________________
૩૮૨
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
MAAAAAAAANNMAA
ANNAAALAAAAAA
ઉપાસક દશાંગમાં ૧૦ શ્રાવકની વાત આવે છે. આ દશ શ્રાવકે જુદા જુદા ગામમાં જુદા જુદા વખતે મહાવીર ભગવાન પાસે વ્રતધારી થયા છે. આ અધિકાર પણ પાછળ જ ગણી શકાય.
વિપાકસત્રમાં એ પ્રસંગ છે કે ગૌતમસ્મામી જુદે જુદે વખતે જુદા જુદા ગામમાં વિહોરવા જાય છે ત્યાં તેઓ સુખદુ:ખ ભોગવતા અનેક પાત્રો જોવે છે તે ઉપરથી પોતાની ઇચ્છા ભવ કર્મ સંબંધી જાણવા થતાં મહાવીર સ્વામીને તે વિષે પુછે છે. આ ઉપરથી સમજી શકાશે કે તે સૂત્ર પણ પૂર્વે કહેલી વેળાએ રચાએલ નથી. - સૂયગડાંગમાં આદ્ર કુમારની વાત આવે છે. જે પાછળથી બનેલી હવા વિષે સંશય નથી.
અંતગડ દશાંગમાં જેટલા અંતકૃત કેવલી થયાં તેમની વાત આવે છે. આ સઘળા પ્રસંગે મહાવીર સ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યા પછી બનેલા હોવા દરેક સંભવ છે.
અનુત્તરવવાઈ, આ અંગમાં જેઓ અનુત્તર વિમાને ગયા છે, તેઓની વાર્તાઓ આવે છે, તે પણ શ્રી મહાવીરને કૈવલ્ય થયા પછીની જ છે.. છે. પ્રત્યેક અંગમાં સમાયેલી વિગતે તપાસતાં આપણે જોયું કે પ્રચલિત દ્વાદશાંગી, એ શ્રી તીર્થંકર પ્રભુની યથાસ્વરૂપ વાણી તે નથી. અહીં એટલું ખાસ સ્મરણમાં રહે છે એમ કહીને એ પવિત્ર કૃતિઓ સામે બળ ઉઠાવવાની અંશમાત્ર ઈરછી નથી, તેમ એને અમાન્ય ઠરાવી વીરપ્રભુના શાસનમાં આત્મદ્રહી પરિવર્તન પણ કરવાનું નથી. લેખમાળા સંપૂર્ણ થતાં સુધી વાંચનાર ધૈર્ય સાચવી રાખશે તો સર્વ આશય ધીમે ધીમે ખુલ્લો થશે. હવે એજ સલાની બીજી દિશા તરફ વળીએ. દરેક સ્થળે જંબુસ્વામીને સુધર્માસ્વામી કહે છે કે મહાવીર પ્રભુએ આમ કહયું છે. આથી પણ સિદ્ધ થાય છે કે તે સર્વ પાછળથી રચાયેલું હેય. તે ઉપરાંત સૂત્રોનાં જે પ્રમાણે આપવામાં આવ્યા છે, તે અનુસાર હાલમાં પ્રવૃત્તિ થાય છે કે નહીં, એ વિષય ઉપર પણ મનન કરતાં ન્યુનાધિકતા જણાયા વિના રહેશે નહીં. આમ થવાનું કારણુ શું? એને એજ ઉત્તર આપી શકાય કે પાછળ આવતાં આચાર્યોએ તેમાં દેશકાલ પ્રમાણે જરૂરી તત્વે ઉમેર્યા હોય.
હવે આપણાથી એમ કબુલ કર્યા સિવાય ચાલશે નહીં કે જે વાકયો ખુદ મહાવીર સ્વામીનાં જ છે, કિંવા તે મહાવીર સ્વામીની સમક્ષ લખાયેલા કે વંચાયેલા છે, એમ કહેવામાં આવે છે તે સર્વથા સત્ય નથી. આ વાત જેમ આપણે ધ્યાનમાં રાખવાની છે, તેમ સ્થાનકવાસી ભાઈઓએ પણ પિતાની એ સંબંધી માન્યતાઓ ફેરવવી જોઈએ છે. આટલાં તે મહાવીર સ્વામીનાં જ વચને અને આટલાં તે આચાર્ય મહારાજાઓના જ શબ્દો, એવા વિભાગે હવે ટકી શકશે નહીં. કારણ કે આપણે ઉપર જોઈ ગયા તેમ શ્રી પ્રભુનાં વચને માટે કયાઈ પ્રમાણ મળી શકતું નથી. બીજા ગ્રંથમાં પણ આવીજ રચના કરવામાં આવી છે પણ તે સંબંધી હવે પછી વિચાર કરીશું.
ભસવતી આદિ અગમાં આવેલી વિગતનું પૃથકકરણ કરતાં જે નિર્ણય ઉપર આવી શકાય તેજ પ્રકારના નિર્ણય ઉપર આવવામાં ઉપાંગે પણ મજબુત સહાય આપે છે.