દૈવી સંપત્તિ કટક, આસુરી સંપત્તિના ગઢ પાસે ગયું અને અભિમાનને સમજાવ્યો પણ સમજ નહિ, છેવટે દેવી અને આસુરી સંપતિરૂ૫ રામ અને રાવણને યુદ્ધ થયું. તેમાં અભિમાન સ્વરૂપ ઈદ્રજિત, કોધ સ્વરૂપ કુંભકર્ણ, દંભ સ્વરૂપ અહિરાવણદિને વિવેક તથા વૈરાગ્યે હણ્યા, તેમાં અભિમાન સ્વરૂપ ઇંદ્રજિતને બ્રહ્મચર્યવ્રતવંત વૈરાગ્ય સ્વરૂપ લક્ષ્મણે મા. છેવટે વિવેક સ્વરૂપી શ્રી રામે મહા અહંકાર સ્વરૂપ મદાંધ રાવણને માર્યો અને આસુરી સંપતિને નાશ કરીને દૈવી સંપતિને નિર્ભય કરી અને અધ્યાત્મવિદ્યારૂપ સીતાજીને પાછાં મેળવ્યાં. ધર્મરૂચિ— વિભિષણને લંકાનું રાજય આપ્યું અને નિષ્કટક આત્માનંદ ભોગ. વવાને સમર્થ થયા. પાછી અયોધ્યારૂપ અજરામરચક્રમાં આવ્યા, અને સિદ્ધપદરૂપિ ગાદીએ બેસી નિષ્કટક આત્માનંદનું મહાન સામ્રાજય શ્રીરામે ભગવ્યું અને છેવટે મૂળ સ્વરૂપે રાજી રહ્યા.
શ્રી રામ આત્માનંદમય હતા. તેમણે દૈવી સંપત્તિને સુખ આપ્યું અને આસુરી સંપત્તિને હણ, તથા ઘણાને અધ્યાત્મવિદ્યાને ઉપદેશ આપીને સ્વરૂપને સાક્ષાત્કાર કરાવી તાર્યા. અસુરને પણ આત્મારામમય બતાવીને તાર્યા. એ તત્ત્વવેત્તાને અપાર મહિમા છે.
શ્રી રામચંદ્રજી નીતિનો નમુને હતા તેથી મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા. વળી વિષ્ણુ સ્વરૂપે પણ ઇશ્વર રૂપ હતા. ઉપદેશ સ્વરૂપે રઘુકુલનું એકવચનીપણું અર્થાત પ્રાણ જાય પણ વચન ન જાય; પિતાને પુત્ર ઉપર અને પુત્રને પિતા ઉપર પ્રેમ, ભરતાદિથી ભ્રાતભક્તિ, મા વાત્સલ્ય, સત્સંગથી લાભ, અનીતિથી ગેરલાભ, સત્ય વચન, એક પત્નીવ્રત, મહાત્માના સત્સંગથી પામર પ્રાણુને થતા લાભ, મદાંધની અધોગતિ, વગેરે અપાર નીતિમય શ્રી રામાયણ છે.
શ્રી રામનું ચરિત્ર એક પરમાત્મા સ્વરૂપે, મહાત્મા સ્વરૂપે, આત્મા સ્વરૂપે, વિવેક સ્વરૂપે, મુમુક્ષુ સ્વરૂપે, અને એક રાજકુમાર સ્વરૂપે, એમ દરેક સ્વરૂપે ખરે ખર અનુકરણયજ છે.
એ નીતિમય અધ્યાત્મ વેત્તાનું પવિત્ર જીવન વૃત્તાંત, વાંચી અગર સાંભળીને કોને અપાર આનંદ નહિ થાય ! ! !
નીતિ અને અનીતિ, એ બંનેનાં જીવનનો અંત આવે છે પણ નીતિમાન વંઘ છે અને અનીતિમાન નિધ છે. શ્રી હનુમાન નાટકમાં કહે છે કે –
रामादपि च मर्तव्यं मर्तव्यं रावणादपि । उभयोर्यदि मर्तव्यं वरं रामो न रावणः ॥